Rohit Sharma toss : ઓસ્ટ્રેલિયા સામે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિ ફાઇનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ હારી ગયો હતો. આ મેચમાં રોહિત શર્માએ કોઇન ઉછાળ્યો હતો પરંતુ તે કોઇને સ્ટીવ સ્મિથને સાથ આપ્યો હતો અને ભારતે ટોસ ગુમાવ્યો હતો. આ મેચમાં સ્ટીવન સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સેમિ ફાઈનલમાં ટોસ હાર્યા બાદ રોહિત શર્મા હવે વન ડેમાં કેપ્ટન તરીકે સતત સૌથી વધુ ટોસ હારનારા કેપ્ટનની યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે.
રોહિત શર્માનું નસીબ ખરાબ
કેપ્ટન તરીકે રોહિત શર્માનું નસીબ ઓછામાં ઓછું ટોસના મામલે તો સતત ખરાબ જ છે. હવે તે કેપ્ટન તરીકે વન ડેમાં સતત 11મી વખત ટોસ હાર્યો છે. આ કારણે તે વન ડેમાં કેપ્ટન તરીકે સૌથી વધુ ટોસ ગુમાવનારા કેપ્ટન્સની યાદીમાં બીજા ક્રમે આવી છે.
રોહિત શર્મા નવેમ્બર 2023થી માર્ચ 2025ની વચ્ચે કેપ્ટન તરીકે સતત 11 વખત ટોસ હારી ચૂક્યો છે. આ સાથે તેણે માર્ચ 2011થી લઈને 2013 સુધી સતત 11 વખત ટોસ હારનારા નેધરલેન્ડના પીટર બોરેનની બરોબરી કરી લીધી હતી. આ લિસ્ટમાં પહેલા નંબર પર બ્રાયન લારા છે, જે ઓક્ટોબર 1998થી મે 1999 વચ્ચે સતત 12 વખત ટોસ હાર્યો હતો.
આ પણ વાંચો – ICC નોકઆઉટ મેચોનો બાદશાહ છે વિરાટ કોહલી, રોહિત શર્મા પણ નથી પાછળ
વન-ડેમાં સતત સૌથી વધુ ટોસ હારનારા કેપ્ટન
- 12 – બ્રાયન લારા (વેસ્ટ ઇન્ડીઝ, ઓક્ટોબર 1998થી મે 1999)
- 11 – પીટર બોરેન (નેધરલેન્ડ્સ, માર્ચ 2011થી ઓગસ્ટ 2013)
- 11*- રોહિત શર્મા (ભારત, નવેમ્બર 2023થી માર્ચ 2025)
વન ડે ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા સતત 14મી વખત ટોસ હાર્યું
વન ડે ફોર્મેટમાં આ સતત 14મી ઘટના છે જ્યારે ભારતીય ટીમના કેપ્ટને ટોસ ગુમાવ્યો છે. ભારતે છેલ્લે 2023માં વન ડેના વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ટોસ જીત્યો હતો. આ પછી ભારત સતત ટોસ હાર્યું છે. ભારતે જે 14 ટોસ ગુમાવ્યા છે તેમાંથી 11 વખત રોહિત શર્મા અને ત્રણ વખત કેએલ રાહુલ ટોસ હારી ચૂક્યો છે.
સેમિ ફાઈનલ માટે બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયા : ટ્રેવિસ હેડ, કૂપર કોનોલી, સ્ટિવન સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, એડમ ઝામ્પા, તનવીર સંઘા.