scorecardresearch
Premium

વિરાટ કોહલી વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બીજો ક્રિકેટર બન્યો, પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો

World Cup 2023 Final : વિરાટ કોહલીએ 63 બોલમાં 4 ફોર સાથે 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીએ રિકી પોન્ટિંગનો મોટો રેકોર્ડ તોડ્યો

virat kohli record | virat kohli | Ind vs Aus | World Cup 2023 Final
વર્લ્ડ કપની ફાઇનલમાં વિરાટ કોહલીએ 63 બોલમાં 4 ફોર સાથે 54 રન બનાવ્યા (તસવીર – બીસીસીઆઈ)

Ind vs Aus World Cup 2023 Final: વન-ડે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે 81 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વિરાટ કોહલીએ અડધી સદી ફટકારીને બાજી સંભાળી હતી. વિરાટે 63 બોલમાં 4 ફોર સાથે 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીએ રિકી પોન્ટિંગનો મોટો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલી સેમિ ફાઈનલ મેચ દરમિયાન વન ડે વર્લ્ડકપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો.

વિરાટ કોહલીએ રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો

વન-ડે વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં રિકી પોન્ટિંગ બીજા ક્રમે હતો. પરંતુ કોહલીએ હવે તેને પાછળ રાખી દીધો છે. વન ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં હવે કોહલી બીજા ક્રમે આવી ગયો છે. પોન્ટિંગ હવે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે.

વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે નોંધાયેલો છે. તેણે 2278 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 1762 રન (સમાચાર લખતા સમયે) આ યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે. જ્યારે રિકી પોન્ટિંગ 1743 રન સાથે ત્રીજા ક્રમે છે. આ લિસ્ટમાં રોહિત શર્મા 1575 રન સાથે ચોથા નંબર પર છે જ્યારે કુમાર સંગાકારા 1532 રન સાથે પાંચમાં નંબર પર છે.

વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન

2278 રન – સચિન તેંડુલકર
1762 રન – વિરાટ કોહલી (સમાચાર લખતા સમયે)
1743 રન – રિકી પોન્ટિંગ
1575 રન – રોહિત શર્મા
1532 રન – કુમાર સંગાકારા
1520 રન – ડેવિડ વોર્નર

Web Title: Ind vs aus world cup 2023 final virat kohli 2nd highest scorer in odi wc broke ricky ponting record ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×