scorecardresearch
Premium

કોણ છે અશ્વિની કુમાર? આઈપીએલ ડેબ્યૂમાં પ્રથમ બોલે જ ઝડપી વિકેટ, કેકેઆર સામે તરખાટ મચાવ્યો

Who is Ashwani Kumar: અશ્વિની કુમારે આઈપીએલની ડેબ્યૂ મેચમાં શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. જેની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે કેકેઆર સામે વિજય મેળવ્યો

Ashwani Kumar, ipl 2025, mi vs kkr
અશ્વિની કુમારે આઇપીએલ કારકિર્દીના પ્રથમ બોલે જ વિકેટ ઝડપી હતી. (તસવીર – મુંબઈ ઇન્ડિયન્સ ટ્વિટર)

Who is Ashwani Kumar: આઈપીએલ 2025માં 23 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલર અશ્વિની કુમારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ડેબ્યૂ કર્યું હતું અશ્વિની કુમારે આઇપીએલ કારકિર્દીના પ્રથમ બોલે જ વિકેટ ઝડપી હતી. કેકેઆર સામે તેણે શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી.

સત્યનારાયણ રાજુના સ્થાને આવેલા અશ્વિનીએ કારકિર્દીના પહેલા જ બોલ પર કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેને આઉટ કર્યો હતો. તિલક વર્માએ ડીપ બેકવર્ડ પોઇન્ટ પર રહાણેનો કેચ પકડ્યો હતો.

અશ્વિની કુમારે કોલકાતા સામે તરખાટ મચવ્યો

અશ્વિની કુમારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે તરખાટ મચાવ્યો હતો. રહાણે પછી તેણે એક જ ઓવરમાં રિંકુ સિંહ અને મનીષ પાંડેને આઉટ કર્યા હતા. આ પછી તેણે આન્દ્રે રસેલને બોલ્ડ કર્યો હતો. અશ્વિનીએ 3 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

અશ્વિની મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલ ડેબ્યૂ પર પહેલા જ બોલ પર વિકેટ લેનાર બીજો બોલર બન્યો છે. આ પહેલા 2019માં અલઝારી જોસેફે સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નરની વિકેટ લીધી હતી. આ સિવાય તે આઈપીએલ ડેબ્યૂ પર પહેલા બોલ પર વિકેટ લેનારો 10મો બોલર બન્યો છે.

પંજાબ કિંગ્સનો ભાગ હતો

પંજાબનો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અશ્વિની ડેથ ઓવર (16-20)માં સારી બોલિંગ કરવા માટે જાણીતો છે. 2025ની મેગા હરાજી દરમિયાન ફ્રેન્ચાઈઝીએ તેને રુપિયા 30 લાખમાં કરારબદ્ધ કર્યો હતો. તે ગત સિઝનમાં પંજાબ કિંગ્સ (પીબીકેએસ) ટીમનો પણ ભાગ હતો પરંતુ તેને એક પણ મેચમાં પ્લેઇંગ 11માં તક મળી ન હતી.

આ પણ વાંચો – CSK માં કેવી રીતે નક્કી થાય છે ધોનીનો બેટિંગ ઓર્ડર? ટીમ માટે કેમ જરૂરી છે 43 વર્ષનો આ ખેલાડી, જાણો

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં પ્રદર્શન

અશ્વિનીએ 2022માં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં પંજાબ માટે ડેબ્યૂ કર્યું હતું પરંતુ તે માત્ર ચાર મેચ રમ્યો હતો. તેણે 8.50ની ઈકોનોમીથી ત્રણ વિકેટ ઝડપી છે. અશ્વિની પંજાબ તરફથી બે ફર્સ્ટ ક્લાસ અને ચાર લિસ્ટ એ મેચ પણ રમી ચૂક્યો છે. ડાબોડી પેસર પંજાબની ટી 20 ટૂર્નામેન્ટ શેર-એ-પંજાબ ટી 20 ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનથી ચર્ચામાં રહ્યો હતો.

આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કરનારો ચોથો ખેલાડી

અશ્વિની આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કરનાર ચોથો ખેલાડી છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામે કેરળના સ્પિનર વિગ્નેશ પુથુરે ડેબ્યુ કર્યું હતું. આ સિવાય મુંબઈએ આ સિઝનમાં આંધ્રના બોલર સત્યનારાયણ રાજુ અને ઝારખંડના વિકેટકિપર બેટ્સમેન રોબિન મિન્ઝને પણ ડેૂબ્યૂની તક આપી છે.

Web Title: Ipl 2025 mi vs kkr who is ashwani kumar first ball wicket on ipl debut against kkr ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×