scorecardresearch
Premium

IPL 2023 final – રવિન્દ્ર જાડેજાની ધુંઆધાર બેટિંગ, રીવાબા જાડેજાની સોશિયલ મીડિયામાં સરાહના

IPL 2023 final ravidra jedeja rivaba jadeja : આઇપીએલ 2023ની ફાઇનલ મેચમાં એક ગુજરાતી નર બંકાએ ચૈન્નઇને જીત અપાવી તો એક ગુજરાતી નારીએ પરંપરાગત પરિધાનમાં મહિલા સમ્માનનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા સોશિયલ મીડિયામાં સરાહના થઇ છે.

ravidra jedeja & rivaba jadeja with MS dhoni
આઇપીએલ 2023 મેચમાં રવિન્દ્ર જાડેજા, તેમની રીવાબા જાડેજા સાથે એમએસ ધોની. (@nirmal_indian)

IPL 2023 final ravidra jedeja rivaba jadeja : આઇપીએલ 2023 ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવી ચૈન્નઇ સુપર કિંગ્સે પાંચમીવાર આઇપીએલ સિરિઝ જીતી છે. આ વખતની ફાઇનલ મેચમાં ચૈન્નઇ ટીમની જીતની સાથે અમુક અવિસ્મરણીય દ્રશ્યો દર્શકોને જોવા મળ્યા છે. જેમાં એક છે CRKના ખેલાડી રવિન્દ્ર જાડેજાની અદભૂત બેટિંગ અને બીજું છે તેમના ધર્મપત્ની રીવાબા જાડેજાનો એક ભારતીય નારીનો પહેરવેશ અને શિષ્ટાચાર. એક ગુજરાતી નર બંકાએ ચૈન્નઇને જીત અપાવી તો એક ગુજરાતી નારીએ પરંપરાગત પરિધાનમાં મહિલા સમ્માનનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા સોશિયલ મીડિયામાં સરાહના થઇ છે.

રીવબા મેદાનમાં સાડી પહેરીને આવ્યા, પતિની અદભૂત બેટિંગ જોઇ આંખામાં હર્ષના આસું આવ્યા

સામાન્ય રીતે આપણે ક્રિકેટરોની પત્નીઓને વેસ્ટર્ન આઉટફિટમાં જ વધારે જોતા હોઇયે છીએ, જો કે આ વખતની આઇપીએલ 2023ની ફાઇનલ મેચમાં રીવાબા જાડેજા એ એક જ્વલંત ઉદાહરણ સમગ્ર દુનિયા સમગ્ર રજૂ કર્યું છે. રીવાબા, જેઓ એક રાજપૂત પરિવારના દિકરી અને પુત્રવધુ તેમજ જામનગરના ધારાસભ્ય છે, તેઓ પતિ રવિન્દ્ર જાડેજાની અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા મેદાનમાં સાડી પહેરીને આવ્યા હતા. તેમણે મોરપીંછ કલરની સાડી પહેરી હતી. તેમણે રાજપુત મહિલાઓ જે સ્ટાઇલમાં સાડી પહેરે છે તેવી રીતે સાડી પહેરી હતી.

સાડીનો પલ્લુ માથે રાખી રાજપૂત પરિવારનું ગૌરવ વધાર્યું

રીવાબા જાડેજા એ મેદાનમાં એક રાજપુત પરિવારની પુત્રવધુ તરીકેની તેમની માન-મર્યાદા જાળવી રાખી હતી. રવિન્દ્ર જાડેજાની મેચ જોવા માટે તેઓ સાડી પહેરીને આવ્યા હતા. ચૈન્નઇ ટીમે ફાઇનલ મેચ જીતી ત્યારબાદ રીવાબા મેદાનમાં પહોંચ્યા ત્યારે તેમણે માથા પર સાડીનો પલ્લુ રાખ્યો હતો, જે ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. આજે પણ રાજપૂત, દરબાર સમાજની મહિલાઓ માટે માથા પર સાડીનો પલ્લુ રાખવાનો રિવાજ છે.

ચરણ સ્પર્શ કરી જીતની ખુશી વ્યક્ત કરી

આઇપીએલ ફાઇનલમાં ભવ્ય જીત બાદ રીવાબા પતિ રવિન્દ્ર જાડેજાને મળવા પહોંચ્યા ત્યારે સૌ પ્રથમ તેમણે પતિ રવિન્દ્ર જાડેજાના સ્પર્શ કર્યા હતા. હજારો દર્શકોથી ખચોખચ ભર મેદાનમાં રીવાબા એ કોઇ પણ પ્રકારની શરમ રાખ્યા વગર પતિના ચરણ સ્પર્શ કર્યા હતા.આ દ્રશ્ય પતિ પ્રત્યે પત્નીના પ્રેમ, માન-સમ્માનનું જ્વલંત ઉદાહરણ છે. સોશિયલ મીડિયામાં પણ આ દ્રશ્ય ઘણું વાયરલ થઇ રહ્યું છે. હિન્દુ ધર્મમાં પત્ની માટે પતિ પરમેશ્વર ગણાય છે.

ચેન્નઇને જીત માટે અંતિમ ઓવરમાં 13 રન અને અંતિમ 2 બોલમાં 10 રનની જરૂર હતી

ડેવોન કોનવેના 47, શિવમ દુબેના 32 અને રવિન્દ્ર જાડેજાના આક્રમક 15 રનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા.

Web Title: Ipl 2023 final ravidra jedeja rivaba jadeja in csk vs gt final

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×