scorecardresearch
Premium

GT vs MI Head To Head Records : આઈપીએલમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે 5 મુકાબલા થયા છે, જાણો બન્નેનો કેવો છે રેકોર્ડ

GT vs MI Head To Head Records : હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડીને જતા રહેતા શુભમન ગિલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગિલે પ્રથમ વખત કેપ્ટનશિપ કરી હતી

GT vs MI Head To Head Records, GT vs MI, IPL 2024
IPL Flashback GT vs MI : આઈપીએલ 2024ની પાંચમી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે (સોશિયલ મીડિયા)

IPL Flashback GT vs MI : આઈપીએલ 2024ની પાંચમી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં ગુજરાતે વિજય મેળવ્યો છે. સાઇ સુદર્શનની શાનદાર બેટિંગ પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 6 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 9 વિકેટે 162 રન બનાવી શક્યું હતું. આઈપીએલમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો ગુજરાતનું પલડું ભારે છે.

ગુજરાત અને મુંબઈ હેડ ટુ હેડ

આઈપીએલમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. જ્યારે 2 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 233 અને લોએસ્ટ સ્કોર 168 રન છે. જ્યારે મુંબઈનો હાઇએસ્ટ સ્કોર 218 અને લોએસ્ટ સ્કોર 152 રન છે.

અમદાવાદમાં ગુજરાત અને મુંબઈનો રેકોર્ડ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સનું પલડું ભારે છે. અમદાવાદમાં જીટી અને મુંબઈ વચ્ચે 3 મેચો રમાઇ છે અને ત્રણેય મેચમાં ગુજરાતનો વિજય થયો છે. જ્યારે મુંબઈના સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને મેચમાં મુંબઈનો વિજય થયો છે. એટલે કે ઘરઆંગણે બન્ને ટીમો મજબૂત છે.

આ પણ વાંચો – ટી-20માં 12,000 રન બનાવનારો વિરાટ કોહલી પ્રથમ ભારતીય બન્યો, સીએસકે સામે 1000 રન પૂરા કર્યા

શુભમન ગિલ પ્રથમ વખત કેપ્ટનશિપ કરશે

હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડીને જતા રહેતા શુભમન ગિલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગિલે પ્રથમ વખત કેપ્ટનશિપ કરી હતી અને ટીમની જીત અપાવી હતી. બીજી તરફ હાર્દિક પંડ્યાએ પ્રથમ વખત મુંબઈની કેપ્ટનશિપ કરી હતી.

Web Title: Ipl 2024 gt vs mi head to head records and stats ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×