scorecardresearch
Premium

આઈપીએલ 2026 : વાત સંજુ સેમસનના ટ્રેડ થવાની થઇ રહી હતી પણ રાજસ્થાન રોયલ્સમાંથી કોચ રાહુલ દ્રવિડે અલવિદા કહ્યું

Rahul Dravid : એવા અહેવાલો આવ્યા હતા કે સંજુ સેમસને રાજસ્થાન રોયલ્સને ટ્રેડ કરવા અથવા રિલીઝ કરવા જણાવ્યું હતું. આ દરમિયાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કોચ પદેથી અલવિદા કહી દીધું છે

IPL 2026 Rahul Dravid steps down as Rajasthan Royals head coach
આઈપીએલ 2026 પહેલા રાજસ્થાન રોયલ્સ અને હેડ કોચ રાહુલ દ્રવિડ અલગ થઈ ગયા છે (તસવીર – સોશિયલ મીડિયા)

IPL 2026 : આઈપીએલ 2026 પહેલા રાજસ્થાન રોયલ્સ અને હેડ કોચ રાહુલ દ્રવિડ અલગ થઈ ગયા છે. ફ્રેન્ચાઇઝીએ શનિવારે (30 ઓગસ્ટ) સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેમણે એવો ખુલાસો પણ કર્યો હતો કે તેમને હેડ કોચને બદલે અન્ય કોઈ હોદ્દાની ઓફર કરવામાં આવી હતી, જે તેમણે ઠુકરાવી દીધી હતી.

ભારતીય ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ દ્રવિડે ગત વર્ષે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સના કોચ બન્યા હતા. દ્રવિડની હેડ કોચ પદેથી વિદાય માત્ર એક સિઝન બાદ એવા સમયે થઇ છે જ્યારે ફ્રેન્ચાઇઝી અને કેપ્ટન સંજૂ સેમસન વચ્ચે મતભેદ હોવાની ચર્ચા ચાલી રહી હતી. એવા અહેવાલો આવ્યા હતા કે સંજુએ રાજસ્થાન રોયલ્સને ટ્રેડ કરવા અથવા રિલીઝ કરવા જણાવ્યું હતું.

રાજસ્થાન રોયલ્સે શું કહ્યું?

રાહુલ દ્રવિડના પદથી હટવાની જાણકારી આપતા ફ્રેન્ચાઇઝીએ કહ્યું કે રાજસ્થાન રોયલ્સે આજે જાહેરાત કરે છે કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો આઈપીએલ 2026 પહેલા ફ્રેન્ચાઇઝી સાથે તેમનો કાર્યકાળ સમાપ્ત થશે. રાહુલ ઘણા વર્ષોથી રોયલ્સની સફરના કેન્દ્રમાં છે. તેમના નેતૃત્વએ ખેલાડીઓની એક પેઢીને પ્રભાવિત કરી છે, ટીમમાં મજબૂત મૂલ્યોનું સિંચન કર્યું છે અને ફ્રેન્ચાઇઝીની એક સંસ્કૃતિ પર અમિટ છાપ છોડી છે.

આ પણ વાંચો – લલિત મોદીએ હરભજન-શ્રીસંત થપ્પડ કાંડનો VIDEO જાહેર કર્યો, 17 વર્ષ પછી આખી ઘટના જણાવી

રાહુલ દ્રવિડે ટોચના પદની ઓફર ફગાવી

રાજસ્થાન રોયલ્સે કહ્યું કે ફ્રેન્ચાઇઝીમાં માળખાકીય પરિવર્તનના ભાગરૂપે, રાહુલને ફ્રેન્ચાઇઝીમાં મોટા પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે સ્વીકાર્યો કર્યો ન હતો. રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ અને વિશ્વભરના લાખો ચાહકો ફ્રેન્ચાઇઝી માટે તેમની ઉલ્લેખનીય સેવા માટે રાહુલનો હૃદયપૂર્વક આભાર માને છે.

Web Title: Ipl 2026 rahul dravid steps down as rajasthan royals head coach ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×