MI vs DC, Delhi Weather and Pitch Report: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની 43મી મેચમાં, દિલ્હી કેપિટલ્સ (DC) 27 એપ્રિલ (શુક્રવાર) ના રોજ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે ટકરાશે. અગાઉ, જ્યારે IPL 2024માં બંને ટીમો એકબીજા સામે રમી હતી, ત્યારે મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે મોટી જીત નોંધાવી હતી. દિલ્હી કેપિટલ્સ IPL 2024 પોઈન્ટ ટેબલમાં અત્યાર સુધી 9 મેચમાં 4 જીત સાથે છઠ્ઠા સ્થાને છે.
મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં અત્યાર સુધી પોતાની લય શોધી રહી છે. તેણે 8માંથી 3 મેચ જીતી છે. તેના 6 પોઈન્ટ છે અને તે નવમા નંબર પર છે. આ મેચ દિલ્હી કેપિટલ્સ માટે મેક-ઓર-બ્રેક ગેમ છે. આ મેચમાં વિજય તેમને પ્લેઓફના માર્ગ પર રાખશે. અન્યથા તેનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ શકે છે.
MI vs DC : અરુણ જેટલી સ્ટેડિયમ પીચ પર પીછો કરવા માટે સરળ
અરુણ જેટલી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 86 આઈપીએલ મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 39 મેચ જીતી હતી જ્યારે બીજી બેટિંગ કરનારી ટીમે 46 મેચ જીતી હતી. આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 164.84 રન છે. IPL 2024માં, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ દિલ્હી કેપિટલ્સ સામે આ મેદાન પર સૌથી વધુ સ્કોર (266/7) નો રેકોર્ડ બનાવ્યો હતો. આ મેદાન પર ન્યૂનતમ સ્કોરનો રેકોર્ડ (83/10) દિલ્હી કેપિટલ્સના નામે છે, જે તેણે 2013માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે બનાવ્યો હતો.
MI vs DC : અરુણ જેટલી સ્ટેડિયમ પિચ રિપોર્ટ
અરુણ જેટલી સ્ટેડિયમમાં આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 2 આઈપીએલ મેચ યોજાઈ છે. અહીંની પીચને બેટિંગ માટે સ્વર્ગ કહેવામાં આવે છે. અહીં છેલ્લી 2 મેચમાં 79.1 ઓવરમાં 909 રન બનાવ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે DC vs MI મેચ દરમિયાન પણ પીચ બેટ્સમેન માટે મદદરૂપ રહેશે. મેચ દરમિયાન ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થતો જોવા મળ્યો હતો. જો કે, જેમ જેમ રમત આગળ વધે તેમ વિકેટ ધીમી પડી શકે છે.

MI vs DC : આજે દિલ્હીના હવામાનની આગાહી
Accuweather.com અનુસાર, દિલ્હીમાં 27 એપ્રિલે બપોરે તાપમાન 38 થી 40 ડિગ્રીની આસપાસ રહેશે. ભેજનું પ્રમાણ પણ 50 ટકા આસપાસ રહેવાની શક્યતા છે. દિલ્હીમાં 26મી એપ્રિલે હળવો વરસાદ થયો હતો, પરંતુ હવામાન વિભાગ તરફથી 27મી એપ્રિલે વરસાદની કોઈ શક્યતા નથી. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાવાઝોડાની શક્યતા છે.
MI vs DC : હેડ ટુ હેડ રેકોર્ડ્સ
આઈપીએલમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 34 મેચ રમાઈ છે. જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સે 19માં જીત મેળવી છે જ્યારે દિલ્હી કેપિટલ્સે 15માં જીત મેળવી છે. જોકે, દિલ્હી કેપિટલ્સનો ઘરઆંગણે મુંબઈ ઈન્ડિયન્સ સામે થોડો સારો રેકોર્ડ છે. તેણે અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 11 મેચ રમી છે. તેમાંથી તેણે 6માં જીત મેળવી છે. દિલ્હી કેપિટલ્સે IPL 2024માં તેમની છેલ્લી 4 મેચમાંથી 3માં જીત મેળવી છે.
આ પણ વાંચોઃ- Jio Cinema New Subscription Plan: જિયો સિનેમા પર માણો એડ ફ્રી અનલિમિટેડ મનોરંજન, માત્ર ₹ 29 નો સબ્સક્રિપ્શન પ્લાન
મુંબઈ ઈન્ડિયન્સ સામે દિલ્હી કેપિટલ્સનો સર્વોચ્ચ સ્કોર 213 રન છે. મુંબઈ ઈન્ડિયન્સનો હાઈએસ્ટ સ્કોર દિલ્હી કેપિટલ્સ સામે 234 રન છે. છેલ્લી વખત આ બંને ટીમો આ વર્ષે 7 એપ્રિલે સામસામે આવી હતી. MIએ 20 ઓવરમાં 234/5 રન બનાવ્યા હતા. જવાબમાં, ડીસીનો દાવ 205/8 પર સમાપ્ત થયો. મુંબઈની બેટિંગ દરમિયાન રોમારિયો શેફર્ડની 10 બોલમાં 39 રનની ઈનિંગે ફરક પાડ્યો હતો.