scorecardresearch
Premium

યશસ્વી જયસ્વાલ એશિયા બહાર ભારતનો સૌથી વિશ્વાસપાત્ર પ્લેયર બન્યો, હવે ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી

Yashasvi Jaiswal Century : યશસ્વી જયસ્વાલના 159 બોલમાં 16 ફોર અને 1 સિક્સર સાથે 101 રન. તે હેંડિગ્લેના લીડ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો

Yashasvi Jaiswal, IND vs ENG 1st Test, યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી (તસવીર – બીસીસીઆઈ ટ્વિટર)

Yashasvi Jaiswal Century : ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં પ્રભુત્વસભર દેખાવ કરીને પ્રવાસનો પ્રારંભ કરશે તેવી કોઈને આશા ન હતી. જોકે શુક્રવારે (20 જૂન) લીડ્ઝ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય બેટ્સમેનોએ ઈંગ્લેન્ડના બોલરોની ધોલાઇ કરી હતી. ભારતની ધમાકેદાર શરુઆતનો પાયો ઓપનર યશસ્વી જયસ્વાલે નાખ્યો હતા. જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી હતી.

વેસ્ટ ઇન્ડીઝમાં ડેબ્યૂ કર્યા બાદ જયસ્વાલ એશિયા બહાર ભારતના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા બાદ ઇંગ્લેન્ડમાં પણ પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારી છે. તે ઇંગ્લેન્ડમાં પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનારો 5મો ભારતીય બેટ્સમેન બન્યો હતો.

યશસ્વી જયસ્વાલે 144 બોલમાં સદી ફટકારી

યશસ્વી જયસ્વાલે 144 બોલમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની સદી પુરી કરી હતી. જોકે તે સદી બાદ વધારી ટકી શક્યો ન હતો અને 101 રને સ્ટોક્સની ઓવરમાં બોલ્ડ થયો હતો. જયસ્વાલ અને શુભમન ગિલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 129 રનની ભાગીદારી નોંધાઇ હતી. યશસ્વીએ કેએલ રાહુલ સાથે પ્રથમ વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી.

આ પણ વાંચો – ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ લાઇવ સ્કોર

યશસ્વી જયસ્વાલનું એશિયા બહાર જોરદાર પ્રદર્શન

યશસ્વી જયસ્વાલે 2023માં વેસ્ટ ઈન્ડિઝમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે વિન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં 177 રન ફટકાર્યા હતા. તેણે દક્ષિણ આફ્રિકામાં તેની પ્રથમ ટેસ્ટમાં 17 અને 5 રન બનાવ્યા હતા. ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટમાં તેણે 80 અને 15 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં તેણે 0 અને 161 રન બનાવ્યા હતા. આ પછી તેણે ઈંગ્લેન્ડમાં પ્રથમ ઈનિંગમાં જ સદી ફટકારી હતી. આ સિવાય તે હેંડિગ્લેના લીડ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો છે.

Web Title: Ind vs eng 1st test yashasvi jaiswal maiden test century in england ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×