scorecardresearch
Premium

આરસીબીની જીત માટે પ્રશંસકોની અલગ રીત, ક્યાંક હવન કર્યો તો ક્યાંક કારને લીંબુથી ઢાંકી

RCB vs PBKS IPL Final 2025 : આરસીબીની ફેન ફોલોઇંગ હંમેશાથી અલગ રહી છે. આ વખતે પણ પ્રશંસકો પોતાની ટીમને સપોર્ટ કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. અલગ-અલગ રીતે સપોર્ટ કરીને છવાઇ ગયા છે

rcb fans, RCB vs PBKS IPL Final 2025, RCB vs PBKS, IPL Final 2025
આરસીબીની ફેન ફોલોઇંગ હંમેશાથી અલગ રહી છે (તસવીર – સોશિયલ મીડિયા)

RCB vs PBKS IPL Final 2025 : આઈપીએલ 2025ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) અને પંજાબ કિંગ્સ (પીબીકેએસ) વચ્ચે રમાઇ રહી છે. આ મેચ એટલા માટે પણ ખાસ છે કારણ કે બંને ટીમો હજુ સુધી આઇપીએલની ટ્રોફી જીતી શકી નથી. આ વખતે બંને ટીમો પોતાનું પ્રથમ ટાઇટલ મેળવવા માટે સખત મહેનત કરશે. પરંતુ એક બીજી વાત પણ છે જે આ રોમાંચક લડાઇમાં ચર્ચા બનાવી રહી છે અને તે છે આરસીબીના ચાહકોનો અજોડ ઉત્સાહ.

આરસીબીની ફેન ફોલોઇંગ હંમેશાથી અલગ રહી છે

આરસીબીની ફેન ફોલોઇંગ હંમેશાથી અલગ રહી છે. આ વખતે પણ પ્રશંસકો પોતાની ટીમને સપોર્ટ કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયોની ભરમાર થઈ ગઈ છે, જેમાં લોકો મંદિરોમાં પ્રાર્થના કરતા, હવન કરતા અને પોતાના વાહનોને લીંબુ અને મરચાથી પણ સજાવતા જોવા મળે છે, જેથી તેમની પ્રિય ટીમની નજર ન લાગે.

બેંગલુરુના વિજયનગરમાં આરસીબીના એક ચાહકે કમાલ કરી હતી. તેણે એક મંદિરમાં ખાસ હવનનું આયોજન કર્યું હતું, જ્યાં આરસીબીની જીત માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. ચાહકોનું માનવું છે કે આ હવન તેમની ટીમને ટ્રોફી જીતવા માટે જરૂરી વધારાના આશીર્વાદ આપશે.

એક પ્રશંસકે પોતાની કારને લીંબુથી ઢાંકી દીધી

સાથે જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. એક પ્રશંસકે પોતાની કારને પૂરી રીતે લીંબુથી ઢાંકી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો બેંગલુરૂનો છે અને તેની ટીમને કોઇ નજર ન લાગે તે માટે પ્રશંસકે આ અનોખી રીત અપનાવી હતી. જેને જોઈને લોકો પણ આ ઉત્સાહને હસી હસીને વખાણી રહ્યા છે.

આ પણ વાંચો – મુકેશ કુમારે વિરાટ કોહલીની 18 નંબરની જર્સી કેમ પહેરી હતી? બીસીસીઆઈએ કરી સ્પષ્ટતા

મોદી સ્ટેડિયમમાં પણ ચાહકોનો ઉત્સાહ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ ચાહકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમની બહાર આરસીબીના ઝંડા લહેરાતા જોવા મળી રહ્યા છે. અન્ય એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કેટલાક ચાહકો તેમની ટીમના સમર્થનમાં કૂચ કરતા જોવા મળ્યા હતા, જેમાં ટેમ્પો પર આરસીબીના ઝંડા લગાવ્યા હતા.

આ ફાઇનલ માત્ર બંને ટીમો વચ્ચેની મેચ નથી, પરંતુ પોતાની ટીમને પ્રથમ વખત આઇપીએલની ચેમ્પિયન બનતી જોવા માગતા લાખો ચાહકોની આશા અને પ્રાર્થનાઓ માટે પણ આ એક મંચ છે. હવે જોવાનું એ રહેશે કે આરસીબી તેના ચાહકોની પ્રાર્થના અને ઉત્સાહને ટ્રોફીના રૂપમાં પુરસ્કાર આપી શકશે કે કેમ?

Web Title: Ipl 2025 final rcb fans wrap a car with nimbu mirch prayers havan vs pbks ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×