scorecardresearch
Premium

એમએસ ધોની પર સેહવાગે કર્યો કટાક્ષ, મનોજ તિવારીએ કહ્યું – કોચ ધોનીને ઉપર જવાનું કહી શકતા નથી

MS Dhoni : આઇપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પરાજય થયા પછી મહેન્દ્રસિંહ ધોનીના બેટિંગ ક્રમને લઇને ઘણી ચર્ચા ચાલી રહી છે. નંબર 9 પર બેટિંગ કરવા આવેલા ધોનીએ 16 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા

MS Dhoni, IPL 2025
મહેન્દ્રસિંહ ધોની (તસવીર – સીએસકે ટ્વિટર)

MS Dhoni Batting Order : આઇપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચેન્નઇ સુપર કિંગ્સનો 50 રને પરાજય થયા પછી મહેન્દ્રસિંહ ધોનીના બેટિંગ ક્રમને લઇને ઘણી ચર્ચા ચાલી રહી છે. નંબર 9 પર બેટિંગ કરવા આવેલા ધોનીએ માત્ર 16 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા, પરંતુ તેની ઇનિંગ્સનો કોઈ અર્થ નહોતો કારણ કે આરસીબીએ ધમાકેદાર જીત નોંધાવી હતી. 43 વર્ષીય ધોની છેલ્લી કેટલાક સિઝનથી થોડાક બોલ રમવા માટે આવી રહ્યો છે.

રવિન્દ્ર જાડેજા, સેમ કરન અને રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓ પછી ધોની બેટિંગમાં આવ્યો તે ચાહકો અને નિષ્ણાંતોને પસંદ આવ્યું ન હતું. ભારતના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ક્રિકબઝ પર ચર્ચા દરમિયાન ધોનીની મજાક ઉડાવી હતી. સેહવાગે મજાકમાં કહ્યું હતું કે ધોની વહેલો બેટિંગ કરવા આવ્યો છે. તે સામાન્ય રીતે ઇનિંગ્સની છેલ્લી બે ઓવરમાં બેટિંગ કરવા માટે ઉતરે છે. આ સિવાય પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ કહ્યું કે ધોનીનું નવમાં નંબર પર બેટિંગ કરવા આવવું સમજની બહાર છે.

સેહવાગે શું કહ્યું?

સેહવાગે કહ્યું કે જલદી આવી ગયો, જ્યારે તે આવ્યો ત્યારે 16 ઓવરો થઇ હતી. સામાન્ય રીતે તે 19મી અથવા 20મી ઓવરમાં આવે છે. જલ્દી આવી ગયો ને? તે વહેલા આવી ગયો કે તેમના બેટ્સમેનોએ જલ્દી વિકેટ ગુમાવી દીધી હતી. જુઓ તેમણે નક્કી કરી લીધું છે. તેમની ટીમે નક્કી કર્યું છે કે એમએસ ધોની આટલા બોલ જ રમશે અથવા આટલા જ સમય માટે આવશે. તે જ તેવું જ કરી રહ્યો છે. હવે ભલે તમે વહેલા આઉટ થાવ કે લેટ આઉટ થાવ તે તમારા હાથમાં છે. તેને 17મી કે 18મી ઓવરમાં જ આવવાનું છે અને તે એટલી જ ઓવરમાં આવ્યો છે. આજે 16મી ઓવરમાં આવી ગયો. સામાન્ય રીતે આપણે તેને 18મી-19મી ઓવરમાં આવતા જોયો છે. બે ઓવર પહેલા આવી ગયો. હું સરપ્રાઈઝ નથી.

આ પણ વાંચો – આઈપીએલ 2025, ગુજરાત વિ મુંબઈ હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ આંકડા

કોચ ધોનીને ઉપર જવાનું કહી શકતા નથી – મનોજ તિવારી

મનોજ તિવારીએ કહ્યું કે હું તમને માત્ર વિનંતી કરીશ કે તમે આવો અને અમને કહો જેથી અમે તેના વિશે વાત ન કરીએ. મનોજ તિવારીએ કહ્યું કે આ મારી સમજની બહાર છે કે 16 બોલમાં 30 નોટ આઉટ 190 સ્ટ્રાઇક રેટ. આજના તમામ બેટ્સમેનોમાં સૌથી વધુ. તેથી તમે આવીને ઓછામાં ઓછી મેચ તો બનાવી શકો છો. પરંતુ તેઓ વિચારીને બેઠા છે. કોચિંગ સ્ટાફમાં કોઈની પણ બોલવાની હિંમત નથી. મને લાગે છે કે કોચિંગ સ્ટાફના કોચ ક્યારેય ધોનીને ઉપર જવાનું કહી ન શકે. તે એકવાર ડિસાઇડ કરી ચુક્યા છે તો કરી ચુક્યા છે.

Web Title: Ipl 2025 csk vs rcb match ms dhoni batting order virender sehwag jibe manoj tiwary statement ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×