scorecardresearch
Premium

જેમી સ્મિથ અને હેરી બ્રૂક ભારતીય બોલરોને ભારે પડ્યા, ફોલોઓન વચ્ચે દિવાલ બન્યા

Jamie Smith Century : ભારત વિ ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટ, ઇંગ્લેન્ડના વિકેટકિપર જેમી સ્મિથ અને હેરી બ્રૂક મેચના ત્રીજા દિવસે ભારતીય બોલરો પર ભારે પડ્યા. જેમી સ્મિથે આક્રમક સદી ફટકારી

Jamie smith, India vs England 2nd Test
બીજી ટેસ્ટમાં જેમી સ્મિથે ભારત સામે 80 બોલમા સદી ફટકારી (તસવીર – @ICC)

Jamie Smith Century : ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચેની 2જી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના વિકેટકિપર જેમી સ્મિથ અને હેરી બ્રૂક મેચના ત્રીજા દિવસે ભારતીય બોલરો પર ભારે પડ્યા. જેમી સ્મિથ અને બ્રૂક બંને જાણે વન ડે મેચ રમી રહ્યા હોય એ રીતે ઘૂંઆધાર બેટીંગ કરતા જોવા મળ્યા. સ્મિથ 82 બોલમાં 102 રન સાથે અને બ્રૂક 127 બોલમાં 91 રન સાથે રમતમાં છે. લંચ સમય સુધી ઇંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટ ગુમાવી 249 રન છે.

પ્રથમ ટેસ્ટમાં ભારતને હરાવી ઇંગ્લેન્ડ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0 થી આગળ છે. બીજી ટેસ્ટ જીતવાના ઇરાદા સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરી છે અને પ્રથમ ઇનિંગમાં 587 રનનો વિશાળ સ્કોર ખડો કર્યો છે. ઇંગ્લેન્ડની શરુઆત નબળી રહી હતી અને બીજા દિવસના અંતમાં ઇંગ્લેન્ડનો સ્કોર 77 રનમાં 3 વિકેટ હતી.

આ પણ વાંચો – શુભમન ગિલની બેવડી સદી, રચ્યો ઇતિહાસ, તોડી નાખ્યા ઘણા રેકોર્ડ

ત્રીજા દિવસની રમત શરુ થતાં ઇંગ્લેન્ડની વધુ 2 વિકેટ સસ્તામાં પડી જતાં ઇંગ્લેન્ડ પર ફોલોઅનનું સંકટ ઉભું થયું હતું અને ટીમ ઇન્ડિયા જીત તરફ આગળ વધી હતી. જોકે જેમી સ્મિથ અને હેરી બ્રૂક મેદાનમાં ભારતીય બોલરોને ભારે પડ્યા. જેમ સ્મિથે 80 બોલમાં સદી ફટકારી અને બ્રૂક પણ સદી તરફ આગળ વધી રહ્યો છે.

ટીમ ઇન્ડિયા 587 રનમાં ઓલઆઉટ

ભારતીય ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 151 ઓવરમાં 587 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી શુભમન ગિલે સૌથી વધારે 259 રન બનાવ્યા હતા. આ સિવાય રવિન્દ્ર જાડેજાએ 89 અને યશસ્વી જયસ્વાલે 87 રન બનાવ્યા હતા.

Web Title: Ind vs eng 2nd test jamie smith century harry brook fast bating ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×