scorecardresearch
Premium

અમ્પાયરે કેમ રવિન્દ્ર જાડેજાને બોલિંગ કરતા અટકાવ્યો? આંગળીમાંથી લોહી નીકળ્યું છતા…

Ravindra jadeja: રવિન્દ્ર જાડેજા ફરીથી પોતાના હાથમાં ટેપિંગ સાથે બોલિંગ કરતો નજર પડ્યો હતો. પરંતુ આ કેવો નિયમ છે? આવો તેના વિશે જાણીએ.

champions trophy live score, Ravindra jadeja, ind vs Aus
ટેપિંગ હટાવ્યા બાદ જાડેજાના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. (તસવીર: સોશિયલ મીડિયા વીડિયોૉ ગ્રેબ)

ind vs Aus: ભારતીય ક્રિકેટ ટીમનો સામનો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પ્રથમ સેમી ફાઈનલમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ ટોસ હાર્યા બાદ પ્રથમ બોલિંગ કરી રહી છે. આવામાં ટીમ ઈન્ડિયાના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બોલિંગ કરવા માટે આવ્યો તો તેના હાથમાં ટેપ લાગેલી હતી. તેના બોલિંગ હેન્ડ પર ટેપ લાગેલી હતી. પરંતુ અમ્પાયરે જાડેજાને આ પ્રકારે બોલિંગ કરવાથી રોક્યો. કારણ કે નિયમો અનુસાર, બોલર હાથમાં પટ્ટી લગાવીને બોલિગ કરી શકે નહીં.

આઈસીસીના નિયમો અનુસાર, બોલરને સામાન્ય રીતે આંગળીઓમાં પટ્ટી લગાવીને બોલિંગ કરવાની પરમિશન નથી. આવું એટલા માટે કારણ કે માનવામાં આવે છે કે આથી બોલરને બોલ પર પર સારી પકડનો લાભ મળી શકે છે, જેથી હવામાં બોલને ગતિ અને વ્યવહાર પર ઘણી અસર થઈ શકે છે.

જોકે ટેપિંગ હટાવ્યા બાદ જાડેજાના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આવામાં જાડેજા ફરીથી પોતાના હાથમાં ટેપિંહ સાથે બોલિંગ કરતો નજર પડ્યો હતો. પરંતુ આ કેવો નિયમ છે? આવો તેના વિશે જાણીએ.

જાડેજાને ટેપથી બોલિંગ કરવાની પરવાનગી કેવી રીતે મળી?

નિયમ 28.1 મુજબ, ‘હાથ અથવા આંગળીઓનું રક્ષણ ફક્ત અમ્પાયરોની સંમતિથી જ પહેરી શકાય છે.’ જોકે, ઇજાઓથી બચવા અથવા હાલની ઇજાઓને સુરક્ષિત રાખવા માટે ફિલ્ડરો પોતાના હાથ પર ટેપ લગાવતા જોવા મળે છે. બોલિંગ હાથ પર કોઈપણ ટેપ લગાવવા અંગે ICC ખૂબ જ કડક છે. સામાન્ય રીતે બોલરોને હાથ, આંગળીઓ કે કાંડા પર ટેપ કે કવરિંગ લગાવીને બોલિંગ કરવાની મંજૂરી નથી.

ઓસ્ટ્રેલિયા સામે રવિન્દ્ર જાડેજા જોશમાં

ઓસ્ટ્રેલિયા સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં 36 વર્ષીય રવિન્દ્ર જાડેજા પોતાની બોલિંગથી જોરદાર બોલિંગ કરી રહ્યો છે. તેણે સેટ બેટ્સમેન માર્નસ લાબુશેનને 29 રનમાં આઉટ કર્યો. આ પછી જાડેજાએ ફોર્મમાં ચાલી રહેલા જોશ ઇંગ્લિસનો પણ શિકાર કર્યો. જાડેજા હવે ભારત માટે ફક્ત વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં જ રમે છે. તેણે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે 2024 ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ નિવૃત્તિ લીધી હતી.

Web Title: Ind vs aus why did the umpire stop ravindra jadeja from bowling rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×