scorecardresearch
Premium

IPL 2025 ની ફાઇનલ મેચમાં આમિર ખાને કોમેન્ટ્રી કરી, આ બંને ખેલાડીઓને ગણાવ્યા પરફેક્શનિસ્ટ

IPL 2025 Final: આઈપીએલ 2025 ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેટિંગ કરી રહ્યું હતું ત્યારે અભિનેતા આમિર ખાન કોમેન્ટ્રી બોક્સમાં હાજર હતો.

Aamir Khan, commentary on IPL 2025 final
આઇપીએલ 2025 ની ફાઈનલ મેચમાં આમિર ખાને તેની આગામી ફિલ્મ 'સિતારે જમીન પર'નું પ્રમોશન કર્યું હતું. (તસવીર: સોશિયલ મીડિયા)

Aamir Khan IPL 2025 final commentary: આઈપીએલ 2025 ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેટિંગ કરી રહ્યું હતું ત્યારે અભિનેતા આમિર ખાન કોમેન્ટ્રી બોક્સમાં હાજર હતો. તેણે આ રસપ્રદ મેચ વચ્ચે તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’નું પ્રમોશન કર્યું અને લાઇવ હિન્દી અને ભોજપુરી કોમેન્ટ્રીનો ભાગ બન્યો હતો.

કયા ખેલાડીને પરફેક્શનિસ્ટ ગણાવ્યો?

પ્રમોશન દરમિયાન, જ્યારે આમિર ખાનને પૂછવામાં આવ્યું કે ક્રિકેટની દુનિયામાં કયા ખેલાડીને ‘સિતારે જમીન પર’ એટલે કે પરફેક્શનિસ્ટનું બિરુદ આપી શકાય, ત્યારે તેમણે ખચકાટ વિના સચિન તેંડુલકરનું નામ લીધું. આમિરે કહ્યું, “અત્યાર સુધી હું સચિન તેંડુલકરને પરફેક્શનિસ્ટ માનતો હતો અને હવે હું વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને પરફેક્શનિસ્ટ તરીકે જોઉં છું.”

સચિન, વિરાટ અને બુમરાહ – તેઓ શા માટે ખાસ છે?

સચિન તેંડુલકર 2013 માં નિવૃત્ત થયા પરંતુ તેમના ક્રિકેટ લિજેન્ડ બનવાની વાર્તા હજુ પણ દરેક યુવા માટે પ્રેરણાદાયક છે. બીજી બાજુ વિરાટ કોહલીએ સતત રેકોર્ડ તોડીને પોતાને મહાન ખેલાડીઓની યાદીમાં સામેલ કર્યો છે. ત્યાં જ જસપ્રીત બુમરાહે IPL ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવાનો રેકોર્ડ બનાવ્યો.

આ પણ વાંચો: RCB પર લગાવ્યો ‘ડ્રેક શ્રાપ’ના નામે ઓળખાતા રેપરે લગાવ્યો 6 કરોડનો સટ્ટો

આમિર ખાનની આગામી ફિલ્મ

આમિર ખાન ‘લાલ સિંહ ચઢ્ઢા’ પછી ફરી એકવાર મોટા પડદા પર પરત ફરી રહ્યો છે. ‘સિતારે જમીન પર’, જે તેની સુપરહિટ ફિલ્મ ‘તારે જમીન પર’ ની સિક્વલ માનવામાં આવે છે, તે 20 જૂન 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં જેનેલિયા ડિસોઝા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Web Title: Aamir khan did commentary in ipl 2025 final called two players perfectionists rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×