scorecardresearch
Premium

મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડ વિવાદ પર ICC એ કરી કાર્યવાહી, બન્નેને આપી આવી સજા

IND vs AUS 2nd Test : એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચ દરમિયાન મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ પછી હવે આઇસીસીએ બંને ખેલાડીઓ પર એક્શન લેતા બંનેને સજા કરી છે

mohammad siraj, IND vs AUS 2nd Test
વિકેટની ઉજવણી કરતો મોહમ્મદ સિરાજ (Pics @mdsirajofficial)

IND vs AUS 2nd Test : એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ પછી હવે આઇસીસીએ બંને ખેલાડીઓ પર એક્શન લેતા બંનેને સજા કરી હતી.

સિરાજને મેચ ફી ના 20 ટકા દંડ

સિરાજ આઇસીસીની આચારસંહિતાની કલમ 2.5નો ભંગનો દોષિત સાબિત થયો અને તેને મેચ ફીની 20 ટકા રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઇસીસીને જાણ્યું કે સિરાજે એવી ભાષા કે બોડી લેંગ્વેજનો ઉપયોગ કર્યો હતો કે, જે કોઇ બેટ્સમેનને અપમાનિત કરે છે કે પછી કોઇ બેટ્સમેનના આઉટ થયા પછી તેની આક્રમક પ્રતિક્રિયાથી તેને ઉશ્કેરવાનું કામ કરે છે.

સિરાજ ઉપરાંત આઇસીસીએ ટ્રેવિસ હેડને પણ આઇસીસીની આચારસંહિતાની કલમ 2.13ના ભંગ બદલ દંડ ફટકાર્યો છે. આ આર્ટિકલ પ્રમાણે જો કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કોઈ ખેલાડી, સપોર્ટ કર્મચારી, અમ્પાયર કે મેચ રેફરી સાથે ગેરવર્તણૂંક કરે તો તેને સજા કરવામાં આવે છે. બંને ખેલાડીઓને બોલાચાલી માટે એક ડિમેરિટ પોઇન્ટ પણ આપવામાં આવ્યો હતો. જોકે હેડને આર્થિક દંડ કરવામાં આવ્યો નથી.

સિરાજ-હેડને મળ્યા એક-એક ડિમેરિટ પોઇન્ટ

સિરાજ અને હેડને એક-એક ડિમેરિટ પોઇન્ટ મળ્યો, જે 24 મહિનામાં તેમનો પ્રથમ અપરાધ હતો. બંને ખેલાડીઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને મેચ રેફરી રંજન મદુગલે દ્વારા સૂચિત પ્રતિબંધોને સ્વીકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એડીલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચમાં ભારે વિવાદ જોવા મળ્યો હતો, જેના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઉપર પણ અસર પડી હતી.

આ પણ વાંચો – ભારત માટે અનલકી રહી છે રોહિત શર્માની શ્રેણી વચ્ચે કેપ્ટનશિપ સંભાળવી, ઓસ્ટ્રેલિયા દરેક વખતે જીત્યું

હેડને આઉટ કર્યા પછી ઘટના બની હતી

આ ઘટના ત્યારે બની જ્યારે મોહમ્મદ સિરાજે 140 રનની ઈનિંગ રમ્યા બાદ ટ્રેવિસ હેડને આઉટ કર્યો હતો. હેડને આઉટ કર્યા પછી ભારતીય પેસરે ઓસ્ટ્રેલિયન સ્ટારને વિદાય આપવા માટે ડ્રેસિંગ રૂમ તરફ ઈશારો કર્યો હતો. હેડની વિકેટ પડ્યા પછી બંને વચ્ચે તકરાર થઈ હતી, પરંતુ ભારતની બીજી ઈનિંગ્સ દરમિયાન સિરાજ બેટિંગ કરવા આવ્યો ત્યારે બંને વચ્ચે મેદાન પર સમાધાન થઈ ગયું હતું.

પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 295 રનની થયેલા પરાજય પછી ઓસ્ટ્રેલિયાએ જોરદાર વાપસી કરતાં ડે-નાઈટ ટેસ્ટ 10 વિકેટે જીતી લીધી હતી. હેડે 141 બોલમાં 140 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Web Title: India vs australia 2nd test icc fined mohammad siraj and travis head ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×