scorecardresearch
Premium

Ind vs Eng 5th Test : પાંચમી ટેસ્ટ, બીજા દિવસે 15 વિકેટોનું પતન

ભારત વિ ઇંગ્લેન્ડ સ્કોર અપડેટ્સ, પાંચમી ટેસ્ટ : ભારતે બીજા દાવમાં 18 ઓવરમાં 2 વિકેટે 75 રન બનાવી લીધા છે. ભારતને 52 રનની લીડ મેળવી લીધી છે. આ પહેલા ભારતે પ્રથમ દાવમાં 224 અને ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 247 રન બનાવ્યા હતા

ભારત વિ ઇંગ્લેન્ડ લાઇવ ક્રિકેટ સ્કોર અપડેટ ગુજરાતીમાં, ભારત વિ ઇંગ્લેન્ડ લાઇવ ક્રિકેટ સ્કોર , Ind vs Eng 5th Test Live score update
India vs England Live Score Updates, 5th Test : ભારત વિ ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ બીજો દિવસ સ્કોર અપડેટ્સ

Ind vs Eng 5th Test, India vs England Score Updates : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટનો બીજો દિવસ બોલરોના નામે રહ્યો હતો. બીજા દિવસે કુલ 15 વિકેટોનું પતન થયું હતું. ભારતે બીજા દાવમાં બીજા દિવસના અંતે 18 ઓવરમાં 2 વિકેટે 75 રન બનાવી લીધા છે. ભારતને 52 રનની લીડ મેળવી લીધી છે અને 8 વિકેટો બાકી છે. દિવસના અંતે યશસ્વી જયસ્વાલ 51 અને આકાશદીપ 4 રને રમતમાં છે. આ પહેલા ભારતે પ્રથમ દાવમાં 224 અને ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 247 રન બનાવ્યા હતા.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કરુણ નાયર, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણા.

ઇંગ્લેન્ડ : ઝેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ (કેપ્ટન), ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠જેમી સ્મિથ, જેકોબ બેથેલ, ક્રિસ વોક્સ, ગસ એટકિંસન, જેમી ઓવરટન, જોશ ટંગ.

Live Updates
23:59 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : બીજા દિવસના અંતે ભારતને 52 રનની લીડ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટનો બીજો દિવસ બોલરોના નામે રહ્યો હતો. બીજા દિવસે કુલ 15 વિકેટોનું પતન થયું હતું. ભારતે બીજા દાવમાં બીજા દિવસના અંતે 18 ઓવરમાં 2 વિકેટે 75 રન બનાવી લીધા છે. ભારતને 52 રનની લીડ મેળવી લીધી છે અને 8 વિકેટો બાકી છે. દિવસના અંતે યશસ્વી જયસ્વાલ 51 અને આકાશદીપ 4 રને રમતમાં છે. આ પહેલા ભારતે પ્રથમ દાવમાં 224 અને ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 247 રન બનાવ્યા હતા.

23:47 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : જયસ્વાલે અડધી સદી ફટકારી

યશસ્વી જયસ્વાલે 44 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

23:46 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : સુદર્શન 11 રને આઉટ

સાંઇ સુદર્શન 29 બોલમાં 1 ફોર સાથે 11 રને ગસ એટકિંસનની ઓવરમાં એલબી આઉટ થયો. ભારતે 70 રને બીજી વિકેટ ગુમાવી.

23:17 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : કેએલ રાહુલ 7 રને આઉટ

કેએલ રાહુલ 28 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી જોશ ટંગની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 46 રને પ્રથમ વિકેટ ગુમાવી. ભારતે 11.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

22:21 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : ઇંગ્લેન્ડ 247 રનમાં ઓલઆઉટ

પાંચમી ટેસ્ટના પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડ 51.2 ઓવરમાં 247 રનમાં ઓલઆઉટ થયું છે. પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડને 23 રનની લીડ મળી છે. ભારત તરફથી સિરાજ અને કૃષ્ણાએ 4-4 વિકેટ ઝડપી હતી. જ્યારે આકાશદીપને 1 વિકેટ મળી હતી.

