scorecardresearch
Premium

વિરાટ કોહલીની નારાજગી પછી બેકફૂટ પર BCCI ! ફેમિલી વાળા નિયમમાં થઇ શકે છે ફેરફાર : રિપોર્ટ

Virat Kohli : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિદેશ પ્રવાસમાં ખેલાડીઓના પરિવારની સાથે રહેવાની નીતિમાં ફેરફાર કરી શકે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આ નિયમની ટીકા કરી હતી

virat kohli anushka, virat kohli, anushka
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા (તસવીર – સોશિયલ મીડિયા)

Virat Kohli : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિદેશ પ્રવાસમાં ખેલાડીઓના પરિવારની સાથે રહેવાની નીતિમાં ફેરફાર કરી શકે છે. બની શકે છે કે ખેલાડીઓની સાથે તેમના પરિવારજનો અને નજીકના સંબંધીઓને પ્રવાસમાં તેમની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આ નિયમની ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે તે એકલો ઓરડામાં સડવા માંગતો નથી.

ઈન્ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે જો પરિવારના સભ્યોને ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ સાથે વર્તમાન નિયમોની સરખામણીમાં વધારે સમય રહેવાની મંજૂરી રહેશે. બસ શરત એ છે કે ખેલાડીઓને બોર્ડ પાસેથી પહેલા પરવાનગી લેવી પડે પડશે. બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે જો ખેલાડીઓ ઇચ્છે છે કે તેમના પરિવારો લાંબા સમય સુધી પ્રવાસ પર રહે, તો તેઓ પરવાનગી માટે અરજી કરી શકે છે. બીસીસીઆઈ પોતાના હિસાબથી નિર્ણય લેશે.

10 સૂત્રીય અનુશાસનાત્મક દિશા નિર્દેશ

બીસીસીઆઇએ 2025ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કંગાળ દેખાવ બાદ સિનિયરમાં ટીમના ખેલાડીઓ માટે 10 મુદ્દાની શિસ્તભંગની માર્ગદર્શિકા જારી કરી હતી. તે વિદેશ પ્રવાસમાં ખેલાડીઓ સાથેના પરિવારોના રહેવાના સમયગાળાને સિમિત કરી દીધો હતો.

ફેમિલીના ટ્રાવેલ પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્મા સાથેની રિવ્યુ મિટિંગ બાદ ફેમિલી ટ્રાવેલ પર નિયંત્રણો ફરી લાદવામાં આવ્યા હતા. આ મિટિંગ દરમિયાન કોચ ગંભીરે ડ્રેસિંગરુમમાં સંકલનના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ કારણે બીસીસીઆઇએ કડક પગલાંનો અમલ કર્યો હતો.

Web Title: Bcci mulling u turn on family policy after virat kohli criticism report ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×