scorecardresearch
Premium

ભારત વિ ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ, નીતિશ રેડ્ડીના બદલે કોને મળશે તક, જાણો ભારતની પ્લેઇંગ ઇલેવન

ભારતની પ્લેઇંગ ઇલેવન વિ ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ: : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 23 જુલાઇથી માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટનો પ્રારંભ થશે. ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે

Ind vs Eng 4th test, ભારત વિ ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ, ચોથી ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ ઇલેવન ગુજરાતીમાં
India's Playing XI for Manchester Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ માન્ચેસ્ટરમાં રમાશે (તસવીર – બીસીસીઆઈ)

India’s Playing XI for Manchester Test : ઈંગ્લેન્ડ સામેની માન્ચેસ્ટર ટેસ્ટના બે દિવસ અગાઉ ફરજીયાત પ્રેક્ટિસ સેશનના પ્રારંભે જ ભારતના પ્લેઈંગ 11 ઇલેવનની ઝલક જોવા મળી હતી. ભારત માટે સૌથી સારા સમાચાર એ છે કે ઋષભ પંત વિકેટ કીપિંગ કરતો જોવા મળ્યો હતો. આંગળીની ઈજામાંથી તે સાજો થઈ ગયો છે. વિકેટકીપિંગ પછી તેણે બેટિંગ પ્રેક્ટિસ પણ કરી હતી. પંતના ફિટ થવાનો મતલબ એ છે કે ધ્રુવ જુરેલને માન્ચેસ્ટર ટેસ્ટમાં બેન્ચ પર બેસવું પડશે.

પ્રેક્ટિસ સેશન દરમિયાન સ્લિપ કોર્ડન જોઈને લાગી રહ્યું હતું કે નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને સાઈ સુદર્શન પ્લેઈંગ 11માં પાછો ફરશે. માન્ચેસ્ટર ટેસ્ટની પ્લેઈંગ 11ની તસવીર લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. ભારતીય ટીમ પ્લેઇંગ ઇલેવનમાં 2 ફેરફાર કરી શકે છે. નીતિશ રેડ્ડીના સ્થાને સાંઈ સુદર્શન અને આકાશદીપના સ્થાને અંશુલ કંબોજ અથવા પ્રસિદ્ધ કૃષ્ણા રમી શકે છે.

આકાશદીપે ફિટનેસ ટેસ્ટ આપ્યો

પ્રેક્ટિસ સેશન દરમિયાન આકાશદીપે ફિટનેસ ટેસ્ટ પણ આપ્યો હતો, પરંતુ હાલ તેનો રિપોર્ટ સામે આવ્યો નથી. તેને કમરની સમસ્યા છે. જસપ્રીત બુમરાહ માન્ચેસ્ટર ટેસ્ટ રમવા માટે તૈયાર છે. એટલે કે તે ઓવલ ટેસ્ટ નહીં રમે. આવી સ્થિતિમાં આકાશદીપને આ મેચમાં આરામ આપવામાં આવી શકે છે જેથી તે છેલ્લી ટેસ્ટ રમવા માટે ફિટ થઈ જાય.

આ પણ વાંચો – શુભમન ગિલ અને સારા તેંડુલકરનો વધુ એક વીડિયો વાયરલ, ઇન્ટરનેટ પર છવાઇ ગયો, જુઓ Video

સાઈ સુદર્શનની કેમ થઇ શકે છે વાપસી

સાંઇ સુદર્શન ટીમમાં આવવાના કારણે કરુણ નાયર ફરી એકવાર 6 નંબર પર રમતો જોવા મળી શકે છે, જ્યાં તે પ્રથમ ટેસ્ટમાં રમ્યો હતો. ગૌતમ ગંભીરને ભારતના કોચ બન્યાને એક વર્ષ થઈ ગયું છે. આ સમય દરમિયાન ભારતીય ટીમે બેટિંગમાં ઉંડાણ પર ઘણું ધ્યાન આપ્યું છે. આ કારણે છેલ્લી 2 ટેસ્ટમાં 3 ઓલરાઉન્ડર રમી ચૂક્યા છે. હવે નીતીશ રેડ્ડીની ઈજા બાદ સુદર્શન પ્લેઈંગ 11માં પાછા ફરશે તો નંબર 8 સુધી બેટિંગ જોવા મળી શકે છે.

માન્ચેસ્ટર ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઇંગ 11

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા/અંશુલ કંબોજ.

Web Title: Ind vs eng 4th test india probable playing 11 nitish kumar reddy sai sudharshan ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×