scorecardresearch
Premium

આઈપીએલ 2025ના પ્રથમ મુકાબલામાં જ વરસાદ બની શકે છે વિલન, કોલકાતા વિ આરસીબી મેચ રદ ના થઇ જાય

ipl 2025 rcb vs kkr match weather forecast : આઈપીએલ 2025ની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે રમાશે

rcb vs kkr match, rcb vs kkr, IPL 2025
આઈપીએલ 2025ની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે રમાશે (તસવીર – કેકેઆર ટ્વિટર)

IPL 2025 : આઈપીએલ 2025ની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે રમાશે. કોલકાતામાં ભારે વરસાદનું જોખમ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વાવાઝોડાની સંભાવના છે અને તેની અસર કોલકાતા ઉપર પણ જોવા મળશે.

20-22 માર્ચ સુધી વરસાદની સંભાવના

આઇપીએલ 2025ની સિઝનની પ્રથમ મેચ 22 માર્ચે રમાશે અને આ મેચ પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે અને ત્યાર બાદ મેચ શરુ થશે. જોકે ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે સમારંભ અને મેચમાં વિઘ્ન સર્જાય તેવી શક્યતા છે. આઇએમડી બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે બંગાળની ખાડીમાંથી ઝડપી પવન અને ભેજને કારણે 20 થી 22 માર્ચ દરમિયાન પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદની સંભાવના છે.

આઇએમડીના જણાવ્યા અનુસાર બીરભૂમ, મુર્શિદમાન, નાદિયા, પૂર્વી બાંધવમન જિલ્લાઓ અને ઉત્તર અને દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મિદનાપુર જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારે પવન, વીજળી, કરા પડવાની અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જોકે ક્રિકેટ ચાહકોને આશા છે કે બધુ જ બરાબર પાર પડે અને તેઓ ઓપનિંગ સેરેમનીની સાથે સાથે મેચનો આનંદ પણ માણી શકે. કોલકાતામાં યોજાનારા ઉદ્ઘાટન સમારંભમાં અભિનેત્રી દિશા પટાણી અને ગાયિકા શ્રેયા ઘોષાલ પરફોર્મ કરશે.

તમને જણાવી દઈએ કે કેકેઆરએ શ્રેયસ ઐયરની કેપ્ટનશિપ હેઠળ આઈપીએલ 2024માં ટાઇટલ જીત્યું હતું, જે આ ટીમનું ત્રીજુ આઈપીએલ ટાઇટલ હતું. કેકેઆર આ લીગમાં સૌથી વધુ વખત ચેમ્પિયન બનેલી ટીમોની યાદીમાં ત્રીજા ક્રમે છે. મુંબઈ અને સીએસકે પ્રથમ સ્થાને છે અને બંને ટીમો અત્યાર સુધીમાં 5-5 વખત આઈપીએલ ટાઇટલ જીતી ચૂકી છે.

Web Title: Ipl 2025 rcb vs kkr match weather forecast heavy rainfall and thunderstorms ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×