scorecardresearch
Premium

એશિયા કપ 2025 : શ્રેયસ ઐયરને ટીમમાં કેમ ના મળ્યું સ્થાન, મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કર્યો ખુલાસો

Asia Cup 2025 India Team: એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને ભારતીય ટી-20 ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રેયસ ઐયર અને યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન મળ્યું નથી. આ બાબતે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કારણ જણાવ્યું છે

Shreyas Iyer, શ્રેયસ ઐયર
એશિયા કપની ટીમમાં શ્રેયસ ઐયરને સ્થાન મળ્યું નથી (તસવીર – શ્રેયસ ઐયર ટ્વિટર)

Asia Cup 2025 India Team: એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને ભારતીય ટી-20 ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ 9 સપ્ટેમ્બરથી યુએઈમાં યોજાનારા એશિયા કપ માટે ભારતની 15 સભ્યોની ટી-20 ટીમમાં સામેલ છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી નજીક હોવાથી ઓક્ટોબરમાં જસપ્રીત બુમરાહની ઉપલબ્ધતા અંગે કેટલીક શંકાઓ હતી પરંતુ પસંદગીકારોએ તેને પસંદ કરવાનો નિર્ણય લીધો હતો.

વર્લ્ડ કપ 2024 બાદ બુમરાહની આ પ્રથમ ટી-20 ટૂર્નામેન્ટ હશે

વર્લ્ડ કપ 2024 બાદ બુમરાહની આ પ્રથમ ટી-20 ટૂર્નામેન્ટ હશે. ડાબોડી રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે જિતેશ શર્મા બેકઅપ વિકેટકીપર બેટ્સમેન હશે. યશસ્વી જયસ્વાલ સહિત પાંચ ખેલાડીઓ સ્ટેન્ડબાય પર છે. એશિયા કપના ગ્રુપ-એ માં ભારતને પાકિસ્તાન, ઓમાન અને યુએઈ સાથે રાખવામાં આવ્યું છે.

મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે મુંબઈમાં ટીમની જાહેરાત બાદ પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું કે ઇંગ્લેન્ડમાં શુભમન ગિલનું ફોર્મ તેવું જ હતું જેવી અમને આશા હતી, પરંતુ તેણે તેનાથી વધુ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અગરકરે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે યશસ્વી જયસ્વાલને બહાર રહેવું પડ્યું, પરંતુ તેણે રાહ જોવી પડશે.

ઐયરને ટીમમાં સામેલ ન કરવા બદલ અગરકરે અફસોસ વ્યક્ત કર્યો

ટીમમાં અન્ય એક મહત્વનું નામ શ્રેયસ ઐયરનું નથી, જેણે આ વર્ષની શરૂઆતમાં આઇપીએલની ફાઇનલમાં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરતી વખતે શાનદાર ફોર્મ દર્શાવ્યું હતું. અગરકરે આ માટે ટી-20 ઘણી વધારે પ્રતિભાને જવાબદાર ગણાવ્યું છે. અજીત અગરકરનું કહેવું છે કે આ કારણે જ તેને ટીમમાં સામેલ કરવો મુશ્કેલ થઇ રહ્યો છે. અજીત અગરકરે આ માટે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો – ધોનીએ ડ્રોપ કર્યો ત્યારે સેહવાગે નિવૃત્તિનું મન બનાવી લીધું હતું, સચિન તેંડુલકરે આવી રીતે રોક્યો હતો

અજીત અગરકરે કહ્યું કે ફરીથી તેમાં તેનો કોઇ વાંક નથી, અમારો પણ વાંક નથી. મને જણાવો કે તે કોનું સ્થાન લઈ શકે છે? અમારી પાસે ટી-20 ટીમમાં કેટલાક સારા વિકલ્પ છે. કેટલીક વખત ટીમની પસંદગી કરવી સહેલી હોતી નથી, તે માથાનો દુખાવો બની જાય છે.

અગરકરે કહ્યું કે અભિષેક શર્માએ છેલ્લા એક વર્ષમાં જે કર્યું છે તેને જોતા અને સાથે એક બોલિંગનો વિકલ્પ પણ આપવો જરુરી છે, તે જોતા તેમાંથી એકને હંમેશાં બહાર બેસવાનું જ હતું. હાલ તો તેને તકની રાહ જોવી પડશે. આ દુર્ભાગ્યપૂર્ણ છે.

એશિયા કપ 2025 માટે ભારતની ટીમ

સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, રિકુ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.

Web Title: India asia cup 2025 squad announcement updates ajit agarkar on yashasvi jaiswal shreyas iyer exclusion ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×