GT vs CSK, Ahmedabad Weather and Pitch Report: શુબમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ (જીટી) શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની મેચ નંબર 59 માં રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. ચેન્નઈ સુપર કિંગ્સ 11 મેચમાં 12 પોઇન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને છે.
ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) માટે ગુજરાત સામેની મેચ ખૂબ જ નિર્ણાયક બની રહેશે. કારણ કે પરાજય તેમની તકો નબળી પાડી શકે છે. ગુજરાત ટાઇટન્સ 11માંથી 4 મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તે પોતાની છેલ્લી 5 મેચમાંથી માત્ર 1 મેચ જીતી શકી છે. સીએસકે હાલમાં પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તેણે પોતાની છેલ્લી 5 મેચમાંથી 2 મેચ જીતી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ રિપોર્ટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેનો અને બોલરોને એકસરખી તક આપે છે. આ પીચમાં ફાસ્ટ બોલરો અને સ્પિનરો બંને માટે સમાન તક છે. સામાન્ય રીતે, બીજી ઇનિંગ્સ દરમિયાન બેટિંગની સ્થિતિ વધુ અનુકૂળ બની જાય છે, તેથી ટોસ જીતનારી ટીમ પછીથી ફાયદાકારક પરિસ્થિતિઓનો લાભ લેવા માટે પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

પિચ થોડી ખરાબ હોઈ શકે છે
આઇપીએલ 2024માં અત્યાર સુધી આ મેદાન પર 5 મેચ થઇ ચૂકી છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ આવી સ્થિતિમાં પિચ થોડી ખરાબ હોઈ શકે છે પરંતુ તેમ છતાં તે રનથી ભરેલી દેખાઈ રહી છે. આ મેદાન પર રમાયેલી આઇપીએલની છેલ્લી મેચ હાઈસ્કોરિંગ મેચ હતી. ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટીંગ કરતાં 200/3નો સ્કોર કર્યો. જોકે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 16 ઓવરમાં જ આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
આ પણ વાંચોઃ- કોણ છે મેદાન પર કેએલ રાહુલ પર ગુસ્સે થનાર સંજીવ ગોએન્કા? ધોની સાથે પણ કરી ચૂક્યા છે ખરાબ વ્યવહાર
અમદાવાદ આજે રમાનારી મેચ માટે હવામાનની આગાહી
Accuweather.com મુજબ અમદાવાદમાં 10 મે 2024ની સાંજે તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેશે. ભેજનું પ્રમાણ 41 ટકાથી 45 ટકાની આસપાસ રહેશે. વરસાદની કોઈ સંભાવના નથી.
GT vs CSK : હેડ 2 હેડ રેકોર્ડ્સ
ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે અત્યાર સુધી એક બીજા સામે છ આઇપીએલ મુકાબલા ખેલાયા છે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સે ત્રણ-ત્રણ મેચ જીતી છે. ગુજરાત ટાઇટન્સનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામેનો હાઈએસ્ટ સ્કોર 214 રન છે. ગુજરાત ટાઇટન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો હાઈએસ્ટ સ્કોર 206 રન છે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે છેલ્લે આ વર્ષે 26 માર્ચે મેચ રમાઇ હતી.
ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી તે મેચમાં સીએસકેના શિવમ દુબેએ 23 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સીએસકે (206/6)એ ગુજરાત ટાઇટન્સ સામે 207 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાત ટાઇટન્સ 20 ઓવરમાં 143/8નો સ્કોર કરી શક્યું હતુ અને 63 રનથી મેચ હારી ગયું હતુ.