scorecardresearch
Premium

IPL : 2008 થી 2025 સુધી આઈપીએલની ફાઇનલમાં કોણ બન્યું મેન ઓફ ધ મેચ, જુઓ દરેક સિઝનની યાદી

IPL Final 2025 RCB vs PBKS : કૃણાલ પંડ્યાને આઈપીએલ 2025 ની ફાઇનલ પછી પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ તેણે ઈતિહાસ રચી દીધો છે

Krunal Pandya, IPL 2025 Final, કૃણાલ પંડ્યા
આઈપીએલ 2025ની ફાઇનલમાં કૃણાલ પંડ્યાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો (તસવીર – બીસીસીઆઈ)

IPL Final 2025 RCB vs PBKS : આઈપીએલ 2025 ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્રથમ વખત આઇપીએલ ટ્રોફી જીતવા સફળ રહ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ જીતમાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

કૃણાલ પંડ્યા બેટિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો ન હતો અને 5 બોલમાં માત્ર 4 રન જ બનાવી શક્યો હતો. પરંતુ બોલિંગમાં 4 ઓવરમાં માત્ર 17 રન આપ્યા અને પ્રભસિમરન સિંહ અને જોશ ઇંગ્લિસની મહત્વની વિકેટ પણ લીધી હતી.

કૃણાલ પંડ્યાએ મેળવી ખાસ સિદ્ધિ

કૃણાલ પંડ્યાને આઈપીએલ 2025 ની ફાઇનલ પછી પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ તેણે ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલની બે સિઝનની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર થનાર તે પ્રથમ ખેલાડી બન્યો હતો. આ પહેલા કૃણાલ પંડ્યા 2017માં મુંબઈ ઈન્ડિયન્સનો સભ્ય હતો ત્યારે આ સિદ્ધિ મેળવી હતી.

2008માં આઈપીએલ પ્રથમ સિઝનની ફાઈનલ ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણ મેન ઓફ ધ મેચ બન્યો હતો. રાજસ્થાન રોયલ્સને જીત સુધી પહોંચાડતા યુસુફ પઠાણે ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ત્રણ વિકેટ ઝડપી હતી અને અડધી સદી પણ ફટકારી હતી.

આ પણ વાંચો – આઈપીએલ 2025માં આરસીબી ચેમ્પિયન બન્યા પછી વિરાટ કોહલીએ કહી આવી વાત

અનિલ કુંબલે હારવા છતા મેન ઓફ ધ મેચ બન્યો હતો

રસપ્રદ બાબત એ છે કે ભારતીય દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે એકમાત્ર એવો ખેલાડી છે કે જે ફાઈનલમાં હારવા છતાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હોય. અનિલ કુંબલેએ 2009ની ફાઇનલમાં ડેક્કન ચાર્જર્સ સામે આરસીબી માટે 4/16નો શાનદાર સ્પેલ કર્યો હતો. જોકે તેની ટીમ 6 રનથી હારી ગઈ હતી.

આઈપીએલ 2008 થી 2025 સુધી આઈપીએલ ફાઇનલના પ્લેયર ઓફ ધ મેચ

વર્ષફાઇનલપ્લેયર ઓફ ધ મેચ પ્રદર્શન
2008રાજસ્થાન રોયલ્સ વિ ચેન્નઈ સુપર કિંગ્સયુસુફ પઠાણ (આર.આર.)39 બોલમાં 56 રન
22 રનમાં 3 વિકેટ
2009ડેક્કન ચાર્જર્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઅનિલ કુંબલે (આરસીબી)16 રનમાં 4 વિકેટ
2010ચેન્નઈ સુપર કિંગ્સ વિ મુંબઈ ઈન્ડિયન્સસુરેશ રૈના (સીએસકે)35 બોલમાં અણનમ 57 રન, 21 રનમાં 1 વિકેટ
2011ચેન્નઈ સુપર કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમુરલી વિજય (સીએસકે)52 બોલમાં 95 રન
2012કોલકાતા નાઇટ રાઇડર્સ વિ ચેન્નઇ સુપર કિંગ્સમનવિંદર બિસ્લા (કેકેઆર)48 બોલમાં 89 રન
2013મુંબઈ ઈન્ડિયન્સ વિનચેન્નઈ સુપર કિંગ્સકિરોન પોલાર્ડ (એમઆઇ)32 બોલમાં અણનમ 60 રન
2014કોલકાતા નાઇટ રાઇડર્સ વિ પંજાબ કિંગ્સમનીષ પાંડે (કેકેઆર)50 બોલમાં 94 રન
2015મુંબઈ ઈન્ડિયન્સ વિ ચેન્નઈ સુપર કિંગ્સરોહિત શર્મા (એમઆઈ)26 બોલમાં 50 રન
2016સનરાઇઝર્સ હૈદરાબાદ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરબેન કટિંગ (SRH)15 બોલમાં અણનમ 39 રન
2017મુંબઈ ઈન્ડિયન્સ વિ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટકૃણાલ પંડ્યા (એમઆઇ)38 બોલમાં 47 રન
2018ચેન્નઈ સુપર કિંગ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદશેન વોટસન (સીએસકે)57 બોલમાં અણનમ 117 રન
2019મુંબઈ ઈન્ડિયન્સ વિ ચેન્નઈ સુપર કિંગ્સજસપ્રીત બુમરાહ (એમઆઈ)14 રનમાં 2 વિકેટ
2020મુંબઈ ઈન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સટ્રેન્ટ બોલ્ટ (MI)30 રનમાં 3 વિકેટ
2021ચેન્નાઈ સુપર કિંગ્સ વિ કોલકાતા નાઇટ રાઇડર્સફાફ ડુ પ્લેસિસ (સીએસકે)59 બોલમાં 86 રન
2022ગુજરાત ટાઇટન્સ વિ રાજસ્થાન રોયલ્સહાર્દિક પંડ્યા (જી.ટી.)30 બોલમાં 34 રન
17 રનમાં 3 વિકેટ
2023ચેન્નઈ સુપર કિંગ્સ વિ ગુજરાત ટાઇટન્સડેવોન કોનવે (સીએસકે)25 બોલમાં 47 રન
2024કોલકાતા નાઇટ રાઇડર્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદમિશેલ સ્ટાર્ક (કેકેઆર)14 રનમાં 2 વિકેટ
2025રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ પંજાબ કિંગ્સકૃણાલ પંડ્યા (આરસીબી)04 રન
17 રનમાં 2 વિકેટ

Web Title: Ipl final player of match award winners list from 2008 to 2025 krunal pandya potm vs pbks ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×