scorecardresearch
Premium

DC vs KKR IPL 2024 Playing XI: આજે દિલ્હી અને કોલકત્તા આવશે આમને સામને, કેવી હશે સંભવિત પ્લેઈંગ ઈલવન

IPL Match Today, DC vs KKR 2024: આજે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આત્મવિશ્વાસથી ભરપુર દિલ્હી કેપીટલ્સ અને બોલિંગ ઓર્ડર સામે ઝઝૂમી રહેલી કોલકાત્તા નાઇટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે.

DC vs KKR IPL 2024 Playing XI Prediction: દિલ્હી વિ. કોલકાત્તા, આઈપીએલ 2024ની 47મી મેચ
DC vs KKR 2024, IPL Match Today: દિલ્હી વિ. કોલકાત્તા, આઈપીએલ 2024ની 47મી મેચ Photo – x, @DelhiCapitals, @KKRiders

Delhi Capitals vs Kolkata Knight Riders, DC vs KKR, IPL 2024 Playing 11: છેલ્લી પાંચમાંથી ચાર મેચ જીત્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલી દિલ્હી કેપિટલ્સ આજે 29 એપ્રિલ 2024, સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની નબળી બોલિંગનો ફાયદો ઉઠાવીને ટેબલમાં ટોચના ચારમાં પહોંચવાનો પ્રયાસ કરશે. રિષભ પંતની આગેવાની હેઠળની ટીમ ધીમે-ધીમે તેની ખામીઓને સુધારી રહી છે અને હવે એક મજબૂત ટીમની જેમ રમી રહી છે.

મેકગર્ક છે શાનદાર ફોર્મમાં

લુંગી એનગિડીના સ્થાને સામેલ કરાયેલા ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર મેકગર્કે ટોપ ઓર્ડરમાં પોતાની વિસ્ફોટક બેટિંગ વડે પોતાને ‘એક્સ ફેક્ટર’ સાબિત કર્યા છે. આ 22 વર્ષીય ‘પાવર હિટર’ એ પોતાના શાનદાર શોટ્સ વડે પાંચ મેચમાં 237.50ના સ્ટ્રાઈક રેટથી 247 રન બનાવીને IPLમાં ધૂમ મચાવી દીધી છે.

ઈડન ગાર્ડનમાં રનોનો વરસાદ થયો હતો

જેના કારણે શનિવારે દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 10 રનથી હરાવ્યું હતું. મેકગર્કે મુંબઈ ઈન્ડિયન્સ સામે 27 બોલમાં 84 રન બનાવ્યા હતા અને ઈડન ગાર્ડન્સ ખાતે બેટિંગ-ફ્રેન્ડલી પરિસ્થિતિઓનો સંપૂર્ણ લાભ લેવાનું ધ્યાન રાખશે, જ્યાં પંજાબ કિંગ્સ અને કેકેઆરએ રેકોર્ડ 42 સિક્સર સહિત 523 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સે 262 રનના રેકોર્ડ લક્ષ્યાંકનો પીછો કર્યો હતો.

DC vs KKR IPL 2024 Playing XI Prediction: દિલ્હી વિ. કોલકાત્તા, આઈપીએલ 2024ની 47મી મેચ
DC vs KKR 2024, IPL Match Today: દિલ્હી વિ. કોલકાત્તા, આઈપીએલ 2024ની 47મી મેચ Photo – x, @DelhiCapitals, @KKRiders

જ્યાં કેપ્ટન પંત દરેક મેચ સાથે ઝડપી પ્રગતિ કરી રહ્યો છે, દિલ્હી કેપિટલ્સના ટોચના પાંચ બેટ્સમેન મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, પંત અને સ્ટબ્સ KKRની બોલિંગ માટે ચિંતાનું કારણ બની શકે છે.

આ પણ વાંચોઃ- ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કોચને પાકિસ્તાને બનાવ્યા હેડ કોચ, પીસીબીએ કરી જાહેરાત

KKRને બોલિંગમાં સુધારાની જરૂર

ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળની ટીમ કેકેઆરને છેલ્લી પાંચમાંથી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જેના માટે તેની બોલિંગ જવાબદાર હતી. ઘરઆંગણે ટીમ માટે કેટલીક સકારાત્મકતાઓ છે, જેમાં નરેનના શાનદાર બેટિંગ ફોર્મનો સમાવેશ થાય છે, જેણે આઠ મેચમાં બે અડધી સદી અને એક સદી સાથે 357 રન બનાવ્યા છે.

નરેન અને ફિલ સોલ્ટે ટોચના ક્રમમાં KKR માટે ઘણા રન બનાવ્યા છે પરંતુ અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ અને રમનદીપ સિંહે વધુ રન બનાવીને યોગદાન આપવું પડશે.

આ પણ વાંચોઃ- 2003ના વર્લ્ડ કપમાં સ્પ્રિંગ બેટથી રમ્યો હતો રિકી પોન્ટિંગ? દિલ્હી કેપિટલ્સના સ્ટિંગ ઓપરેશનમાં શું થયો ખુલાસો, જુઓ VIDEO

DC vs KKR : કોલકાતા નાઈટ રાઈડર્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન

ફિલ સોલ્ટ (wk), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, વૈભવ અરોરા, દુષ્મંથા ચમીરા, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.

ઈમ્પેક્ટ પ્લેયર વિકલ્પો: સુયશ શર્મા, અનુકુલ રોય, મનીષ પાંડે, રમનદીપ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ.

DC vs KKR : દિલ્હી કેપિટલ્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન

જેક ફ્રેઝર-મેકગર્ક, કુમાર કુશાગ્રા, શાઈ હોપ, ઋષભ પંત (વિકેટમાં/કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, લિઝાદ વિલિયમ્સ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ.

ઈમ્પેક્ટ પ્લેયર વિકલ્પો: રસિક દાર સલામ, પ્રવીણ દુબે, વિકી ઓસ્તવાલ, રિકી ભુઈ, સુમિત કુમાર.

Web Title: Dc vs kkr ipl 2024 match 47 playing 11 prediction rishabh pant vs shreyas iyer player list news in gujarati ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×