scorecardresearch
Premium

MI vs RCB Head To Head Records : આઈપીએલમાં મુંબઈ વિ. બેંગલોર હેડ ટુ હેડ, કઇ ટીમ છે ભારે

MI vs RCB Head To Head : મુંબઈ ઇન્ડિયન્સ આ સિઝનમાં ચાર મેચ રમ્યું છે. જેમાં 1 મેચાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો 5 મેચમાંથી 1 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે

MI vs RCB Head To Head Records, MI vs RCB, IPL 2024
MI vs RCB Head To Head Records : આઈપીએલ 2024ની 25મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો (તસવીર – સોશિયલ મીડિયા)

IPL Flashback MI vs RCB : આઈપીએલ 2024ની 25મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ 11 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઇન્ડિયન્સ આ સિઝનમાં ચાર મેચ રમ્યું છે. જેમાં 1 મેચાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો 5 મેચમાંથી 1 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો મુંબઈનો દબદબો જોવા મળે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઇન્ડિયન્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં આરસીબી અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 32 મુકાબલા થયા છે. જેમાંથી 18 મેચમાં મુંબઈનો વિજય થયો છે જ્યારે 14 મેચમાં બેંગલોરનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 213 અને લોએસ્ટ સ્કોર 111 રન છે. જ્યારે બેંગલોરનો હાઇએસ્ટ સ્કોર 235 અને લોએસ્ટ સ્કોર 122 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે બે મેચ રમાઇ હતી અને બન્નેનો એક-એક મેચમાં વિજય થયો છે.

આ પણ વાંચો – આઈપીએલમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર પ્લેયર્સ, ટોપ-10માં ભારતના આ 4 ખેલાડીઓ સામેલ

હોમગ્રાઉન્ડમાં બેંગલોર અને મુંબઈનો રેકોર્ડ

મુંબઈ ઇન્ડિયન્સના હોમગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને ટીમો વચ્ચે 10 મેચ રમાઇ છે. જેમાં 7 મેચમાં મુંબઈનો વિજય થયો છે જ્યારે 3 મેચમાં બેંગલોરનો વિજય થયો છે. બીજી તરફ બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 11 મેચ રમાઇ છે. જેમાં 8 મેચમાં મુંબઈનો વિજય થયો છે જ્યારે 3 મેચમાં બેંગલોરનો વિજય થયો છે.

તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો મુંબઈ અને બેંગલોર વચ્ચે 10 મેચ રમાઇ છે. જેમાં 4 મેચમાં મુંબઈનો વિજય થયો છે. જ્યારે 6 મેચમાં બેંગલોરનો વિજય થયો છે.

Web Title: Ipl 2024 mi vs rcb head to head records and stats ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×