scorecardresearch
Premium

RR vs GT : આઈપીએલ 2025, વૈભવ સૂર્યવંશીની આક્રમક સદી, રાજસ્થાને જીત સાથે પ્લેઓફની આશા જીવંત રાખી

RR vs GT Score, Rajasthan Royals vs Gujarat Titans IPL 2025 : વૈભવ સૂર્યવંશીના 38 બોલમાં 7 ફોર અને 11 સિક્સર સાથે 101 રન. રાજસ્થાન રોયલ્સનો 8 વિકેટે વિજય

IPL Live Score 2025 RR vs GT, IPL 2025, RR vs GT
IPL Score 2025 RR vs GT : આઈપીએલ 2025, રાજસ્થાન વિ ગુજરાત વચ્ચે મેચ

RR vs GT IPL 2025 Updates, Rajasthan Royals vs Gujarat Titans : વૈભવ સૂર્યવંશીની સદી અને યશસ્વી જયસ્વાલની અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઇપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 209 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 15.5 ઓવરમાં 2 વિકેટે પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે પ્લેઓફની આશા જીવંત રાખી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, નીતિશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષાના, યુદ્ધવીર સિંહ, સંદીપ શર્મા.

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, સાંઇ કિશોર, વોશિંગ્ટન સુંદર, કરિમ જન્નત, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

Live Updates
23:00 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : રાજસ્થાન રોયલ્સનો 8 વિકેટે વિજય

વૈભવ સૂર્યવંશીની સદી અને યશસ્વી જયસ્વાલની અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઇપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 209 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 15.5 ઓવરમાં 2 વિકેટે પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે પ્લેઓફની આશા જીવંત રાખી છે.

22:58 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : જયસ્વાલના અણનમ 70 રન

યશસ્વી જયસ્વાલના 40 બોલમાં 9 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 70 રન. રિયાન પરાગના 15 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 32 રન.

22:42 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : નીતિશ રાણા 4 રને આઉટ

નીતિશ રાણા 2 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં એલબી આઉટ થયો. રાજસ્થાને 171 રને બીજી વિકેટ ગુમાવી.

22:35 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : વૈભવ સૂર્યવંશી 101 રને આઉટ

વૈભવ સૂર્યવંશી 38 બોલમાં 7 ફોર અને 11 સિક્સર સાથે 101 રન બનાવી પ્રસિદ્ધ ક્રિષ્ણાની ઓવરમાં બોલ્ડ થો.

22:31 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : યશસ્વી જયસ્વાલની અડધી સદી

યશસ્વી જયસ્વાલે 31 બોલમાં 8 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

22:29 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : વૈભવ સૂર્યવંશીની સદી

વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં 7 ફોર અને 11 સિક્સર સાથે સદી ફટકારી.

22:16 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : રાજસ્થાનના 100 રન

રાજસ્થાન રોયલ્સે 7.4 ઓવરમાં 100 રન પુરા કર્યા. યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી રમતમાં છે.

22:02 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : વૈભવ સૂર્યવંશીની અડધી સદી

વૈભવ સૂર્યવંશીએ 17 બોલમાં 3 ફોર અને 6 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

21:57 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : રાજસ્થાનના 50 રન

રાજસ્થાન રોયલ્સે 3.5 ઓવરમાં 50 રન પુરા કર્યા. યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી રમતમાં છે.

21:20 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : રાજસ્થાન રોયલ્સને 210 રનનો પડકાર

આઈપીએલ 2025ની 47મી મેચમાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટે 209 રન બનાવી લીધા છે. રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 210 રનનો પડકાર મળ્યો છેે.

21:19 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : બટલરના અણનમ 50 રન

જોશ બટલરના 26 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 50 રન. એમ શાહરુખ ખાનના અણનમ 5 રન.

21:11 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : વોશિંગ્ટન સુંદર 13 રને આઉટ

વોશિંગ્ટન સુંદર 8 બોલમાં 1 સિક્સર સાથે 13 રન બનાવી સંદીપ શર્માનો શિકાર બન્યો. રાહુલ તેવાટિયા 4 બોલમાં 1 સિક્સર સાથે 9 રને આર્ચરની ઓવરમાં એલબી આઉટ થો.

21:10 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : શુભમન ગિલ 84 રને આઉટ

શુભમન ગિલ 50 બોલમાં 5 ફોર અને 4 સિક્સર સાથે 84 રન બનાવી મહેશ તિક્ષાનાની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 167 રને બીજી વિકેટ ગુમાવી.

20:23 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : સાઇ સુદર્શન 39 રને આઉટ

સાઇ સુદર્શન 30 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 39 રને મહેશ તિક્ષાનાની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 93 રને પ્રથમ વિકેટ ગુમાવી.

20:22 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : ગિલની અડધી સદી

શુભમન ગિલે 29 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે સદી ફટકારી.

19:56 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : ગુજરાતના 50 રન

ગુજરાત ટાઇટન્સે 5.4 ઓવરમાં 50 રન પુરા કર્યા. શુભમન ગિલ અને સાંઇ સુદર્શન રમતમાં છે.

19:43 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : ગિલ અને સુદર્શન ઓપનિંગમાં ઉતર્યા

ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગિલ અને સાઇ સુદર્શન ઓપનિંગમાં ઉતર્યા. જોફ્રા આર્ચરની પ્રથમ ઓવરમાં 6 રન બનાવ્યા.

19:17 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન

યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, નીતિશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષાના, યુદ્ધવીર સિંહ, સંદીપ શર્મા.

19:16 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, સાંઇ કિશોર, વોશિંગ્ટન સુંદર, કરિમ જન્નત, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

19:04 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : રાજસ્થાને ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

આઈપીએલ 2025ની 47મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

18:41 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : રાજસ્થાન રોયલ્સ વિ ગુજરાત ટાઇટન્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં રાજસ્થાન અને ગુજરાત વચ્ચે હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો ગુજરાતનું પલડું ભારે છે. આઈપીએલમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 7 મુકાબલા થયા છે. જેમાંથી 6 મેચમાં ગુજરાતનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 217 અને લોએસ્ટ સ્કોર 177 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 196 અને લોએસ્ટ સ્કોર 118 રન છે.

18:41 (IST) 28 Apr 2025
IPL 2025 RR vs GT Live : રાજસ્થાન વિ ગુજરાત વચ્ચે મેચ

આઈપીએલ 2025ની 47મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં ગુજરાત 8 મેચ રમ્યું છે. જેમાં 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 2 મેચમાં પરાજય થયો છે. જ્યારે રાજસ્થાન રોયલ્સનો 9 મેચમાંથી 2 મેચમાં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે

Web Title: Ipl live score 2025 rr vs gt rajasthan royals vs gujarat titans today match scorecard updates sawai mansingh stadium jaipur ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×