ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા દેશની સૌથી લોકપ્રિય અને પસંદગીની સ્પોર્ટ્સ સ્ટારમાં સામેલ છે. સાનિયા પોતાની રમતની સાથે-સાથે તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. સાનિયા સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ છે અને ઘણી વખત પોતાના દિલની વાતો શેર કરવા માટે પોતાના વિચારો શેર કરતી રહે છે. ફેન્સને તેની સ્ટોરીથી અંદાજ આવે છે કે સાનિયાની જિંદગીમાં શું ચાલી રહ્યું છે.
સાનિયાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી સ્ટોરી
સાનિયા મિર્ઝાએ તાજેતરમાં જ જે પોસ્ટ ઈન્સ્ટાગ્રામમાં શેર કરી હતી તેનાથી એવું લાગે છે કે, તેની જિંદગીમાં કંઈક ખુબ જ સારૂ થયું છે. તેણે પોતાની સ્ટોરીમાં લખ્યું હતું,‘sabr patince, just when you think its over allah send you a miracle’। જેનો મતબલ છે કે, શાંતિ, ધૈર્ય રાખો, જ્યારે તમને લાગે છે કે બધુ જ સમાપ્ત થઈ ગયું તો અલ્લાહ તમને કંઈક એવું મોકલે છે જે એક ચમત્કાર જેવું હોય છે.’
આ પણ વાંચો: શિખર ધવનના જીવનમાં ‘મિસ્ટ્રી વુમન’ની એન્ટ્રી, એરપોર્ટ પર સાથે જોવા મળી
સાનિયાએ ઈશારા-ઈશારામાં કોના વિશે વાત કરી?
સાનિયાએ આ પોસ્ટમાં એવું સ્પષ્ટ નથી કર્યું કે તે કોના વિશે વાત કરી છે. સાનિયાની જિંદગીનો ચમત્કાર કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે. કારણ કે ભારતીય ટેનિસ સ્ટાર હાલમાં સિંગલ છે. સાનિયાના પરિવારે આ વર્ષની શરૂઆતમાં જણાવ્યું હતું કે ટેનિસ સ્ટાર પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી અલગ થઈ ગઈ છે.
પાકિસ્તાની ક્રિકેટરથી અલગ થઈ ગઈ છે સાનિયા
સાનિયા અને શોએબ મલિકે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. આ લગ્નની બંને દેશોમાં ખુબ જ ચર્ચા થઈ હતી. બંને 12 વર્ષ સુધી સાથે રહ્યા હતા. વર્ષ 2022 થી બંનેના અલગ થવાની ખબરો સામે આવી રહી હતી. ન તો તેઓ સાથે નજર આવતા હતા અને ન તો સોશિયલ મીડિયામાં એક-બીજા માટે પોસ્ટ કરતા હતા. આ વર્ષે શોએબ મલિકે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે નિકાહ કરી લીધા. તેમણે લગ્નની તસવીરો પણ શેર કરી હતી. તેના પછીથી જ સાનિયાના પરિવારે ડિવોર્સને લઈ નિવેદન આપ્યું હતું. આ વર્ષે બંનેએ પોતાના પુત્ર ઈઝહાનના જન્મદિવસની અલગ-અલગ ઉજવણી કરી હતી. તેઓ પુત્રના જન્મદિવસે પણ સાથે નજર આવ્યા નહતા.