scorecardresearch
Premium

આઈપીએલ 2025 : BCCI એ લાળના ઉપયોગની મંજૂરી આપી, ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ યથાવત્ રહેશે

ipl 2025 new rules : આઈપીએલ 2025ની શરૂઆત પહેલા જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમના કેપ્ટનો સાથે મહત્વની બેઠક કરી હતી. આ મિટિંગ દરમિયાન બીસીસીઆઇએ લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો અને હવે બોલરો આ સિઝનથી લાળનો ઉપયોગ કરી શકશે

IPL Trophy, IPL, આઈપીએલ ટ્રોફી
આઈપીએલ ટ્રોફી (તસવીર : X/@IPL)

IPL 2025: આઈપીએલ 2025ની શરૂઆત પહેલા જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમના કેપ્ટનો સાથે મહત્વની બેઠક કરી હતી. આ મિટિંગ દરમિયાન બીસીસીઆઇએ લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો અને હવે બોલરો આ સિઝનથી લાળનો ઉપયોગ કરી શકશે. લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ કોવિડ-19 દરમિયાન લાદવામાં આવ્યો હતો અને ત્યારથી બોલરો તેનો ઉપયોગ બોલને ચમકાવવા માટે કરતા ન હતા. પરંતુ આ સિઝનમાં આવું નહીં થાય, બોલરો બોલની ચમક જાળવી રાખવા માટે તેમની લાળનો ઉપયોગ કરી શકે છે.

બીજી ઇનિંગ્સમાં બે બોલનો ઉપયોગ કરવામાં આવશે

આઇપીએલને રોમાંચક બનાવવા માટે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ દાખલ કરવામાં આવ્યો હતો અને બીસીસીઆઇએ નિર્ણય લીધો છે કે આ સિઝનમાં પણ આ નિયમ થથાવત્ રહેશે. એટલે કે આ સિઝનમાં ઈમ્પેક્ટ પ્લેયરના નિયમનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય આઈપીએલની મેચમાં બીજો બોલ બીજી ઈનિંગની 11મી ઓવરમાં આપવામાં આવશે. આ ઝાકળની અસર ઘટાડવા માટે કરવામાં આવશે. એટલે કે ઝાકળના પરિબળને ધ્યાનમાં લેતાં બીજી ઇનિંગ્સમાં બે બોલનો ઉપયોગ કરવામાં આવશે.

લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લગભગ નિશ્ચિત હતો કારણ કે મોહમ્મદ શમી જેવા ખેલાડીઓએ અધિકારીઓને નિયમ રદ કરવાની વિનંતી કરી હતી. શમીએ તાજેતરમાં દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ બાદ કહ્યું હતું કે અમે હંમેશા અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે અમને લાળનો ઉપયોગ કરવાની મંજૂરી આપો જેથી મેચ દરમિયાન સ્વિંગ અને રિવર્સનો ઉપયોગ કરી શકાય. તેની વાતને વર્નોન ફિલાન્ડર અને ટિમ સાઉથી જેવા ખેલાડીઓએ પણ ટેકો આપ્યો હતો.

કોવિડ-19 દરમિયાન લાળના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો હતો

કોવિડ-19 રોગચાળા દરમિયાન લાળના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો ત્યારે આઇસીસીએ વાયરસનો ફેલાવો ઘટાડવા માટે નિયંત્રણો લાદ્યા હતા. જોકે હવે જ્યારે મહામારીનો અંત આવી ગયો છે, ત્યારે લાળ પરનો પ્રતિબંધ દૂર કરવાની માગ ઉઠવા પામી હતી, જેમાં સૌથી પહેલા શમીએ જ અવાજ બુલંદ કર્યો હતો. સાથે જ બીજી ઈનિંગમાં બોલ બદલવાનો નિર્ણય અમ્પાયરો પર છોડી દેવામાં આવ્યો છે.

બીસીસીઆઇના ઓફિસિઅલના જણાવ્યા અનુસાર તે અમ્પાયરો પર નિર્ભર કરશે કે બીજી ઈનિંગમાં બોલ બદલવાની જરુર છે કે નહીં. બોલને બદલવાનો નિર્ણય મેચ દરમિયાન ઝાકળની સ્થિતિ શું છે તેના પર નિર્ભર રહેશે.

Web Title: Ipl 2025 new rules bowlers can us saliva impact players rule continue two balls ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×