scorecardresearch
Premium

Hardik Pandya : હાર્દિક પંડ્યા IPL 2024 માંથી થઈ શકે છે બહાર ! રોહિત શર્મા ટીમની કેપ્ટનશીપ માટે હવે રાજી થશે

IPL 2024 | આઈપીએલ 2024 : મુંબઈ ઈન્ડિયન્સ (mumbai indians) સાથે જોડાયેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) રમશે કે કેમ તે અંગે સસ્પેન્સ છે. તેની ઈજા અંગે હજુ સુધી કોઈ અપડેટ સામે આવ્યું નથી. રોહિત શર્મા (Rohit Sharma) નહીં તો કોણ બનશે કેપ્ટન?

Hardik Pandya | Rohit Sharma | IPL 2024
હાર્દિક પંડ્યા, રોહિત શર્મા – કોણ બનશે કેપ્ટન

હાર્દિક પંડ્યાઃ IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. વાસ્તવમાં, આ સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાતના પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યાને ટીમમાં લીધો હતો અને ત્યારબાદ રોહિત શર્માની જગ્યાએ હાર્દિકને કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેના માટે આઈપીએલ 2024 માં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે કોઈ અપડેટ નથી અને શક્ય છે કે, તે આઈપીએલ 2024 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે નહીં રમી શકે. હવે સવાલ એ ઊભો થાય છે કે, જો હાર્દિક પંડ્યા નહીં રમે તો તેના સ્થાને ટીમનું સુકાની કોણ કરશે.

IPL 2024માં હાર્દિકના રમવા પર સસ્પેન્સ

ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. આ ઈજાને કારણે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જઈ શક્યો ન હતો અને જાન્યુઆરી 2024માં અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી20 શ્રેણીમાં પણ રમી શકશે નહીં. જો કે એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે, તે આ ટી-20 સિરીઝ માટે ફિટ થઈ જશે, પરંતુ તેની આશા હજુ ઓછી જણાઈ રહી છે. પીટીઆઈ સાથે વાત કરતી વખતે, બીસીસીઆઈના એક અધિકારીએ સ્પષ્ટપણે કહ્યું કે, તેની ફિટનેસને લઈને કોઈ અપડેટ નથી અને તે ક્યારે ફિટ થશે તે પણ સ્પષ્ટ નથી, તેથી આઈપીએલ 2024માં તેનું રમવું પણ પ્રશ્નાર્થ ચિહ્ન બની ગયું છે.

મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે?

જો હાર્દિક પંડ્યા તેની ફિટનેસના કારણે IPL 2024માં ભાગ લઈ શકશે નહીં તો તેની ગેરહાજરીમાં ટીમની કમાન કોણ સંભાળશે તે પ્રશ્ન છે. આ ટીમ દ્વારા રોહિત શર્માને કેપ્ટન પદ પરથી હટાવીને હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં શું રોહિત શર્મા સુકાની બનવા માટે તૈયાર થશે કે, પછી આ ટીમ કોઈ અન્ય ખેલાડીને કેપ્ટન બનાવશે. જોકે, મુંબઈ પાસે સૂર્યકુમાર યાદવ પણ છે, જે ટીમનું સુકાન સંભાળી શકે છે.

IPL 2024 માટે મુંબઈની ટીમ

વિકેટકીપર: ઈશાન કિશન, વિષ્ણુ વિનોદ.

બેટ્સમેનઃ રોહિત શર્મા, ટિમ ડેવિડ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, દેવલ્ડ બ્રેવિસ.

ઓલરાઉન્ડર: હાર્દિક પંડ્યા, રોમારિયો શેફર્ડ, નેહલ વાઢેરા, શમ્સ મુલાની, ગેરાલ્ડ કોએત્ઝી, મોહમ્મદ નબી, શિવાલિક શર્મા, નમન ધીર.

બોલરઃ જસપ્રિત બુમરાહ, જેસન બેહરનડોર્ફ, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ, અર્જુન તેંડુલકર, પીયૂષ ચાવલા, દિલશાન મદુશંકા, નુવાન તુશારા, અંશુલ કંબોજ, શ્રેયસ ગોપાલ.

Web Title: Hardik pandya may be out of ipl 2024 rohit sharma will now agree captain the team jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×