scorecardresearch
Premium

પ્રથમ સુપર ઓવરમાં રિટાયર થયો રોહિત શર્મા, બીજીમાં બેટિંગ કરવા માટે કેવી રીતે આવ્યો, શું કહે છે નિયમ

Super Over : સુપર ઓવરમાં રોહિત શર્માના રિટાયર થવાને લઈને હંગામો થયો હતો. તે રિટાયર આઉટ થયો કે રિટાયર હર્ટ? બેંગલુરુમાં મેચ પૂરી થયા બાદ આ સવાલ હજુ યથાવત્ છે?

Rohit Sharma, rinku singh, Super Over
રોહિત અને રિંકુએ પાંચમી વિકેટ માટે 95 બોલમાં અણનમ 190 રનની ભાગીદારી નોંધાવી હતી (તસવીર – @ThakurArunS)

Ind vs Afg Double Super Over : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેંગલુરુમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચ જબરજસ્ત ડ્રામાથી ભરેલી રહી હતી. મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી. સુપર ઓવર પણ ટાઈ થઈ હતી અને બીજી સુપર ઓવરમાં ભારતે જીત મેળવી હતી. સુપર ઓવરમાં રોહિત શર્માના રિટાયર થવાને લઈને હંગામો થયો હતો. તે રિટાયર આઉટ થયો કે રિટાયર હર્ટ? બેંગલુરુમાં મેચ પૂરી થયા બાદ આ સવાલ હજુ યથાવત્ છે?

સુપર ઓવરના નિયમ અનુસાર જો પ્રથમ સુપર ઓવરમાં પરિણામ ન આવે તો બીજી સુપર ઓવર થાય છે. આવા સમયે પ્રથમ સુપર ઓવરમાં આઉટ થનાર કોઇપણ ખેલાડી બેટિંગ કરી શકતો નથી. જો રોહિત શર્મા રિટાયર આઉટ થયો હોય તો બીજી સુપર ઓવરમાં બેટિંગ કરવા આવી શકે નહીં. રોહિત શર્માના મામલે મેચ ઓફિશિઅલ્સે એ સ્પષ્ટ કર્યું નથી કે તે રિટાયર્ડ આઉટ હતો કે રિટાયર્ડ હર્ટ.

સુપર ઓવરમાં બેટિંગ વિશે MCC પ્લેઇંગ કન્ડીશન શું કહે છે?

25.4.2 – જો કોઈ બેટર બીમારી, ઈજા અથવા અન્ય કોઈ અનિવાર્ય કારણને કારણે નિવૃત્ત થાય છે, તો તે બેટર તેની ઈનિંગ્સ ફરી શરૂ કરવા માટે હકદાર છે. જો કોઈ કારણોસર આવું ન થાય તો તે બેટરને ‘રિટાયર્ડ – નોટ આઉટ’ તરીકે રેકોર્ડ કરવામાં આવશે.

25.4.3 – જો કોઈ બેટર 25.4.2 સિવાયના કોઈપણ કારણોસર નિવૃત્ત થાય છે તો તે બેટરની ઈનિંગ્સ માત્ર વિરોધી કેપ્ટનની સંમતિથી ફરી શરૂ થઈ શકે છે. જો કોઈપણ કારણોસર તેની ઇનિંગ્સ ફરી શરૂ ન થાય, તો તે બેટરને ‘રિટાયર્ડ – આઉટ’ તરીકે રેકોર્ડ કરવામાં આવશે.

આ પણ વાંચો – ભારતે ટી-20ની પ્રથમ ડબલ સુપર ઓવર મેચમાં જીત મેળવી, 100 ટકા જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો

પ્રથમ સુપર ઓવર

રોહિત શર્માએ આ મેચમાં અણનમ 121 રન બનાવ્યા હતા. પહેલી સુપર ઓવરમાં ભારતને 17 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રોહિતે ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર બે સિક્સર ફટકારી હતી અને એક રન લીધો હતો. છેલ્લા બોલ પર બે રનની જરૂર હતી અને યશસ્વી જયસ્વાલ સ્ટ્રાઇક પર હતો. ભારતે અહીં ચાલાકી દર્શાવી હતી. રોહિત શર્મા પેવેલિયન પરત ફર્યો હતો. તેની જગ્યાએ રિંકુ સિંહ ક્રિઝ પર આવ્યો હતો. છેલ્લા બોલ પર 2 રનની જરૂર હતી. રોહિત શર્મા રિટાયર થયો હતો જેથી ઝડપથી દોડતો ખેલાડી ક્રિઝ પર આવે. જયસ્વાલે અંતિમ બોલે 1 રન સુપર ઓવર ટાઇ પડી હતી.

બીજી સુપર ઓવર

આ કારણે બીજી સુપર ઓવર રમાઇ હતી. પ્રથમ સુપર ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યા બાદ ભારતે હવે પહેલા બેટિંગ કરવાની હતી. રોહિત ફરી એક વખત બેટિંગ કરવા આવ્યો હતો. આ વખતે તેણે રિંકુ સાથે ઓપનિંગ કર્યું હતું. રોહિતે પહેલા બે બોલમાં એક સિક્સર અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી સિંગલ રન લીધો હતો. ચોથા બોલ પર રિંકુ આઉટ થયો હતો. સંજુ સેમસન ક્રીઝ પર આવ્યો હતો અને પાંચમાં બોલ પર શોટ ખાલી ગયો અને બોલ વિકેટકીપર પાસે ગયો હતો. રન લેવાના પ્રયત્નમાં રોહિત શર્મા રન આઉટ થયો હતો. ભારતે 2 વિકેટે 11 રન કર્યા હતા. આ પછી બોલિંગમાં રવિ બિશ્નોઇએ 3 બોલમાં 2 વિકેટ ઝડપીને ભારતને જીત અપાવી હતી.

Web Title: Ind vs afg rohit sharma bats in 2nd super over after retiring out in 1st what rules ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×