scorecardresearch
Premium

Jasprit Bumrah : જસપ્રીત બુમરાહનો ટી 20, વન-ડે અને ટેસ્ટમાં આવો છે રેકોર્ડ

Jasprit Bumrah : ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ગુરુવાર 25 જુલાઈ 2024 ના રોજ સાંજે અમદાવાદમાં એક્સપ્રેસ અડ્ડામાં મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે

Jasprit Bumrah, Jasprit Bumrah record
Jasprit Bumrah : ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (તસવીર – જસપ્રીત બુમરાહ ટ્વિટર)

Express Adda With Jasprit Bumrah : ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ગુરુવાર 25 જુલાઈ 2024 ના રોજ સાંજે અમદાવાદમાં એક્સપ્રેસ અડ્ડામાં મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા અને ઈન્ડિયન એક્સપ્રેસના નેશનલ સ્પોર્ટ્સ એડિટર સંદીપ દ્વિવેદી સાથે વાતચીત કરશે.

બુમરાહ વન-ડે કારકિર્દી

આ પ્રસંગે અમે બુમરાહની ક્રિકેટ કારકિર્દી વિશે જણાવી રહ્યા છીએ. બુમરાહે ભારતીય ટીમમાં સૌપ્રથમ વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું. બુમરાહે 23 જાન્યુઆરી 2016ના રોજ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં વન-ડેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં બુમરાહે 10 ઓવરમાં 40 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

બુમરાહે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌ પ્રથમ વિકેટ સ્ટિવ સ્મિથની ઝડપી હતી.આ મેચમાં ભારતનો 6 વિકેટે વિજય થયો હતો. હાલ વન-ડેમાં બુમરાહના નામે 89 મેચમાં 149 વિકેટ છે. તેનું બેસ્ટ પ્રદર્શન 19 રનમાં 6 વિકેટ છે. તેની 23.55ની અવરેજ અને 4.59ની ઇકોનોમી છે.

આ પણ વાંચો – એક્સપ્રેસ અડ્ડા પર આજે જસપ્રીત બુમરાહનું ખાસ ઈન્ટરવ્યું, મહાન ક્રિકેટરો પણ તેની બોલિંગના ફેન

બુમરાહ ટી 20 કારકિર્દી

બુમરાહની ટી 20 કારકિર્દીની વાત કરવામાં આવે તો તેણે 26 જાન્યુઆરી 2016ના રોજ એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં બુમરાહે 3.3 ઓવરમાં 23 રન આપી 3 વિકેટ ઝડપી હતી. આ મેચમાં ભારતનો 37 રને વિજય થયો હતો. આંતરરાષ્ટ્રીય ટી 20માં બુમરાહના નામે 70 મેચમાં 17.74ની એવરેજથી 89 વિકેટો છે. બુમરાહનું બેસ્ટ પ્રદર્શન 7 રનમાં 3 વિકેટ છે. ટી 20માં પણ તેની શાનદાર 6.27ની ઇકોનોમી છે.

બુમરાહ ટેસ્ટ કારકિર્દી

લિમિટેડ ઓવરમાં બે વર્ષ રમ્યા પછી બુમરાહનું ટેસ્ટ ક્રિકેટમાં 5 જાન્યુઆરી 2018ના રોજ દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનમાં ડેબ્યૂ થયું હતું. બુમરાહે ડેબ્યૂ ટેસ્ટમાં 4 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગ્સમાં બુમરાહે 1 વિકેટ અને બીજી ઇનિંગ્સમાં બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. ભારતનો આ ટેસ્ટમાં પરાજય થયો હતો. બુમરાહના નામે હાલ 36 ટેસ્ટમાં 20.69ની એવરેજથી 159 વિકેટો છે. તેનું બેસ્ટ પ્રદર્શન 27 રનમાં 6 વિકેટ છે. 10 વખત 5 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે.

Web Title: Express adda jasprit bumrah t20 odi and test record ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×