scorecardresearch
Premium

શું તમે જાણો છો IPL માં કોણ પસંદ કરે છે પ્લેયર ઓફ ધ મેચ? કોની ભૂમિકા હોય છે મહત્વની, જાણો નિયમ

IPL 2025 : સવાલ એ ઊભો થાય છે કે આખરે પ્લેયર ઓફ ધ મેચને કોણ પસંદ કરે છે? શું આ ફક્ત આંકડાનો ખેલ છે કે તેની પાછળ કંઈક બીજું છે? અહીં જાણો માહિતી

player of the match, ipl 2025
એમએસ ધોનીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો (તસવીર – સોશિયલ મીડિયા)

IPL 2025 : આઇપીએલ 2025નો રોમાંચ ચરમ પર છે. 32થી વધુ મેચો રમાઈ ચૂકી છે અને દરેક મેચમાં કોઈને કોઈ ખેલાડીએ પોતાના ખાસ પ્રદર્શનથી રમતની દિશા બદલી નાખી છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્લેયર ઓફ ધ મેચ જાહે રકરવામાં આવે છે. જોકે તમને ખબર છે કે આઈપીએલમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બનશે તેની પસંદ કોણ કરે છે.

એમએસ ધોનીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. પરંતુ હંમેશાની જેમ વિનમ્ર ધોનીએ કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે મને આ એવોર્ડ મળ્યો છે, આ તો શિવમ દુબેને આપવો જોઈતો હતો. આ પહેલીવાર નથી જ્યારે પ્લેયર ઓફ ધ મેચ અંગે ચાહકોમાં ચર્ચા થઈ હોય. તો સવાલ એ ઊભો થાય છે કે આખરે પ્લેયર ઓફ ધ મેચને કોણ પસંદ કરે છે? શું આ ફક્ત આંકડાનો ખેલ છે કે તેની પાછળ કંઈક બીજું છે?

પ્લેયર ઓફ ધ મેચ કોણ નક્કી કરે છે?

આઇપીએલમાં પ્લેયર ઓફ ધ મેચની પસંદગી કોમેન્ટ્રી પેનલ દ્વારા કરવામાં આવે છે. દરેક મેચ દરમિયાન કોમેન્ટ્રી કરનારા એક્સપર્ટ્સ આ જવાબદારી નિભાવે છે. આ પેનલ બ્રોડકાસ્ટર્સ દ્વારા બનાવવામાં આવે છે અને તેમાં ભૂતપૂર્વ ખેલાડીઓ, કોચ અને અનુભવી વિશ્લેષકોનો સમાવેશ થાય છે.

કોમેન્ટ્રી પેનલની ભૂમિકા શા માટે મહત્વપૂર્ણ છે?

કોમેન્ટરી પેનલ માત્ર લાઇવ કોમેન્ટ્રી જ નથી આપતી, પરંતુ તેમની પાસે મેચ એનાલિસિસની એક ટીમ પણ હોય છે. જે તેમને આંકડાના આધારે પરિસ્થિતિને સમજવામાં મદદ કરે છે.

કયો ખેલાડી કયા સમયે આવ્યો હતો? દબાણમાં કોણે વધુ સારું પ્રદર્શન કર્યું? કઈ ક્ષણ ગેમ ચેન્જર બની ગઈ? તે આ બધી બારીકાઈઓ જાણે છે. તેથી મેદાન પર ઘણા ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા હોવા છતાં પેનલ એવા ખેલાડીઓને જજ કરે છે જેની સૌથી વધુ અસર મેચના પરિણામ પર પડી છે.

આ પણ વાંચો – આઈપીએલ 2025, મુંબઈ વિ હૈદરાબાદ હેડ ટુ હેડ રેકોર્ડ, કઇ ટીમ છે મજબૂત

શું આ પસંદગી દરેક વખતે યોગ્ય થાય છે?

જોકે આ સિસ્ટમ ખૂબ પ્રોફેશનલ અને અનુભવ પર આધારિત છે, પરંતુ કેટલીકવાર વિવાદો અથવા મતભેદ સામે આવે છે. ઘણી વખત ચાહકોને લાગે છે કે કોઈ અન્ય ખેલાડીને આ એવોર્ડ મળવો જોઈતો હતો. આ જ તો રમતની સુંદરતા છે – ચર્ચા, ભાવના અને રોમાંચ.

કેટલીક તકનીકી બાબતોમાં અમ્પાયરોની સલાહ પણ લેવામાં આવે છે અથવા તો તેમને ઓબ્ઝર્વ પર કરી શકાય છે. જોકે અમ્પાયરો માત્ર તેમના ઓપિનિયન જ વ્યક્ત કરી શકે તેમ છે, આખો નિર્ણય બ્રોડકાસ્ટરનો જ હોય છે.

Web Title: Ipl player of the match rule decide star sports commentator panel ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×