scorecardresearch

ભારત વિ ઇંગ્લેન્ડ શ્રેણીમાં બન્યા 7187 રન, 14 વખત 300નો આંકડો વટાવ્યો, જુઓ ખાસ ફેક્ટ્સ

Ind vs Eng 5th Test Highlights : ટેસ્ટ શ્રેણીમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમે મળીને કુલ મળીને 7187 રન બનાવ્યા છે. આ કોઇપણ ટેસ્ટ શ્રેણીમાં બીજા નંબરના સૌથી વધારે રન છે

Team India, ભારતીય ક્રિકેટ ટીમ
ભારતીય ટેસ્ટ ટીમ (તસવીર – બીસીસીઆઈ ટ્વિટર)

Ind vs Eng 5th Test Highlights : યશસ્વી જયસ્વાલની સદી પછી મોહમ્મદ સિરાજ (5 વિકેટ) અને પ્રસિદ્ધ ક્રિષ્નાની (4 વિકેટ) શાનદાર બોલિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં 6 રને રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતે જીતવા માટે આપેલા 374 રનના પડકાર સામે ઇંગ્લેન્ડ 367 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરી છે. આ શ્રેણીમાં ઘણા રેકોર્ડ્સ બન્યા છે. જેમાં કેટલાક ખાસ અહીં જણાવી રહ્યા છીએ.

ભારત વિ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી ખાસ ફેક્ટ્સ

  • ટેસ્ટ શ્રેણીમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમે મળીને કુલ મળીને 7187 રન બનાવ્યા છે. આ કોઇપણ ટેસ્ટ શ્રેણીમાં બીજા નંબરના સૌથી વધારે રન છે.
  • જ્યારે ભારતે ઘરની બહાર કોઇ ટેસ્ટ શ્રેણીની પાંચમી મેચ જીતી હોય તેવું પ્રથમ વખત બન્યું છે.
  • ઇંગ્લેન્ડે 2018માં ઘરેલું મેદાન પર 4-1થી જીત પછી (2 ભારત, 2 ડ્રો) ભારત સામે કોઇપણ ટેસ્ટ શ્રેણી જીતી નથી.
  • ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણીમાં 15 વખત ટીમોએ 300 કે તેનાથી વધારે રનનો આંકડો પાર કર્યો હતો.
  • ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં બન્ને ટીમના ખેલાડીઓએ 50 વખત અડધી સદીથી વધારે રન બનાવ્યા.
  • ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં બન્ને ટીમોના ખેલાડીઓ તરફથી કૂલ 21 સદી ફટકારી.
  • ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં બન્ને ટીમો તરફથી સર્વાધિક 19 સદીની ભાગીદારી નોંધાઇ.
  • ભારત અને ઇંગ્લેન્ડના 8 બેટ્સમેનોએ (શુભમન ગિલ, જો રુટ, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, હેરી બ્રુક, ઋષભ પંત, બેન ડકેટ, જેમી સ્મિથ, યશસ્વી જયસ્વાલે) શ્રેણીમાં 400થી વધારે રન બનાવ્યા.

આ પણ વાંચો – ઐતિહાસિક જીત બાદ મેચના હીરો મોહમ્મદ સિરાજે કહી આવી વાત, તમને પણ મળશે પ્રેરણા

  • શુભમન ગિલે 5 ટેસ્ટની 10 ઇનિંગ્સમાં 75.40ની એવરેજથી 754 રન બનાવ્યા. જેમાં 4 સદી ફટકારી હતી.
  • જો રુટે 5 ટેસ્ટની 9 ઇનિંગ્સમાં 67.12ની એવરેજથી 537 રન બનાવ્યા. જેમાં 3 સદી ફટકારી છે.

ઇંગ્લેન્ડમાં એક ટેસ્ટ શ્રેણીમાં ભારત તરફથી સર્વાધિક વિકેટ

  • 23 વિકેટ – જસપ્રીત બુમરાહ, 2021-22
  • 23 વિકેટ – મોહમ્મદ સિરાજ – 2025
  • 19 વિકેટ – ભુવનેશ્વર કુમાર – 2014

ઇંગ્લેન્ડના સૌથી લોએસ્ટ પરાજય (રન પ્રમાણે)

  • 1 રન – વિ ન્યૂઝીલેન્ડ, 2023
  • 3 રન – વિ ઓસ્ટ્રેલિયા, 1902
  • 6 રન – વિ ઓસ્ટ્રેલિયા, 1885
  • 6 રન – વિ ભારત, 2025

Web Title: Ind vs eng 5th test highlights 7187 runs 21 centuries and multiple records history ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×