Yashasvi Jaiswal maiden Test century :ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઇન્ડીઝ સામેની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ બેવડી સદી ફટકારવાથી ચુકી ગયો છે. તે આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ઇનિંગ્સમાં 171 રન બનાવી આઉટ થયો હતો. યશસ્વી બેવડી સદી ફટકારી શક્યો ન હતો પરંતુ તે વિદેશની ધરતી પર ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ભારત તરફથી સૌથી મોટો સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે. આ સિવાય ભારત માટે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ત્રીજી સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ખેલાડી બન્યો છે. યશસ્વી જયસ્વાલે આ મેચમાં 387 બોલનો સામનો કર્યો હતો અને તેણે 171 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે એક સિક્સર અને 16 ફોર ફટકારી હતી.
યશસ્વી જયસ્વાલે ગુંડપ્પા વિશ્વનાથનો રેકોર્ડ તોડ્યો
યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ભારત માટે ત્રીજા ક્રમનો સૌથી વધુ સ્કોર બનાવીને અને ગુંડપ્પા વિશ્વનાથનો રેકોર્ડ તોડ્યો હતો. ગુંડપ્પા વિશ્વનાથે 1969માં પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં 137 રન બનાવ્યા હતા, પરંતુ હવે યશસ્વીએ 171 રન બનાવીને તેને પાછળ છોડી દીધા છે અને તે ત્રીજા સ્થાને આવી ગયો છે. આ મામલે શિખર ધવન 187 રન સાથે પ્રથમ નંબર પર છે જ્યારે રોહિત શર્મા 177 રન સાથે બીજા નંબર પર છે.
ટેસ્ટ ડેબ્યૂમાં ભારતીયોનો સર્વોચ્ચ સ્કોર
187 રન – શિખર ધવન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (2013)
177 રન – રોહિત શર્મા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ (2013)
171 રન – યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ (2023)
137 રન – ગુંડપ્પા વિશ્વનાથ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (1969)
આ પણ વાંચો – યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારી, આવી સિદ્ધિ મેળવનાર ભારતનો 17મો પ્લેયર
ડેબ્યૂ ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર પ્લેયર્સ
રેજિનાલ્ડ ફોસ્ટર – 287 રન, 1903
લોરેન્સ રોવે– 214 રન, 1972
ડોન સરધા બ્રેન્ડન પ્રિયંતા કુરુપ્પુ – 201* રન, 1987
મેથ્યુ સિંક્લેયક – 214 રન, 1994
જેકોબ્સ રુડોલ્ફ – 222* રન, 2003
કાયલ મેયર્સ -210* રન, 2021
ડેવોન કોનવે – 200 રન, 2021
યશસ્વીએ રોહિત અને કોહલી સાથે શતકીય ભાગીદારી કરી
આ મેચની પ્રથમ ઈનિંગ્સમાં યશસ્વી જયસ્વાલે કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 229 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. જ્યારે વિરાટ કોહલી સાથે તેણે ત્રીજી વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી હતી.
ઓપનર તરીકે ટેસ્ટ ડેબ્યૂમાં સૌથી વધુ સ્કોર
201* રન – બ્રેન્ડન કુરુપ્પુ (શ્રીલંકા) 1987
200 રન – ડેવોન કોનવે (ન્યૂઝીલેન્ડ) 2021
187 રન – શિખર ધવન (ભારત) 2013
171 રન – હમિશ રુથરફોર્ડ (ન્યૂઝીલેન્ડ) 2013
171 રન – યશસ્વી જયસ્વાલ (ભારત) 2023
ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં સૌથી વધુ બોલનો સામનો કરનારા પ્લેયર્સ
548 બોલ – બ્રેન્ડન કુરુપ્પુ (શ્રીલંકા) 1987
447 બોલ – મેથ્યુ સિંકલ્યેર (ન્યૂઝીલેન્ડ) 1999
387 બોલ – યશસ્વી જયસ્વાલ (ભારત) 2023
384 બોલ – એન્ડ્રુ હડસન (દક્ષિણ આફ્રિકા) 1992