scorecardresearch
Premium

અક્ષર પટેલે રવિન્દ્ર જાડેજાને પૂછ્યું – ગુજરાતી મગજમાં શું દોડી રહ્યું હતું? બાપૂએ આપ્યો આવો જવાબ, જુઓ Video

Ravindra Jadeja Interviews : રવિન્દ્ર જાડેજાએ કહ્યું- હું અને વિરાટ એ જ વાત કરી રહ્યા હતા કે જેટલું બની શકશે તેટલું સીધા રમીશું કારણ કે બોલ તેટલો બાઉન્સ થઇ રહ્યો ન હતો. કોઇ કોઇ બોલ નીચે જઇ રહ્યો હતો

અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા (તસવીર - સ્ક્રિનશોટ વીડિયો @BCCI)
અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા (તસવીર – સ્ક્રિનશોટ વીડિયો @BCCI)

IND vs AUS: દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ રહેલા રવિન્દ્ર જાડેજાનું અક્ષર પટેલે બીસીસીઆઈ ટીવી પર ઇન્ટરવ્યૂ લીધું હતું. બીસીસીઆઈએ આ ઇન્ટરવ્યૂની વીડિયો ક્લિપ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. ઇન્ટરવ્યૂની શરૂઆત કરતા અક્ષર પટેલે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે મારે જ પોતાની ચહલ ટીવી ચાલુ કરવી પડશે. મને વારે ઘડીએ માઇક પકડાવી રહ્યા છે. નાગપુરમાં અમારી સાથે શમી હતો. અહીં સર રવિન્દ્ર જાડેજા છે. બાપૂ નહીં કહું કારણ કે અમે બન્ને જ બાપૂ છીએ.

અક્ષર પટેલે કહ્યું કે સર મારી તો બોલિંગ આવી રહી નથી. અક્ષરને બોલિંગ ના આપવી પડે તેથી આવો બોલ નાખી રહ્યા છો? શું માઇન્ડસેટ રહે છે? આ સાંભળતા જ રવિન્દ્ર જાડેજા પહેલા હસ્યો અને પછી બોલ્યો કે નહીં, ટીમ ઇન્ડિયામાં જો આવી વિકેટ છે તો નિશ્ચિત રુપથી સારું લાગે છે કારણ કે સ્પિનરનો રોલ વધી જાય છે અને જવાબદારી પણ વધી જાય છે.

જાડેજાએ કહ્યું કે પ્રયત્ન એ જ રહે છે કે જે રીતે તેમની બેટિંગ છે તે સ્વીપ અને રિવર્સ સ્વીપને રમવાનું વધારે પસંદ કરે છે. તો બસ એ પ્રયત્ન રહે છે કે સ્ટમ્પ ટૂ સ્ટમ્પ બોલિંગ વધારે સારી છે. જો તેમાં તે મિસ કરે તો બોલ નીચે રહેશે અને સ્ટમ્પ પર જ લાગશે. સૌભાગ્યથી આવું જ થયું કે પાંચ સ્ટમ્પનો અવાજ આવ્યો, જોર-જોરથી.

આ પણ વાંચો – રવિન્દ્ર જાડેજાની 7 વિકેટ, ભારતનો વિજય, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અજેય લીડ મેળવી

અક્ષર પટેલે કહ્યું કે બોલિંગ તો ફેંકી જ રહ્યો છે બેટિંગ પણ કરી રહ્યો છે. જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ હોય તો શું-શું માઇન્ડસેટથી જાવ છો. જ્યારે આવી મુશ્કેલ સ્થિતિ હોય? રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે બસ તે ટાઇમે સ્થિતિ થોડી ટફ હતી કારણ કે 3-4 ઓવરમાં જ 4 વિકેટ પડી ગઇ હતી. તો એ પ્રયત્ન હતો કે જઇને થોડો ટાઇમ આપવો અને પાર્ટનરશિપ કરવાની છે.

રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે આ વિકેટ પર એક માઇન્ડસેટ હતો કે ક્યારે પણ સારો બોલ પડી શકે છે પણ પોતાના ડિફેન્સ પર વિશ્વાસ જેટલો હોઇ શકે તેટલો પેડની આગળ બેટ રાખીને રમવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું અને વિરાટ એ જ વાત કરી રહ્યા હતા કે જેટલું બની શકશે તેટલું સીધા રમીશું કારણ કે બોલ તેટલો બાઉન્સ થઇ રહ્યો ન હતો. કોઇ કોઇ બોલ નીચે જઇ રહ્યો હતો.

અક્ષર પટેલે હસતા-હસતા પૂછ્યું કે તમે જેવા 6 મહિના પર બ્રેક પર હતા. તો ઘરે એ જ વિચારી રહ્યા હતા કે જતા જ બધુ વસૂલ કરવાનું છે. ગુજરાતી મગજમાં આ જ દોડી રહ્યું હતું શું? આ સાંભળીને રવિન્દ્ર જાડેજા પણ જોરથી હસવા લાગ્યો અને કહ્યું કે હા યાર, વાસ્તવમાં ઘણું ક્રિકેટ મિસ કર્યું. વર્લ્ડ કપ મિસ કર્યો. ઘણી સારી સિરીઝ મિસ કરી. આશા છે કે આગળ બસ આવું ચાલતું રહે અને ટીમ ઇન્ડિયાને જીતાડી રહીએ. હું તમે અને અશ્વિન ત્રણેય મળીને, કારણ કેમઇન્ડિયામાં તો સ્પિનરનો રોલ વધી જાય છે.

Web Title: Ind vs aus axar patel interviews ravindra jadeja after delhi test watch video

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×