IPL 2024 Match 26, Delhi Capitals vs Lucknow Super Giants Playing XI, દિલ્હી વિ. લખનઉ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની 26મી મેચમાં લખનૌ સુપર કિંગ્સ 12 એપ્રિલ, શુક્રવારે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સની યજમાની કરશે. IPL 2024માં સતત ત્રણ મેચ જીત્યા બાદ યજમાન ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે.
તેઓ આઈપીએલ 2024 પોઈન્ટ ટેબલમાં તળિયે રહેલી દિલ્હી કેપિટલ્સ સામે તકનો લાભ ઉઠાવવા ઈચ્છશે. દિલ્હી કેપિટલ્સે 4 મેચમાં માત્ર એક જ જીત હાંસલ કરી છે. આ લેખમાં આપણે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે જાણીશું.
લખનઉ સામે ક્યારે જીતી શક્યું નથી દિલ્હી
લખનઉ ટીમની આ ત્રીજી આઈપીએલ સિઝન છે. આ ટીમે આઈપીએલ 2022ની સિઝનથી એન્ટ્રી કરી હતી. ત્યારથી લઈને અત્યા સુધી લખનઉ અને દિલ્હી વચ્ચે ત્રણ મેચો રમાઈ છે. પરંતુ દરેક વખતે દિલ્હીની કિસ્મત જ ખરાબ રહી છે. લખનઉને દરેક વખતે રગદોળી છે. આ વખતે ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ દિલ્હીની ટીમ આ ઇતિહાસ બદલશે.
આ પણ વાંચોઃ- આઈપીએલમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર પ્લેયર્સ, ટોપ-10માં ભારતના આ 4 ખેલાડીઓ સામેલ
કોણ કરશે ક્વિંટન ડિકોકની ભરપાઈ
લખનઉને આઈપીએલ 2022માં એલિમિનેટર સુધીની સફર કરી હતી. જેમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ક્વિંટન ડિકોકની મહત્વની ભૂમિકા રહી હતી. તેણે ગત સિઝનમાં 15 મેચોમાં 508 રન બનાવ્યા હતા. જોકે ડિકોક અત્યારની સિઝનમાં શરુઆતની કેટલીક મેચોમાં ઉપલબ્ધ નહીં રહે. જેના કારણે લખનઉનું ટેન્શન થોડું વધી ગયું છે.આવી સ્થિતિમાં ડિકોકની ભરપાઈ કાઇલ મેયર્સ અથવા દીપક હુડ્ડા કરી શકે છે.
આ પણ વાંચોઃ- ક્રિકેટર હાર્દિક પંડ્યાને તેના સાવકા ભાઈએ ચૂના લગાડ્યો, 4.25 કરોડની છેતરપિંડી કરવા બદલ ધરપકડ

લખનૌ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઈલેવન
ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, નવીન-ઉલ-હક, મોહસીન ખાન.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઈલેવન
ડેવિડ વોર્નર, પૃથ્વી શો, અભિષેક પોરેલ, ઋષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, લલિત યાદવ, જ્યે રિચર્ડસન, એનરિક નોર્ટજે, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.