MI vs PBKS, Chandigarh Weather and Pitch Report: આજે ગુરુવાર, 18 એપ્રિલ 2024ના રોજ સાંજે 7:30 વાગ્યે મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે ટક્કર થશે. પંજાબ કિંગ્સ તેની અગાઉની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 3 વિકેટે હારી ગઈ હતી. તે જ સમયે, મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની તેમની છેલ્લી મેચમાં લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવામાં નિષ્ફળ રહી હતી. આ બંને ટીમો પાસે અત્યારે એક જ લક્ષ્ય છે, ટોપ ચારમાં જગ્યા બનાવવાનું.
PBKS અને MI માત્ર 2 મેચ જીત્યા
પંજાબ કિંગ્સ IPL 2024ના પોઈન્ટ ટેબલમાં 6માંથી બે મેચ જીતીને 8માં નંબરે છે. મુંબઈ ઈન્ડિયન્સ પણ 6માંથી માત્ર 2 મેચ જીતી શકી છે. તે પોઈન્ટ ટેબલમાં 9મા નંબર પર છે. પંજાબ કિંગ્સ નેટ રન રેટ (NRR)માં મુંબઈ ઈન્ડિયન્સ કરતાં સહેજ આગળ છે. પંજાબ કિંગ્સનો નેટ રન રેટ -0.218 છે, જ્યારે મુંબઈનો NRR -0.234 છે.

MI vs PBKS : મુલ્લાનપુર સ્ટેડિયમ પીચ રિપોર્ટ
ચંદીગઢના મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમની પીચ ભારતની સૌથી ઝડપી પીચોમાંની એક છે. તે વધારાની બાઉન્સ આપે છે. આનો ફાયદો ઝડપી બોલરોને મળે છે. તેના માટે વિકેટ લેવી સરળ છે. આ જ કારણ છે કે આ પીચ પર બેટ્સમેનોને ઘણી વાર મુશ્કેલી પડે છે, ખાસ કરીને નવા બોલનો સામનો કરતી વખતે. આ સિવાય ઝાકળ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ કારણોસર, જે કેપ્ટન ટોસ જીતે છે તે સામાન્ય રીતે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે.
આ પણ વાંચોઃ- ટી-20 વર્લ્ડ કપ 2024 : હાર્દિક પંડ્યા પર લટકતી તલવાર, આ શરતે જ રમી શકશે વર્લ્ડ કપ
MI vs PBKS : ચંદીગઢ હવામાનની આગાહી
મુલ્લાનપુરમાં 18મી એપ્રિલની સાંજે તાપમાન 25 થી 29 ડિગ્રીની આસપાસ રહેશે. આકાશ વાદળછાયું રહેશે. જો કે સાંજ સુધીમાં આ બધું સાફ થઈ જશે. વરસાદની કોઈ શક્યતા નથી. ભેજ લગભગ 30 ટકા રહેશે. Accuweather.com અનુસાર, ભેજનું પ્રમાણ સાંજે 7 વાગ્યે 30 ટકાથી વધીને 11 વાગ્યા સુધીમાં 49 ટકા થઈ જશે.
આ પણ વાંચોઃ- સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 287 રન બનાવ્યા, આઈપીએલમાં પોતાનો જ હાઇએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો
MI vs PBKS : હેડ 2 હેડ
પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીમાં એકબીજા સામે 31 આઈપીએલ મેચ રમી ચૂક્યા છે. પંજાબ કિંગ્સે 15 મેચ જીતી છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે 16 મેચ જીતી છે. પંજાબનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર મુંબઈ ઈન્ડિયન્સ સામે 230 રન છે. મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી વધુ સ્કોર પંજાબ કિંગ્સ સામે 223 રનનો છે. બંને IPL 2024ના ગ્રુપ સ્ટેજ દરમિયાન માત્ર એક જ વાર એકબીજા સામે રમશે.