22:19 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : હેરી બ્રુક 53 રને આઉટ

હેરી બ્રુક 64 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 53 રન બનાવી સિરાજની ઓવરમાં બોલ્ડ થયો. ક્રિસ વોક્સ ઇજાને કારણે રમવા આવી શક્યો ન હતો.ચ

22:07 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : બ્રુકની અડધી સદી

હેરી બ્રુકે 57 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

21:37 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : વરસાદે મેચ અટકાવી

ઇંગ્લેન્ડે 48 ઓવરમાં 8 વિકેટે 242 રન બનાવી લીધા છે. હાલ વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી છે. હેરી બ્રુક 28 અને જોશ ટંગ 00 રને રમતમાં છે.

21:16 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : એટકિંસન આઉટ

ગટ એટકિંસન 16 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 235 રને આઠમી વિકેટ ગુમાવી.

21:00 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : ઓવરટોન આઉટ

જેમી ઓવરટોન 4 બોલમાં ખાતું ખોલાયા વિના પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં એલબી આઉટ થયો. ઇંગ્લેન્ડે 215 રને સાતમી વિકેટ ગુમાવી.

20:24 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : જેમી સ્મિથ આઉટ

જેમી સ્મિથ 22 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 215 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

20:11 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : જેકોબ બેથલ આઉટ

જેકોબ બેથલ 14 બોલમાં 1 ફોર સાથે 6 રને સિરાજની ઓવરમાં એલબી આઉટ થયો. ઇંગ્લેન્ડે 195 રને પાંચમી વિકેટ ગુમાવી.

19:55 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : રુટ 29 રને આઉટ

જો રુટ 45 બોલમાં 6 ફોર સાથે 29 રન બનાવી સિરાજની ઓવરમાં એલબી આઉટ થયો. ઇંગ્લેન્ડે 175 રને ચોથી વિકેટ ગુમાવી.

18:57 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : ક્રોલી 64 રને આઉટ

ઝેક ક્રોલી 57 બોલમાં 64 અને ઓલી પોપ 44 બોલમાં 22 રન બનાવી આઉટ થયા. ઇંગ્લેન્ડે 142 રને ત્રીજી વિકેટ ગુમાવી.

17:40 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : લંચ સમયે ઇંગ્લેન્ડના વિકેટે 109 રન

ઇંગ્લેન્ડે લંચ સમયે પ્રથમ દાવમાં 16 ઓવરમાં 1 વિકેટે 109 રન બનાવી લીધા છે. ઝેક ક્રોલી 52 અને ઓલી પોપ 12 રને રમતમાં છે. ક્રોલીએ શાનદાર બેટિંગ કરતા 42 બોલમાં 12 ફોર સાથે અડધી સદી ફટકારી હતી.

17:24 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : ડકેટ 43 રને આઉટ

બેન ડકેટ 38 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 43 રને આકાશદીપની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 92 રને પ્રથમ વિકેટ ગુમાવી.

16:16 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : ટીમ ઇન્ડિયા 224 રનમાં ઓલઆઉટ

પાંચમી ટેસ્ટમાં ભારત પ્રથમ દાવમાં 69.4 ઓવરમાં 224 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ભારત તરફથી કરુણ નાયરે સૌથી વધારે 57 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ગસ એટકિંસને 5 વિકેટ ઝડપી હતી. જોશ ટંગને 3 અને ક્રિસ વોક્સને 1 વિકેટ મળી હતી.

15:54 (IST) 1 Aug 2025
Ind vs Eng 5th Test Live Day 2 : કરુણ નાયર અને વોશિંગ્ટન સુંદર આઉટ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. દિવસની શરુઆતમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. કરુણ નાયર 109 બોલમાં 8 ફોર સાથે 57 રને અને વોશિંગ્ટન સુંદર 55 બોલમાં 3 ફોર સાથે 26 રને આઉટ થયો. ભારતે 220 રને આઠમી વિકેટ ગુમાવી.

Web Title: Ind vs eng live score 5th test day 2 india vs england live updates oval london tendulkar anderson trophy ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×