વિરાટ કોહલી (82 રન અણનમ) અને ફાફ ડુ પ્લેસિસની અડધી સદી (73)ની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-2023માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 16.2 ઓવરમાં 2 વિકેટે 172 રન બનાવી જીત મેળવી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
-અરશદ ખાન અને કેમરુન ગ્રીને 1-1 વિકેટ ઝડપી
-મેક્સવેલના 3 બોલમાં અણનમ 12 રન
-વિરાટ કોહલીના 49 બોલમાં 6 ફોર, 5 સિક્સર સાથે અણનમ 82 રન
-દિનેશ કાર્તિક 3 બોલમાં 0 રને આઉટ
-પ્લેસિસ અને વિરાટ કોહલી વચ્ચે 14.5 ઓવરમાં 148 રનની ભાગીદારી
-પ્લેસિસના 43 બોલમાં 5 ફોર અને 6 સિક્સર સાથે 73 રન
-વિરાટ કોહલીએ 38 બોલમાં 4 ફોર અને 2 સિક્સરની મદદથી 50 રન પુરા કર્યા
-આરસીબીએ 10.3 ઓવરમાં 100 રન પુરા કર્યા
-પ્લેસિસે 29 બોલમાં 4 ફોર અને 4 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી
-આરસીબીએ 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા
આ પણ વાંચો – આઈપીએલ 2023 : રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 72 રને ભવ્ય વિજય
મુંબઈ ઇન્ડિયન્સ ઇનિંગ્સ
-તિલક વર્માના 46 બોલમાં 9 ફોર અને 4 સિક્સરની મદદથી અણનમ 84 રન
-ટીમ ડેવિડ 4 રને આઉટ
-તિલક વર્માએ 32 બોલમાં 4 ફોર, 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી
-નેહલ વઠેરાના 13 બોલમાં 21 રન
-મુંબઈએ 9 ઓવરમાં 50 રન પુરા કર્યા
-સૂર્યકુમાર યાદવના 15 રન
-રોહિત શર્મા 10 બોલમાં 1 રન બનાવી આઉટ
-કેમરુન ગ્રીન 5 રને આઉટ, મુંબઈએ 16 રનમાં 2 વિકેટ ગુમાવી
-ઇશાન કિશન 10 રને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો
-આરસીબીના કેપ્ટન પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર – વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, માઇકલ બ્રેસવેલ, શાહબાઝ અહમદ, દિનેશ કાર્તિક, કરન શર્મા, હર્ષલ પટેલ, આકાશ દીપ, રીસે ટોપલે, મોહમ્મદ સિરાજ.
મુંબઈ ઇન્ડિયન્સ – રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, તિલક વર્મા, ટીમ ડેવિડ, નેહલ વઠેરા, ઋત્વિક શૌકીન, પીયુષ ચાવલા, જોફ્રા આર્ચર, અરશદ ખાન.