scorecardresearch
Premium

હેરી બ્રુકે ભારત સામે આટલા બોલમાં સદી ફટકારી, રોહિત અને ગિલની બરાબરી કરી

ભારતીય ટીમે પાંચમી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે અત્યાર સુધીમાં ત્રણ વિકેટ ગુમાવીને 287 રન બનાવ્યા છે. હેરી બ્રુકે શાનદાર બેટિંગ પ્રદર્શન બતાવ્યું છે અને ભારતીય બોલરોને હંફાવી દીધા છે.

fastest century against india
હેરી બ્રુકે શાનદાર બેટિંગ પ્રદર્શન બતાવ્યું છે અને ભારતીય બોલરોને હંફાવી દીધા છે. (તસવીર :X)

Harry Brook Century: ભારતીય ટીમે પાંચમી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે અત્યાર સુધીમાં ત્રણ વિકેટ ગુમાવીને 287 રન બનાવ્યા છે. હેરી બ્રુકે શાનદાર બેટિંગ પ્રદર્શન બતાવ્યું છે અને ભારતીય બોલરોને હંફાવી દીધા છે. તેની ઇનિંગ્સને કારણે ઇંગ્લેન્ડની ટીમ ડ્રાઇવિંગ સીટ પર પહોંચી ગઈ છે.

બ્રુકે માત્ર 91 બોલમાં સદી ફટકારી

હેરી બ્રુકે ભારત સામે પાંચમી ટેસ્ટ મેચમાં માત્ર 91 બોલમાં ઝડપી ગતિએ રન બનાવીને સદી ફટકારી છે. આ સાથે તે ઇંગ્લેન્ડ માટે ભારત સામે ટેસ્ટ સદી ફટકારનાર ત્રીજો સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. તેના આગળ જેમી સ્મિથ (80 બોલ) અને બેન ડકેટ (88 બોલ) છે.

રોહિત અને ગિલની બરાબરી કરી

હેરી બ્રુકે પાંચમી ટેસ્ટ મેચમાં 98 બોલમાં 111 રન બનાવ્યા, જેમાં તેના બેટમાંથી 14 ચોગ્ગા અને બે સિક્સર નીકળી છે. તેની વિકેટ આકાશ દીપ દ્વારા લેવામાં આવી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બ્રુકની આ 9મી સદી છે. આ સાથે તેણે રોહિત શર્મા અને શુભમન ગિલની બરાબરી કરી લીધી છે. આ બંને ખેલાડીઓએ WTC માં પણ 9-9 સદી ફટકારી છે.

આ પણ વાંચો: અમદાવાદનો કારગિલ પેટ્રોલ પંપ કેવી રીતે બની ગયો ઐતિહાસિક

ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી છે

હેરી બ્રુકે 2022 માં ઇંગ્લેન્ડ ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ઇંગ્લેન્ડના બેટિંગ ક્રમમાં એક મહત્વપૂર્ણ કડી રહ્યો છે. તેણે અત્યાર સુધી 30 ટેસ્ટ મેચોમાં કુલ 2820 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 13 અડધી સદી તેના બેટમાંથી આવી છે. તેણે ટેસ્ટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 331 રન રહ્યો છે.

હેરી બ્રુક ઉપરાંત બેન ડકેટ મેચમાં 54 રન અને જો રૂટ 98 રન સાથે ક્રીઝ પર હાજર છે. ઇંગ્લેન્ડની ટીમે અત્યાર સુધી ચાર વિકેટ ગુમાવીને 317 રન બનાવ્યા છે. રૂટ અને જેકબ બેથેલ ક્રીઝ પર હાજર છે. ઇંગ્લેન્ડને અહીંથી જીતવા માટે 43 રનની જરૂર છે અને તેની 5 વિકેટ બાકી છે.

Web Title: Ind vs eng 5th test harry brook scored century in 91 balls against india rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×