scorecardresearch
Premium

IND vs AUS WC 2023 Final: વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માએ બનાવ્યો રેકોર્ડ, ક્રિસ ગેલ અને કેન વિલિયમસનને પાછળ છોડ્યા

IND vs AUS World Cup 2023 Final Live Update : રોહિત શર્માએ પોતાની ઇનિંગ દરમિયાન 3 શાનદાર સિક્સર ફટકારી છે અને હવે તે વનડે ફોર્મેટમાં કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે

Rohit Sharma | Rohit Sharma Records | World Cup 2023 Final | Indian Cricketer | indian cricket team captain | team india captain
રોહિત શર્મા ભારતની ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. (Photo – @ImRo45)

Ind vs Aus World Cup 2023 Final Rohit Sharma Records: વનડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર મોટી ઇનિંગ રમવાનું ચૂકી ગયો. તેણે ઓસ્ટ્રેલિય ક્રિકેટ ટીમ સામે સારી શરૂઆત કરી હતી અને શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ તે ગ્લેન મેક્સવેલની બોલ પર સિક્સર ફટકારવાના પ્રયાસમાં આઉટ થયો હતો અને ટ્રેવિસ હેડના હાથે કેચ આઉટ થયો હતો. હેડે રોહિત શર્માનો અસાધારણ કેચ લીધો જે ખૂબ જ અદભૂત હતો. ફાઈનલ મેચમાં રોહિત શર્માએ 31 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 47 રનની ઈનિંગ રમી હતી, પરંતુ પોતાની ઈનિંગ દરમિયાન તેણે ક્રિસ ગેલ અને કેન વિલિયમસનનો મોટો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

રોહિત શર્માએ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો (Rohit Sharma Records)

રોહિત શર્માએ પોતાની ઇનિંગ દરમિયાન 3 શાનદાર સિક્સર ફટકારી છે અને હવે તે વનડે ફોર્મેટમાં કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ વન-ડેમાં એક ટીમ સામે સૌથી વધુ સિક્સર મારવામાં ક્રિસ ગેલને પાછળ છોડી દીધો. ક્રિસ ગેલે ઈંગ્લેન્ડ સામેની ODIમાં કુલ 85 સિક્સર ફટકારી હતી અને આ ફોર્મેટમાં રોહિત પહેલા સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન હતો, પરંતુ રોહિત શર્માએ હવે ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં 87 સિક્સર ફટકારી છે અને તેનાથી આગળ નીકળી ગયો છે.

રોહિત શર્માએ કેન વિલિયમસનનો રેકોર્ડ તોડ્યો હતો

આ મેચમાં રોહિત શર્માએ 47 રન બનાવ્યા હતા, પરંતુ આ ઇનિંગમાં 29 રન બનાવતાની સાથે જ તેણે કેન વિલિયમસનને પાછળ છોડી દીધો હતો. રોહિત શર્મા હવે વનડે વર્લ્ડ કપની એક સિઝનમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ સિઝનમાં રોહિત શર્માએ 597 રન બનાવ્યા છે, જે એક કેપ્ટન તરીકે વર્લ્ડ કપની કોઈપણ સિઝનમાં સૌથી વધુ રન છે. રોહિત શર્મા પહેલા આ રેકોર્ડ કેન વિલિયમસનના નામે હતો જેણે 2019 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે 578 રન બનાવ્યા હતા.

વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટ

597 રન – રોહિત શર્મા (2023)
578 રન – કેન વિલિયમસન (2019)
548 રન – મહેલા જયવર્દને (2007)
539 રન – રિકી પોન્ટિંગ (2007)
507 રન – એરોન ફિન્ચ (2019)

આ પણ વાંચો | વર્લ્ડ કપ પર પૂર્વ અંગ્રેજ ક્રિકેટરનો દાવો – ક્રિકેટમાં ભારતના પાવરને કેટલાક લોકો પચાવી શકતા નથી

વિરાટ કોહલીએ 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સાબિત કરી દીધું છે કે તે શા માટે ટીમ ઈન્ડિયાનું રન મશીન છે અને ODI વર્લ્ડ કપ 2023માં તેમણે અત્યાર સુધી 3 સદી ફટકારીને 700થી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલી વનડે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે અને સેમી ફાઈનલ મેચમાં તેની ODI કારકિર્દીની 50મી સદી પણ ફટકારી છે. હવે વર્લ્ડ કપ 2023ના ફાઈનલનો વારો છે જેમાં કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે. જો કે વિરાટ કોહલીએ ODI ફોર્મેટમાં 13000 થી વધુ રન બનાવ્યા છે અને આમાં તેમણે કાંગારૂ ટીમ સામે 2000 થી વધુ રન બનાવ્યા છે. .

)

Web Title: Ind vs aus wc 2023 final rohit sharma broke chris gayle world record after hitting 3 six as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×