scorecardresearch
Premium

MI vs GT : ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ગુજરાત ટાઇટન્સનો વિજય, પોઇન્ટ ટેબલમાં નંબર વન

MI vs GT Score, Mumbai Indians vs Gujarat Titans IPL 2025 : આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે સામે 3 વિકેટે વિજય મેળવ્યો

IPL Live Score 2025 MI vs GT, IPL 2025, MI vs GT
IPL 2025 MI vs GT : આઈપીએલ 2025, મુંબઈ વિ ગુજરાત વચ્ચે મેચ

MI vs GT IPL 2025 Updates, Mumbai Indians vs Gujarat Titans: આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે સામે 3 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ગુજરાતને 19 ઓવરમાં 147 રનનો પડકાર મળ્યો હતો. જે તેણે 7 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. આ જીત સાથે ગુજરાત પોઇન્ટ ટેબલમાં નંબર વન બની ગયું છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

મુંબઈ ઇન્ડિયન્સ: રેયાન રિકલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, કોરબીન બોચ, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, સાંઇ કિશોર, અશરદ ખાન, મોહમ્મદ સિરાજ, ગેરાલ્ડ કોત્ઝે, પ્રસિદ્ધ ક્રિષ્ના.

Live Updates
00:46 (IST) 7 May 2025
IPL 2025 MI vs GT Live : ગુજરાત ટાઇટન્સનો 3 વિકેટે વિજય

આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે સામે 3 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ગુજરાતને 19 ઓવરમાં 147 રનનો પડકાર મળ્યો હતો. જે તેણે 7 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. આ જીત સાથે ગુજરાત પોઇન્ટ ટેબલમાં નંબર વન બની ગયું છે.

23:51 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : રાશિદ ખાન 2 રને આઉટ

શાહરુખ ખાન 6 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો. જ્યારે રાશિદ ખાન 3 બોલમાં 2 રન બનાવી અશ્વિની કુમારની ઓવરમાં એલબી આઉટ થયો. ગુજરાતે 126 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

23:32 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : રુધરફોર્ડ 28 રને આઉટ

રુધરફોર્ડ 15 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 28 રન બનાવી બોલ્ટની ઓવરમાં એલબી આઉટ થયો. ગુજરાતે 115 રને ચોથી વિકેટ ગુમાવી.

23:25 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : શુભમન ગિલ 43 રને બોલ્ડ

શુભમન ગિલ 46 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 43 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો. ગુજરાતે 113 રને ત્રીજી વિકેટ ગુમાવી.

22:54 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : ગુજરાતના 100 રન

ગુજરાત ટાઇટન્સે 13.4 ઓવરમાં 100 રન પુરા કર્યા. શુભમન ગિલ અને રુધરફોર્જ રમતમાં છે.

22:43 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : બટલર 30 રને આઉટ

જોશ બટલર 27 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 30 રન બનાવી અશ્વિની કુમારની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 78 રને બીજી વિકેટ ગુમાવી.

22:40 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : ગુજરાતના 50 રન

ગુજરાત ટાઇટન્સે 7.3 ઓવરમાં 50 રન પુરા કર્યા. શુભમન ગિલ અને જોશ બટલર રમતમાં છે.

22:01 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : સુદર્શન 5 રને આઉટ

સાઇ સુદર્શન 5 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 6 રને પ્રથમ વિકેટ ગુમાવી.

21:26 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : ગુજરાતને 156 રનનો પડકાર

આઈપીએલ 2025ની 56મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવી લીધા છે. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 156 રનનો પડકાર મળ્યો છે.

21:22 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : કોરબીનના 27 રન

કોરબીન બોચ 22 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 27 રન બનાવી રન આઉટ થયો. મુંબઈએ 150 રને આઠમી વિકેટ ગુમાવી.

21:08 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : નમન ધીર આઉટ

નમન ધીર 10 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 123 રને સાતમી વિકેટ ગુમાવી.

20:58 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : તિલક વર્મા 7 રને આઉટ

તિલક વર્મા 7 બોલમાં 7 રન બનાવી કોત્ઝેની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 113 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

20:47 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : વિલ જેક્સ 53 રને આઉટ

વિલ જેક્સ 35 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 53 રન બનાવી આઉટ થયો. જ્યારે હાર્દિક પંડ્યા 3 બોલમાં 1 રન બનાવી સાઇ કિશોરનો શિકાર બન્યો.

20:45 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : સૂર્યકુમાર યાદવના 35 રન

સૂર્યકુમાર યાદવ 24 બોલમાં 5 ફોર સાથે 35 રન બનાવી સાઇ કિશોરની ઓવરમાં કેચ આઉટ થયો.

19:54 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : રોહિત શર્મા 7 રને આઉટ

રોહિત શર્મા 8 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી અરશદ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 26 રનમાં બીજી વિકેટ ગુમાવી.

19:46 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : રિકલ્ટન 2 રને આઉટ

રેયાન રિકલ્ટન 2 બોલમાં 2 રન બનાવી મોહમ્મદ સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 2 રને પ્રથમ વિકેટ ગુમાવી.

19:09 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, સાંઇ કિશોર, અશરદ ખાન, મોહમ્મદ સિરાજ, ગેરાલ્ડ કોત્ઝે, પ્રસિદ્ધ ક્રિષ્ના.

19:06 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન

રેયાન રિકલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, કોરબીન બોચ, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.

19:05 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : ગુજરાતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

આઈપીએલ 2025ની 56મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે

18:43 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : મુંબઈ ઇન્ડિયન્સ વિ ગુજરાત ટાઇટન્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો ગુજરાતનું પલડું સહેજ ભારે છે.આઈપીએલમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 6 મેચો રમાઇ છે. જેમાં 4 મેચમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. જ્યારે 2 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 233 અને લોએસ્ટ સ્કોર 168 રન છે. જ્યારે મુંબઈનો હાઇએસ્ટ સ્કોર 218 છે અને લોએસ્ટ સ્કોર 152 રન છે.

18:42 (IST) 6 May 2025
IPL 2025 MI vs GT Live : મુંબઈ વિ ગુજરાત વચ્ચે મેચ

આઈપીએલ 2025ની 56મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં મુંબઈ 11 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય મેળવ્યો છે અને 4 મેચમાં પરાજય થયો છે. જ્યારે ગુજરાતનો 10 મેચમાંથી 7 મેચમાં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે.

Web Title: Ipl live score 2025 mi vs gt mumbai indians vs gujarat titans today match scorecard updates wankhede stadium mumbai ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×