scorecardresearch
Premium

IPL 2024 Playoff Ticket : આઈપીએલ 2024 પ્લેઓફની ટિકિટ કેવી રીતે ખરીદવી, અમદાવાદમાં રમાશે બે મેચ

IPL Playoffs Tickets Sale : બીસીસીઆઈએ આઈપીએલ 2024 પ્લેઓફ મેચોની ટિકિટ જાહેર કરી દીધી છે. આઇપીએલ 2024ની નોકઆઉટ મેચો 21 મેથી શરૂ થશે, અમદાવાદમાં માં ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મુકાબલો રમાશે

IPL, IPL 2024
આઈપીએલ ટ્રોફી (તસવીર -સોશિયલ મીડિયા)

IPL 2024 Playoffs Ticket Booking, આઈપીએલ 2024 પ્લેઓફ ટિકિટ : આઈપીએલ 2024નો લીગ તબક્કો હવે સમાપ્ત થવાની અણી પર છે. અત્યાર સુધી માત્ર કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ જ પ્લેઓફમાં પ્રવેશ કરી શકી છે. જ્યારે 6 ટીમો વચ્ચે 3 સ્થાન માટે જંગ ચાલી રહ્યો છે. આ દરમિયાન બીસીસીઆઈએ આઈપીએલ 2024 પ્લેઓફ મેચોની ટિકિટ જાહેર કરી દીધી છે. આઇપીએલ 2024ની નોકઆઉટ મેચો 21 મેથી શરૂ થશે. જેમાં બે મેચ અમદાવાદ અને બે મેચ ચેન્નાઇમાં રમાશે. પ્રશંસકો 14 મે થી ઓનલાઇન ટિકિટ ખરીદી શકે છો. તમને જણાવીએ કે તમે ટિકિટ ક્યારે અને કેવી રીતે ખરીદી શકો છો?

અમદાવાદ અને ચેન્નાઈમાં રમાશે પ્લેઓફની મેચો

આઈપીએલ 2024ના લીગ સ્ટેજમાં હવે માત્ર સાત મેચ જ બાકી છે. આ પછી પ્લેઓફમાં 21મી મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર-1 મુકાબલો રમાશે. આ પછી 22 મે ના રોજ અમદાવાદમાં જ એલિમિનેટર મુકાબલો રમાશે. આ પછી 24 મે ના રોજ ક્વોલિફાયર-2 ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે 26 મેના રોજ ફાઈનલ મુકાબલો ચેન્નાઈમાં જ રમાશે.

આ પણ વાંચો – આઈપીએલ 2024 : પ્લેઓફની રેસ બની રસપ્રદ, જાણો કઇ ટીમને છે કેટલી તક, આવું છે સમીકરણ

આઈપીએલ 2024 ની પ્લેઓફ ટિકિટ ક્યાંથી ખરીદવી?

આઈપીએલએ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરતા લખ્યું છે કે આઈપીએલ 2024ની પ્લેઓફની ટિકિટ ટિકિટ 14 મેના રોજ સાંજે 6.00 વાગ્યાથી લાઇવ થશે. પ્રશંસકો પેટીએમ એપ, પેટીએમ ઇનસાઇડર એપ અને insider.in પર જઇને ઓનલાઇન ટિકિટ ખરીદી શકે છે.

આઈપીએલ 2024ની પ્લેઓફ ટિકિટ ક્યારથી ખરીદાશે?

ક્વોલિફાયર 1, એલિમિનેટર અને ક્વોલિફાયર 2ની ટિકિટ 14 મેના રોજ સાંજે 6 વાગ્યાથી ઉપલબ્ધ થશે. 14 મેના રોજ માત્ર રૂપે કાર્ડ ધારકો જ ટિકિટ ખરીદી શકશે. જ્યારે 15 મે થી બધા લોકો ટિકિટ ખરીદી શકશે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ફાઇનલની ટિકિટ 20 મેના રોજ સાંજે 6.00 વાગ્યાથી ઉપલબ્ધ થશે. 20 મે ના રોજ માત્ર રૂપે કાર્ડ ધારકો જ ટિકિટ ખરીદી શકશે. જ્યારે 21 મે થી બધા લોકો ટિકિટ ખરીદી શકશે.

Web Title: Ipl 2024 playoffs tickets how to buy ipl match tickets for knockout stages ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×