World cup 2023, Ind vs Aus Final match : રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ પહેલીવાર ઓસ્ટ્રેલિયા સામે વનડે વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ કપિલ દેવ, સૌરવ ગાંગુલી અને એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ODI વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી. રોહિત શર્માએ વર્લ્ડ કપની આ સિઝનમાં 47 રનની ઝડપી ઇનિંગ રમી હતી જેમાં તેણે 3 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. તે જ સમયે, રોહિત શર્મા ભારતના કેપ્ટન તરીકે વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે.
રોહિત શર્માએ કપિલ અને ગાંગુલીને પાછળ છોડી દીધા છે
રોહિત શર્માએ ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં કાંગારૂ ટીમ સામે 47 રનની ઈનિંગ રમી હતી અને તે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત માટે બીજી સૌથી વધુ ઈનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો હતો. આ પહેલા ODI વર્લ્ડ કપની ફાઇનલમાં કપિલ દેવે 1983માં 8 બોલમાં 15 રન બનાવ્યા હતા, જ્યારે સૌરવ ગાંગુલીએ 2033 વર્લ્ડ કપની ફાઇનલમાં 25 બોલમાં 24 રનની ઇનિંગ રમી હતી. હવે રોહિત આ બંનેથી આગળ નીકળીને બીજા સ્થાને આવી ગયો છે. ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત માટે સૌથી મોટી ઇનિંગ રમનાર કેપ્ટન એમએસ ધોની હતો, જેણે 2011માં 79 બોલમાં 91 રનની ઇનિંગ રમી હતી.
વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય કેપ્ટનનું પ્રદર્શન
- 1983 – કપિલ 15 રન (8 બોલ)
- 2003 – ગાંગુલી 24 રન (25 બોલ)
- 2011 – ધોની 91 રન (79 બોલ)
- 2023 – રોહિત 47 રન (31 બોલ)
રોહિત શર્મા વર્લ્ડ કપમાં 5 વખત વિકેટ પર આઉટ થયો હતો
રોહિત શર્મા વનડે વર્લ્ડ કપ 2023માં 5 વખત વિકેટ પર આઉટ થયો હતો. તે બાંગ્લાદેશ સામે 48 રન, ન્યુઝીલેન્ડ સામે 46 રન, સાઉથ આફ્રિકા સામે 40 રન, ન્યુઝીલેન્ડ સામે 47 રન અને ત્યારબાદ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 47 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા એક જ સિઝનમાં વર્લ્ડ કપની સેમિફાઇનલ અને ફાઇનલમાં વિકેટ પર આઉટ થનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.
20 વર્ષ પછી મળ્યું તે જ દર્દ
ભારતીય ટીમ છેલ્લે વર્ષ 2011માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ પછી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે 2023માં ટીમ ઇન્ડિયા ફરી પોતાની ધરતી પર આવી જ સિદ્ધિ મેળવશે. પરંતુ ફાઇનલ મેચમાં બધુ જ બદલાઇ ગયું અને સતત જીતતી ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો. આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે વર્લ્ડકપની ફાઇનલ મેચ 2003માં રમાઇ હતી. તે સમયે કાંગારુ ટીમે રિકી પોન્ટિંગની કેપ્ટન્સીમાં ભારતને હરાવ્યું હતું, હવે બરાબર 20 વર્ષ બાદ પેટ કમિન્સે પણ આવું જ કમાલ કરી અને ભારત સામે વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ- ફાઇનલમાં પરાજય પછી ભાવુક થઇ ભારતીય ટીમ, રોહિત, વિરાટ, સિરાજ અને રાહુલની આંખમાં આવ્યા આંસુ
ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ પહેલા તે 1987, 1999, 2003, 2007, 2015માં ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ 12 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બનવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે.