KKR vs RCB, Bengaluru Weather and Pitch Report: આઈપીએલ 2024 મહાજંગની આજે 10 મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બેંગાલુરુ સ્થિત એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાનાર આ મેચમાં પિચ હાર્ડ છે કે સ્લો? આ પિચ પર પહેલી બેટીંગ કરવી ફાયદારુપ છે કે કેમ? આ સિઝનમાં અત્યાર સુધી યજમાન ટીમોને હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળ્યો છે, આ મેચમાં શું થશે? સહિત તમામ વિગત માટે ખાસ અહેવાલ.
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે સાંજે રમાનાર આ મેચ બંને ટીમો માટે મહત્વની છે. આ સિઝનમાં અત્યાર સુધી આ બંને ટીમો બે બે મેચ રમી ચૂક્યા છે અને એક એક મેચ જીત્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ભારે રસાકસી વચ્ચે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પંજાબ કિંગ્સને ચાર વિકેટથી માત આપી હતી.
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પિચ કેવી છે?
બેંગાલુરુ સ્થિત એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ અંગે વાત કરીએ તો આ પિચ એકંદરે ફ્લેટ છે. જેથી આ પિચ બેટીંગ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. ફ્લેટ પિચને લીધે અહી મેચ હાઈસ્કોરિંગની બની શકે એમ છે. જોકે પિચ પર નવા બોલથી સીમ મૂવમેન્ટ મળી શકે એમ હોવાથી પેસર્સ માટે શરુઆતમાં વિકેટ મળવાની શક્યતાઓ વધી જાય છે. બાઉન્ડ્રી પણ એકંદરે નાની હોવાથી રન વધુ થવાની શક્યતા પણ નકારી શકાય એમ નથી.
પહેલા બેટીંગ કરવી હિતાવહ
ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ટોસ જીતી પહેલા બેટીંગ કરવી હિતાવહ છે. અત્યાર સુધીની મેચના રેકોર્ડ મુજબ 60 ટકા મેચમાં પહેલા બેટીંગ કરનાર ટીમ જીતી છે. પહેલા બેટીંગ કરનાર ટીમનો સરેરાશ સ્કોર 198 રન જ્યારે બીજી બેટીંગ કરનાર ટીમનો સરેરાશ સ્કોર 191 છે. બીજી બેટીંગ વખતે પિચ થોડી રફ થતાં બેટીંગ કરવી મુશ્કેલ બને છે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર બંનેમાંથી ટોસ કોણ જીતે છે એ મહત્વનું રહેશે.
KKR અને RCB પ્લેઇંગ 11 જાણવા અહિં ક્લિક કરો
બેંગાલુરુ હવામાન આગાહી
બેંગાલુરુ હવામાન આગાહીની વાત કરીએ તો આજના દિવસ દરમિયાન અહીં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી જઇ શકે છે. આકાશ થોડું વાદળછાયું હશે પરંતુ વરસાદ થવાની શક્યતા નહિંવત છે. પવનની ઝડપ એકંદરે 6 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. હવામાન જોતાં મેચમાં વિક્ષેપ થવાના કોઇ સંકેત નથી.