CSK vs RCB, Chennai Weather and Pitch Report: IPL 2024 નો શુક્રવાર ને 22 માર્ચથી ધમાકેદાર પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ મેચમાં દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની આમને સામને ટકરાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ ઋતુરાજ ગાયકવાડ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ફાફ ડુ પ્લેસીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. બંને ટીમ જીત માટે પ્રબળ દાવેદાર છે.
CSK અને RCB વચ્ચે એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ ખાતે આઈપીએલ 2024 પ્રથમ મેચ રમાવાની છે. આ સ્ટેડિયમ પર આરસીબીની વાત કરીએ તો વિરાટ કોહલી ની ટીમ માટે આ મેદાન ખાસ નથી રહ્યું. આ મેદાન પર આરસીબીના બેટ્સમેન મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા છે. આ મેદાન પર રમાયેલી પાંચ મેચ પૈકી સીએસકે ચાર મેચ જીત્યું છે.
એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક), ચેન્નાઇ પીચ રિપોર્ટ
ચેન્નાઇ સ્થિત એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ એકંદરે ધીમી છે. જે બેટિંગને થોડી મુશ્કેલ બનાવે છે જે બેટ્સમેન માટે મુસીબત ઉભી કરે છે. આ પીચ બોલર્સ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. એમાંય ખાસ કરીને પેસર અને વિવિધતાવાળા સ્પિનર્સ માટે વિશેષ ફાયદારુપ છે. મેચની બીજી ઇનિંગમાં પીચ વધુ સ્લો બને છે અને બેટીંગ અઘરી બને છે.
આ પણ વાંચો : ચેન્નઈ સામે વિરાટ કોહલી બનાવી શકે છે આ રેકોર્ડ
ચેન્નાઈ હવામાન આગાહી શુક્રવાર 22 માર્ચ
ચેન્નાઈ હવામાનની વાત કરીએ તો અહીં ગુરૂવારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી હતી. જોકે વાતાવરણ એકંદરે સુધર્યું છે અને શુક્રવારને 22 માર્ચ માટે આકાશ ચોખ્ખુ અને તડકો રહેવાની આગાહી છે. અહીં ભેજનું પ્રમાણ 75 ટકા જેટલું રહેવાની અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સુધી રહેવાની આગાહી છે. જોકે અહીં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
આ પણ વાંચો : સીએસકે અને આરસીબી ટીમ ખેલાડીઓ
અહીં નોંધનિય છે કે, ચેન્નઈ સુપર કિંગ્સનું નેતૃત્વ આ વખતે બદલાયું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ સુકાની પદ છોડતાં હવે ઋતુરાજ ગાયકવાડ સુકાની બન્યો છે.