India vs West Indies 2nd Test : વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડીઝ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 500મી મેચ રમી રહ્યો છે. કેરેબિયન ટીમ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં પ્રથમ દિવસના દિવસના અંત સુધીમાં વિરાટ કોહલીએ 87 રન બનાવી લીધા છે અને તે ક્રિઝ પર છે. કોહલીએ આ ઈનિંગ્સની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રન બનાવવાના મામલે મોટી સિદ્ધિ મેળવી છે અને જેક કાલિસ જેવા લિજન્ડને પાછળ રાખી દીધો છે. આ સિવાય 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં અડધી સદી ફટકારનારો દુનિયાનો સૌપ્રથમ ક્રિકેટર પણ બન્યો છે. આ મેચમાં કોહલીએ 97 બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી.
કોહલીનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જલવો
વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 87 રન બનાવીને અણનમ રહેલો વિરાટ કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં એક સ્થાનના સુધારા સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. તેણે દક્ષિણ આફ્રિકાના જેક કાલિસને પાછળ રાખી દીધો છે. જેક્સ કાલિસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,534 રન ફટકાર્યા હતા, જ્યારે કોહલીએ હવે 25,548 રન થઇ ગયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન સચિન તેંડુલકરના નામે છે, જ્યારે કુમાર સંગાકારા બીજા સ્થાને છે અને રિકી પોન્ટિંગ ત્રીજા નંબર પર છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 6 ક્રિકેટર
સચિન તેંડુલકર – 34357 રન
કુમાર સંગાકારા – 28016 રન
રિકી પોન્ટિંગ – 27483 રન
મહેલા જયવર્દને – 25957 રન
વિરાટ કોહલી – 25548 રન
જેક કાલિસ – 25534 રન
આ પણ વાંચો – કયા કારણોથી અર્શથી ફર્શ પર પહોંચી વેસ્ટ ઇન્ડીઝની ટીમ, Video માં જુઓ રોહિત શર્માએ શું કહ્યું
વિરાટ કોહલીએ 2000 રન પૂરા કર્યા
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિરાટ કોહલીએ પોતાના 2000 રન પૂરા કર્યા છે અને તે રોહિત શર્મા બાદ આવું કરનારો બીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. રોહિત શર્માએ પણ વિન્ડીઝ સામે રમાયેલી 80 રનની ઈનિંગ્સ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. તે પછી તરત જ કિંગ કોહલીએ પણ આ જ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
કોહલીએ પોન્ટિંગને પાછળ રાખી દીધો
વિરાટ કોહલી હવે ઘરની બહાર સૌથી વધુ રન બનાવવાના મામલે ચોથા સ્થાને આવી ગયો છે. બીજી ટેસ્ટના પ્રથમ દિવસે 87 રન બનાવ્યા બાદ કોહલીના હવે 14,376 રન થઇ ગયા છે. જ્યારે રિકી પોન્ટિંગના 14,366 રન હતા અને તે પાંચમા નંબરે પહોંચી ગયો છે.
ઘરની બહાર સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનારા ટોપ 5 ક્રિકેટર
20165 રન – સચિન તેંડુલકર
15973 રન – કુમાર સંગાકારા
15204 રન – રાહુલ દ્રવિડ
14376 રન – વિરાટ કોહલી
14366 રન – રિકી પોન્ટિંગ