scorecardresearch
Premium

RCB vs LSG Head To Head Records : આઈપીએલમાં આરસીબી વિ લખનઉ ટક્કર, કઇ ટીમ છે મજબૂત, જાણો રેકોર્ડ

RCB vs LSG Head To Head Records : આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે

RCB vs LSG head to head, RCB vs LSG, IPL 2024
આઈપીએલ 2024ની 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો (તસવીર – સોશિયલ મીડિયા)

IPL Flashback RCB vs LSG : આઈપીએલ 2024ની 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 2 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આરસીબીની ટીમ આ સિઝનમાં ત્રણ મેચ રમી છે અને બે મેચમાં પરાજય થયો છે અને એક મેચમાં વિજય થયો છે. જ્યારે લખનઉનો બે મેચમાંથી એકમાં વિજય થયો છે અને એકમાં પરાજય થયો છે. આઈપીએલમાં આરસીબી અને એલએસજી વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે આરસીબીનો દબદબો જોવા મળે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનઉ સુપર જાયન્ટ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બેંગલોર અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં આરસીબીનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં લખનઉનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં આરસીબીનો હાઈએસ્ટ સ્કોર 212 અને લોએસ્ટ સ્કોર 126 રન છે. જ્યારે લખનઉનો હાઇએસ્ટ સ્કોર 213 અને લોએસ્ટ સ્કોર 108 રન છે. 2023ની સિઝનમાં એક મેચમાં આરસીબીનો અને એક મેચમાં લખનઉનો વિજય થયો હતો.

આ પણ વાંચો – રોહિત શર્મા આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થનાર ખેલાડી બન્યો

હોમગ્રાઉન્ડમાં આરસીબી અને લખનઉનો રેકોર્ડ

બેંગલોરના હોમગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં બન્ને વચ્ચે માત્ર એક મેચ રમાઇ છે અને જેમાં લખનઉનો વિજય થયો છે. બીજી તરફ લખનઉના હોમગ્રાઉન્ડ એકાના ક્રિકેટ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે અને જેમાં આરસીબીનો વિજય થયો છે. હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 2 મેચો રમાઇ છે અને બન્ને મેચમાં આરસીબીનો વિજય થયો છે.

RCB vs LSG: વેધર રિપોર્ટ

રમતની શરૂઆતમાં અપેક્ષિત તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. પવનની ગતિ મધ્યમ રહેશે, જે લગભગ 16 કિમી/કલાકની હોઈ શકે છે અને ભેજનું સ્તર 25 ટકા રહેશે. આવી સ્થિતિમાં ખેલાડીઓને બેટિંગ, બોલિંગ અથવા ફિલ્ડિંગ કરતી વખતે પરસેવો થવાની ખાતરી છે.

Web Title: Ipl 2024 rcb vs lsg head to head records and stats ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×