scorecardresearch
Premium

બર્મિંગહામમાં યશસ્વી જયસ્વાલ સદી ચુક્યો, પણ તોડી નાખ્યો 51 વર્ષ જૂનો રેકોર્ડ

Yashasvi Jaiswal Record : ભારતના ઓપનર યશસ્વી જયસ્વાલે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર બેટિંગ કરતા 87 રન બનાવ્યા. તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો

Yashasvi Jaiswal, યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલે બર્મિંગહામમાં 107 બોલમાં 87 રન ફટકાર્યા હતા (તસવીર – બીસીસીઆઈ ટ્વિટર)

Yashasvi Jaiswal record : ભારતના ઓપનર યશસ્વી જયસ્વાલે બુધવારે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ તે સદીથી ચૂકી ગયો હતો. લીડ્ઝ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનારા ડાબોડી ઓપનરે બર્મિંગહામમાં 107 બોલમાં 87 રન ફટકાર્યા હતા. લંચ બાદ બેન સ્ટોક્સે યશસ્વીને વિકેટની પાછળ જેમી સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

યશસ્વી જયસ્વાલ સદી ચૂકી ગયો હતો પરંતુ તેણે 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. બર્મિંગહામમાં જયસ્વાલ ભારતીય ઓપનર તરીકે હાઈએસ્ટ સ્કોર બનાવનાર પ્લેયર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સુધીર નાયકના નામે હતો. તેમણે 1974માં 77 રન બનાવ્યા હતા. જયસ્વાલ આ મેદાન પર અડધી સદી ફટકારનારો ભારતનો 5મો ઓપનર બન્યો હતો. આ સાથે તે લેજન્ડ સુનિલ ગાવસ્કર અને ચેતેશ્વર પુજારાની કલબમાં જોડાયો છે.

ગાવસ્કરની 3 અડધી સદી

યશસ્વી જયસ્વાલ પહેલા બર્મિંગહામમાં ભારત તરફથી ઓપનિંગ કરતા સુધીર નાયક, સુનીલ ગાવસ્કર, ચેતેશ્વર પુજારા અને ચેતન ચૌહાણે અડધી સદી ફટકારી છે. ગાવસ્કરે સૌથી વધુ 3 અડધી સદી ફટકારી છે. બાકીના તમામ બેટ્સમેનોએ 1-1 અડધી સદી ફટકારી છે. જ્યારે સુધીર નાયકના 77 રન સિવાય ગાવસ્કરના 68, પુજારાના 66, ચેતન ચૌહાણના 56 રન હાઈએસ્ટ સ્કોર છે. ભારતના કોચ ગૌતમ ગંભીરે 2022માં 38 રન ફટકાર્યા હતા.

આ પણ વાંચો – ભારત વિ ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટ લાઇવ સ્કોર

જયસ્વાલે ફોર સાથે પોતાની અડધી સદી પૂરી કરી

યશસ્વી જયસ્વાલે 22મી ઓવરમાં સતત ત્રણ ફોર સાથે અડધી સદી પુરી કરી હતી. જોશ ટંગની ઓવરમાં બીજો ચોગ્ગો ફટકારતાં તેની અડધી સદી પુરી થઈ હતી. આ માટે તેણે 59 બોલ લીધા હતા. તેણે 10 ફોરની મદદથી અડધી સદી પૂરી કરી હતી. પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેણે 101 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં તે 4 રન બનાવી આઉટ થયો હતો.

Web Title: Ind vs eng 2nd test yashasvi jaiswal breaks 51 year old record indian opener highest score in birmingham ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×