IPL 2023 RCB vs CSK : ડેવોન કોનવે (83)અને શિવમ દુબેની (52)અડધી સદીની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 8 રને વિજય મેળવ્યો હતો. ચેન્નઇએ 20 ઓવરમાં 6 વિકેટે 226 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 8 વિકેટે 218 બનાવી શક્યું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર – વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, શાહબાઝ અહમદ, વાનિંદુ હસરંગા ડી સિલ્વા, હર્ષલ પટેલ, વેઇન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશાક.
ચેન્નઇ સુપર કિંગ્સ – ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઇન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મથીશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષણા.
.@ChennaiIPL come out on top in the mid-table clash as they beat #RCB by 8 runs in highly entertaining and run-filled #TATAIPL match. 👏 👏
— IndianPremierLeague (@IPL) April 17, 2023
Scorecard ▶️ https://t.co/QZwZlNk1Tt#RCBvCSK pic.twitter.com/jlEz6KmM0V
ચેન્નઇ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 8 રને વિજય મેળવ્યો. ચેન્નઇએ 20 ઓવરમાં 6 વિકેટે 226 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 8 વિકેટે 218 બનાવી શક્યું.
વેન પાર્નેલ 2 રન બનાવી દેશપાંડેની ઓવરમાં આઉટ થયો. સુયાશ 19 રને પથિરાનાનો શિકાર બન્યો. આરસીબીએ 218 રને આઠમી વિકેટ ગુમાવી.
શાહબાઝ અહમદ 12 રન બનાવી આઉટ થયો. આરસીબીએ છઠ્ઠી વિકેટ ગુમાવી.
આરસીબીને જીતવા માટે 18 બોલમાં 35 રનની જરૂર છે. શાહબાઝ અહમદ અને સુયાશ રમી રહ્યા છે.
દિનેશ કાર્તિક 14 બોલમાં 3 ફોર, 1 સિક્સર સાથે 28 રને દેશપાંડેની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 191 રને પાંચમી વિકેટ ગુમાવી.
પ્લેસિસ 33 બોલમાં 5 ફોર, 4 સિક્સર સાથે 62 રન બનાવી મોઇન અલીની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 159 રને ચોથી વિકેટ ગુમાવી.
ગ્લેન મેક્સવેલ 36 બોલમાં 3 ફોર, 8 સિક્સર સાથે 76 રન બનાવી તીક્ષણાનો શિકાર બન્યો. આરસીબીએ 141 રને ત્રીજી વિકેટ ગુમાવી
ગ્લેન મેક્સવેલે 24 બોલમાં 3 ફોર, 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
કેપ્ટન પ્લેસિસે શાનદાર ઇનિંગ્સ રમતા 23 બોલમાં 5 ફોર, 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.
આરસીબીએ 8.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
પ્લેસિસ અને મેક્સવેલની આક્રમક બેટિંગ. આરસીબીના 8 ઓવરમાં 2 વિકેટે 93 રન. પ્લેસિસ 48 અને મેક્સવેલ 36 રને રમી રહ્યા છે.
આરસીબીએ 4.3 ઓવરમાં 50 રન પુરા કર્યા. પાવરપ્લેમાં 2 વિકેટે 75 રન બનાવ્યા.
મહિપાલ લોમરોર ખાતું ખોલાયા વિના દેશપાંડેનો શિકાર બન્યો. આરસીબીએ 15 રને બીજી વિકેટ ગુમાવી.
વિરાટ કોહલી પ્રથમ ઓવરમાં આકાશ સિંહની ઓવરમાં 6 રને આઉટ થયો. આરસીબીએ 6 રને પ્રથમ વિકેટ ગુમાવી.
મોઇન અલી 19 અને ધોની 1 રને અણનમ રહ્યા. પાર્નેલ, સિરાજ, વિજય કુમાર, મેક્સવેલ, હસરંગા, હર્ષલ પટેલને 1-1 વિકેટ મળી.
ચેન્નઇ સુપરકિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 20 ઓવરમાં 6 વિકેટે 226 રન બનાવ્યા. આરસીબીને જીતવા માટે 227 રનનો પડકાર મળ્યો.
રવિન્દ્ર જાડેજા 10 રન બનાવી મેક્સવેલની ઓવરમાં કેચ આઉટ થયો. સીએસકેએ 224 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.
અંબાતી રાયડુ 14 રન બનાવી વિજયકુમાર વૈશાકનો શિકાર બન્યો. ચેન્નઇએ 198 રને પાંચમી વિકેટ ગુમાવી.
શિવમ દુબે 27 બોલમાં 2 ફોર, 5 સિક્સર સાથે 52 રન બનાવી પાર્નેલનો શિકાર બન્યો. ચેન્નઇએ 178 રને ચોથી વિકેટ ગુમાવી.
શિવમ દુબએ 25 બોલમાં 2 ફોર, 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
ડેવોન કોનવે 45 બોલમાં 6 ફોર, 6 સિક્સર સાથે 83 રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો. ચેન્નઇએ 170 રને ત્રીજી વિકેટ ગુમાવી.
ચેન્નઇ સુપર કિંગ્સે 10.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
ડેવોન કોનવેએ 32 બોલમાં 2 ફોર, 4 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.
અજિંક્ય રહાણે 20 બોલમાં 3 ફોર, 2 સિક્સર સાથે 37 રન બનાવી હસરંગાની ઓવરમાં બોલ્ડ થયો. ચેન્નઇએ 90 રને બીજી વિકેટ ગુમાવી.
ચેન્નઇ સુપર કિંગ્સે 6 ઓવરમાં 50 રન પુરા કર્યા.
ગાયકવાડ 3 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇએ 16 રને પ્રથમ વિકેટ ગુમાવી.
ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઓપનિંગમાં ઉતર્યા. મોહમ્મદ સિરાજની પ્રથમ ઓવરમાં 3 રન બનાવ્યા.
ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઇન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મથીશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષણા.
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, શાહબાઝ અહમદ, વાનિંદુ હસરંગા ડી સિલ્વા, હર્ષલ પટેલ, વેઇન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશાક.
ચેન્નઇ સુપર કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
Derby Time 🚌🏏#RCBvCSK #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/0J2UbqNPPt
— Chennai Super Kings (@ChennaiIPL) April 17, 2023
Chinnaswamy Stadium, here we come for the South Indian Derby! 🚌
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 17, 2023
Hoping you've taken an early off from work today! 😉#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #RCBvCSK pic.twitter.com/a707f3Jk4p
આજે ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો