scorecardresearch
Premium

ભારત વિ ઇંગ્લેન્ડ : શુભમન ગિલની બેવડી સદી, રચ્યો ઇતિહાસ, તોડી નાખ્યા ઘણા રેકોર્ડ

Shubman Gill Double Century : શુભમન ગિલ ઈંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારનારો સૌપ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. અગાઉ કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડમાં ભારત તરફથી સૌથી વધુ સ્કોર મોહમ્મદ અઝહરુદ્દીનનો હતો

shubman gill double century, shubman gill, શુભમન ગિલ
શુભમન ગિલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચી દીધો છે (તસવીર – બીસીસીઆઈ ટ્વિટર)

Ind vs Eng 2nd Test, Shubman Gill Double Century Record : શુભમન ગિલે ભારતના ટેસ્ટ કેપ્ટન તરીકે શુભ શરૂઆત કરી છે. લીડ્ઝમાં કેપ્ટન તરીકે પ્રથમ ઈનિંગમાં સદી ફટકાર્યા બાદ તેણે ઈંગ્લેન્ડ સામે બર્મિંગહામમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ગુરુવારે બેવડી સદી ફટકારી છે. 25 વર્ષીય શુભમને કેપ્ટન તરીકે ત્રીજી ઈનિંગમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે.

શુભમન ઈંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો

શુભમન ગિલ ઈંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારનારો સૌપ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. અગાઉ કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડમાં ભારત તરફથી સૌથી વધુ સ્કોર મોહમ્મદ અઝહરુદ્દીનનો હતો. અઝહરે 1990માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે 179 રન ફટકાર્યા હતા. ગિલ લેજન્ડ સુનિલ ગાવસ્કર અને રાહુલ દ્રવિડની ક્લબમાં સામેલ થઈ ગયો છે. તે ભારત તરફથી ઈંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારનારો ત્રીજો ખેલાડી બન્યો હતો.

23 વર્ષના દુષ્કાળનો અંત

ગિલ પહેલા સુનિલ ગાવસ્કરે 1979માં અને રાહુલ દ્રવિડે 2002માં ઇંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. એટલે કે 23 વર્ષ બાદ ભારતીય ખેલાડીએ ઈંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારી છે. દ્રવિડે 2002માં 217 રન બનાવ્યા હતા. 1979માં ગાવસ્કરે 221 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ગિલની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ બેવડી સદી છે.

ગિલે 311 બોલમાં બેવડી સદી પૂરી કરી

શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ઇનિંગમાં 311 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. પોતાની ઈનિંગ દરમિયાન ગિલે 2 શાનદાર સિક્સર તેમજ 21 ચોગ્ગા ફટકાર્યા હતા. ગિલની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની આ સૌપ્રથમ બેવડી સદી છે.

આ પણ વાંચો – ભારત વિ ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટ લાઇવ સ્કોર

શુભમન ગિલે તેંડુલકર-કોહલીને પાછળ છોડ્યા

શુભમન ગિલ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન તરીકે બેવડી સદી ફટકારનારો બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરને પાછળ રાખી દીધા છે. ગિલે 25 વર્ષ અને 298 દિવસની ઉંમરે કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી પુરી કરી હતી અને તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો બીજો સૌથી યુવા કેપ્ટન બન્યો છે.

ગિલે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા હતા. તેંડુલકરે 1999માં ન્યૂઝીલેન્ડ સામે કેપ્ટન તરીકે ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી ત્યારે તેમની ઉંમર 26 વર્ષ અને 189 દિવસ હતી. જ્યારે વિરાટ કોહલીએ 27 વર્ષ અને 260 દિવસની ઉંમરે 2016માં વિન્ડિઝ સામે આ સિદ્ધિ મેળવી હતી.

ભારતીય કેપ્ટન તરીકે ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી

  • 23 વર્ષ 39 દિવસ – એમકે પટૌડી વિ ઇંગ્લેન્ડ, દિલ્હી, 1964
  • 25 વર્ષ 298 દિવસ – શુભમન ગિલ વિ ઇંગ્લેન્ડ, એજબેસ્ટન, 2025
  • 26 વર્ષ 189 દિવસ – સચિન તેંડુલકર વિ ન્યૂઝીલેન્ડ, અમદાવાદ, 1999
  • 27 વર્ષ 260 દિવસ – વિરાટ કોહલી વિ વેસ્ટ ઇન્ડીઝ, નોર્થ સાઉન્ડ, 2016

ભારતીય કેપ્ટનોની ટેસ્ટમાં બેવડી સદી

  • વિરાટ કોહલી – 7
  • મંસૂર અલી ખાન પટૌડી – 1
  • સુનીલ ગાવસ્કર – 1
  • સચિન તેંડુલકર – 1
  • એમએસ ધોની – 1
  • શુભમન ગિલ – 1

Web Title: Ind vs eng 2nd test shubman gill double century record joins sunil gavaskar rahul dravid club ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×