scorecardresearch
Premium

IPL 2023 અંગે મોટી વાત, મહિલા આઈપીએલને લઇને શું છે BCCIનો પ્લાન

IPL 2023: બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આઈપીએલના જૂના ફોર્મેટમાં પરત ફરવા વિશે બોર્ડથી માન્યતા પ્રાપ્ત એકમોને જાણ કરી દીધી

બીસીસીઆઈના અધ્યક્ષે મહિલા આઇપીએલને (Women’s IPL)લઇને પણ રાજ્ય એકમોને પત્ર લખ્યો છે
બીસીસીઆઈના અધ્યક્ષે મહિલા આઇપીએલને (Women’s IPL)લઇને પણ રાજ્ય એકમોને પત્ર લખ્યો છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023થી (Indian Premier League) પોતાના જૂના ફોર્મેટ પ્રમાણે વાપસી કરશે. કોરોના મહામારી પહેલા આઈપીએલમાં (IPL 2023) ભાગ લેનારી ટીમો હોમ ગ્રાઉન્ડ (ઘરેલું મેદાન)અને અવે (વિરોધી ટીમના મેદાનમાં) ગ્રાઉન્ડ પર મેચ રમતી હતી. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આઈપીએલના જૂના ફોર્મેટમાં પરત ફરવા વિશે બોર્ડથી માન્યતા પ્રાપ્ત એકમોને જાણ કરી દીધી છે.

બીસીસીઆઈના અધ્યક્ષે મહિલા આઇપીએલને (Women’s IPL)લઇને પણ રાજ્ય એકમોને પત્ર લખ્યો છે. બીસીસીઆઈ મહિલા આઈપીએલ સિવાય યુવતીઓની અંડર-15 એકદિવસીય ટૂર્નામેન્ટનું આયોજન કરવા જઇ રહ્યું છે. આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2022 પછી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે ઘરેલું શ્રેણી રમશે.

સૌરવ ગાંગુલીઅ રાજ્ય એકમોને મોકલાવેલા સંદેશામાં કહ્યું કે આગામી વર્ષે એટલે કે 2023ના સત્રથી આઈપીએલના મુકાબલા ઘરેલું અને વિરોધી ટીમના મેદાન પર રમવાના ફોર્મેટમાં કરાવવામાં આવશે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી બધી 10 ટીમો ઘરેલું મેચ પોતાના નક્કી કરેલા સ્થળ પર રમશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે આઈપીએલ 2020, 2021 અને 2022ના મુકાબલા થોડાક જ સ્થળો પર રમાયા હતા.

બીસીસીઆઈ 2020 પછી પ્રથમ વખત પોતાનું પૂર્ણ ઘરેલું સત્રનું આયોજન કરી રહ્યું છે. જેમાં ટીમ હોમ અને અવે ગ્રાઉન્ડના જૂના ફોર્મેટમાં રમી રહી છે. બીસીસીઆઈ આ સિવાય આગામી સત્રથી મહિલા આઈપીએલનું આયોજન કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. પીટીઆઈએ ગત મહિને રિપોર્ટ આપ્યો હતો કે મહિલા આઈપીએલનું આયોજ દક્ષિણ આફ્રિકામાં રમાનાર મહિલા ટી-20 વર્લ્ડ કપ પછી માર્ચમાં કરવામાં આવી શકે છે.

પાંચ પ્રમુખ વાત જેની સૌરવ ગાંગુલીએ પૃષ્ટી કરી

-આગામી વર્ષે મહિલા આઈપીએલનું આયોજન.
-પુરુષ ટી-20 વર્લ્ડ કપ પછી ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ ભારતનો પ્રવાસ કરશે.
-આઈપીએલ-2023 હોમ અને અવે ફોર્મેટમાં રમાશે.
-બીસીસીઆઈ મહિલા અંડર-15 વન-ડે ટૂર્નામેન્ટ શરૂ કરશે.
-માર્ચ 2023માં ઇરાની ટ્રોફીના મુકાબલા થશે.

Web Title: Ipl 2023 to return old home and away format

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×