scorecardresearch
Premium

યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ, બ્રેન્ડન મેક્કુલમને પછાડી બનાવ્યો આ રેકોર્ડ

Yashasvi Jaiswal Record : યશસ્વી જયસ્વાલ બીજા દિવસના અંતે 193 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે 90 રને રમતમાં છે. બ્રેન્ડન મેક્કુલમને પછાડી ઇતિહાસ રચ્યો

Yashasvi Jaiswal, India vs Australia Test
યશસ્વી જયસ્વાલે પર્થ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 2 સિક્સર ફટકારતાં જ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ બનાવ્યો (તસવીર – બીસીસીઆઈ ટ્વિટર)

India vs Australia Test : ભારતીય ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે પર્થ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 2 સિક્સર ફટકારતાં જ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. યશસ્વીએ પોતાની ઈનિંગ દરમિયાન 2 સિક્સર ફટકારતાં જ ટેસ્ટ ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં તે પ્રથમ ક્રમે આવી છે. અગાઉ આ રેકોર્ડ બ્રેન્ડન મેક્કુલમના નામે નોંધાયેલો હતો, પરંતુ હવે યશસ્વીએ તેને પાછળ રાખી દીધો છે.

યશસ્વીએ હવે મેક્કુલમને પાછળ છોડી દીધો

ટેસ્ટ ક્રિકેટમાં વર્ષ 2024માં સુધી યશસ્વી જયસ્વાલે અત્યાર સુધીમાં કુલ 34 સિક્સરો ફટકારી છે. આ સાથે જ તે નંબર વન ખેલાડી બની ગયો છે. વર્ષ 2014માં મેક્કુલમે ટેસ્ટ ક્રિકેટમાં 33 સિક્સર ફટકારી હતી. હવે યશસ્વી જયસ્વાલે આ રેકોર્ડ તોડી નાખ્યો છે.

એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બેન સ્ટોક્સ ત્રીજા નંબર પર છે, જેણે વર્ષ 2022માં કુલ 26 સિક્સર ફટકારી હતી. એડમ ગિલક્રિસ્ટ 22 છગ્ગા સાથે આ યાદીમાં ચોથા નંબર પર છે જણે 2005માં આ સિદ્ધિ નોંધાવી હતી. વીરેન્દ્ર સેહવાગ પણ ગિલક્રિસ્ટ સાથે સંયુક્ત રીતે આ જ સ્થાન પર છે, જેણે 2008માં 22 સિક્સર ફટકારી હતી.

આ પણ વાંચો – પંતનો આ શૉટ જોઈ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ દંગ રહી ગયા, જુઓ વીડિયો

ટેસ્ટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર

  • 34 સિક્સર – યશસ્વી જયસ્વાલ (2024)
  • 33 સિક્સર – બ્રેન્ડન મેક્કુલમ (2014)
  • 26 સિક્સર – બેન સ્ટોક્સ (2022)
  • 22 સિક્સર – એડમ ગિલક્રિસ્ટ (2005)
  • 22 સિક્સર – વિરેન્દ્ર સેહવાગ (2008)

પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસના અંતે ભારતે વિના વિકેટે 172 રન બનાવી લીધા છે. ભારતે 218 રનની લીડ મેળવી લીધી છે અને તેની 10 વિકેટો બાકી છે. દિવસના અંતે યશસ્વી જયસ્વાલ 90 અને કેએલ રાહુલ 62 રને રમતમાં છે.

Web Title: India vs australia test yashasvi jaiswal create history most sixes in calendar year in test ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×